વડોદરાઃ કોરોના વાયરસની મહામારી વચ્ચે જીવનનિર્વાહ માટે મુશ્કેલીમાં મુકાયેલા પરિવારોને સહાય માટે દરેક સમાજ હંમેશા તત્પર રહે છે. ત્યારે વડોદરામાં રહેતાં નાયક ભૉજક પરિવારો માટે નાયક ભૉજક વ્યાસ સમાજના પ્રમુખ ગિરીશભાઈ ભૉજક અને સમાજના હોદ્દેદારોએ આવશ્યક ચીજવસ્તુઓની 100થી વધુ રેશન કિટ બનાવી શહેરના વિવિધ વિસ્તારોમાં વસતાં મધ્યમ વર્ગના જરૂરિયાતમંદ લોકોના ઘરેઘરે જ઼ઈ રેશન કિટ પહોંચાડવામા આવી હતી.
તૈયાર કરેલી રેશન કિટમાં ઘઉંનો લોટ, ખાંડ, તેલ, તુવેરદાળ, ચોખા, કઠોળ, મીઠુ, મસાલા સહિતની જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. કિટ વિતરણની સાથેસાથે સમાજના દરેક લોકોને સોશિયલ ડીસ્ટન્સ જાળવવાની અપીલ સમાજના પ્રમુખ દ્વારા કરવામા આવી હતી.