વડોદરા: યુથ કોંગ્રેસ દ્વારા ભાજપ કાર્યાલયમાં મહાભારત ગ્રંથ અને કૃષ્ણ ભગવાનના ધાર્મિક પુસ્તકો અર્પણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. પોરબંદરના માધવપુરમાં ઐતિહાસિક લોકમેળો શ્રીકૃષ્ણ અને રૂકમણી લગ્નપ્રસંગની ઝાંખી કરાવે છે. ત્યારે આ મેળામાં પહોંચી ગયેલા સી.આર. પાટીલે પોતાના સંબોધનમાં ભાંગરો વાટ્યો(CR Patil controversial statement ) હતો. સંબોધનની શરૂઆતમાં એમણે કૃષ્ણ અને રુક્મણીના(krishna rukmini relationship ) બદલે કૃષ્ણ અને સુભદ્રાના લગ્ન થયા હોવાનું બોલ્યા હતા. ત્યારબાદ એક કાર્યકર સ્ટેજ પર આવી કંઈક કાનમાં કહી ગયા બાદ પાટીલે રૂકમણીનો ઉલ્લેખ કર્યો હતો. હવે આ બાબતે વિવાદ વધી રહ્યો છે. CR પાટીલના નિવેદનનો વડોદરા યુથ કોંગ્રેસએ વિરોધ(congress protest in Vadodara) નોંધાવ્યો છે. તેમણે કહ્યું કે, જેમને એ ખબર નથી કે ભગવાન શ્રીકૃષ્ણ અને સુભદ્રાજીનો સંબંધ(krishna subhadra relationship) શું છે. તે આજે હિન્દુ ધર્મના દારો બનીને ફરે છે.
આ પણ વાંચો: Protest against Vaghani : જીતુ વાઘાણીના શિક્ષણ વિશેના નિવેદનથી વાલીઓમાં ભારે રોષ
શહેર પોલીસે કોંગી નેતાઓની અટકાયત કરી - સી આર પાટીલે ભગવાન શ્રીકૃષ્ણ અને સુભદ્રાજીને પતિ પત્ની બનાવીને ભાઇ બહેનના પવિત્ર સંબંધને લાંછન લગાડ્યું છે. લોકોની ધાર્મિક લાગણી દુભાવવા માટે CR પાટીલ માફી માંગે એમ યુથ કોંગ્રેસ દ્વારા મહાભારત પુસ્તક લઈને વિરોધ કરવામાં આવ્યો હતો. આ નિવેદન વિવાદાસ્પદ છે. સુભદ્રા ભગવાન કૃષ્ણનાં બહેન હતા. સીઆર પાટીલને કોઈ ગ્રંથનો ઇતિહાસ ખબર નથી અને તેઓની અજ્ઞાનતા સામે આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના આગેવાનો મનુભાઇ ટાવર સ્થિત ભાજપ કાર્યાલયમાં ગ્રંથ અને પુસ્તક અર્પણ કરવા જાય તે અગાઉ સયાજીગંજ પોલીસે વડોદરા શહેર(sayajigunj police station vadodara ) કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી સહિત 15 જેટલા કોંગી નેતાઓની અટકાયત કરી હતી.