વડોદરા શહેરમાં રીઢા ઘરફોડ ચોરીના ગુનામાં ગુરુચરણસિંગ સિકલીગરને વડોદરા સમાં પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે શહેરના દુમાડ ચોકડી પાસે શકમંદ હાલતમાં ઝડપી પાડવામાં આવ્યો હતો. જોકે પોલીસે શંકાના આધારે તપાસ કરતા આરોપી પાસેથી ચોરીનો મુદ્દામાલ મળી આવ્યો હતો.
આ સમગ્ર મામલે પોલીસે આરોપીની સઘન પૂછપરછ કરતા અન્ય ચોરીના ગુનામાં સંડોવાયેલ છે કે કેમ તે દિશામાં તપાસ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.