ETV Bharat / city

International Yoga Day 2022: પોલીસ અને વિદ્યાર્થીઓએ એકસાથે કર્યા યોગ - યોગ અને આરોગ્ય અંગે ટિપ્સ

વડોદરામાં પોલીસ હેડ ક્વાર્ટર ખાતે જિલ્લા કક્ષાના યોગ દિવસની ઉજવણી (Yoga day celebration at Vadodara Police Head quarter) કરવામાં આવી હતી. અહીં વિદ્યાર્થીઓ અને પોલીસ જવાનોએ ભેગા મળીને યોગ કર્યા હતા.

International Yoga Day 2022: પોલીસ અને વિદ્યાર્થીઓએ એકસાથે કર્યા યોગ

author img

By

Published : Jun 21, 2022, 2:11 PM IST

વડોદરાઃ શહેરમાં પોલીસ હેડ ક્વાર્ટર ખાતે જિલ્લા કક્ષાના યોગ દિવસની (Yoga day celebration at Vadodara Police Head quarter) ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. અહીં ગુજરાત પોલીસના યોગ પ્રશિક્ષક અને યોગાચાર્ય હરીશ વૈધે (Gujarat Police Yoga Instructor and Yogacharya Harish Vaidh) મહાનુભાવો સાથે વિદ્યાર્થીઓ અને પોલીસ જવાનોને યોગાભ્યાસ (Vadodara Police did Yoga) કરાવ્યો હતો.

છાણી પોલીસ હેડ ક્વાર્ટરમાં ઉજવાયો યોગ દિવસ

છાણી પોલીસ હેડ ક્વાર્ટરમાં ઉજવાયો યોગ દિવસ - યોગ દિવસની ઉજવણી નિમિત્તે જિલ્લા કલેકટર અતુલ ગોરની સાથે વહીવટી અને પોલીસ તંત્રના ઉચ્ચ અધિકારીઓએ યોગ સાધના કરી હતી. મહત્વનું છે કે, દેશ સહિત સમગ્ર વિશ્વમાં આજે (મંગળવારે) 8મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની (International Yoga Day 2022) ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે વડોદરામાં છાણી પોલીસ હેડ ક્વાર્ટર ખાતે જિલ્લા કક્ષાના યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

આ પણ વાંચો- ભરૂચના ગોલ્ડનબ્રિજ ઉપર વિશ્વ યોગ દિવસની ઉજવણી, યોગ મુદ્રાઓનો અદભુત નજારો

પોલીસ સાથે વિદ્યાર્થીઓએ પણ કર્યા યોગ - પોલીસ હેડ ક્વાર્ટર ખાતે મોટી સંખ્યામાં લોકોએ યોગ કર્યા હતા. અહીં ગુજરાત પોલીસના યોગ પ્રશિક્ષક હરીશ વૈધે વિવિધ પ્રકારના યોગાસનોનો અભ્યાસ કરાવ્યો હતો. સાથે જ તેમણે યોગના વિવિધ આસન અંગેના લાભ અને મર્યાદા સાથેની માહિતી પૂરી (Yoga and health tips) પાડી હતી.

પોલીસ સાથે વિદ્યાર્થીઓએ પણ કર્યા યોગ
પોલીસ સાથે વિદ્યાર્થીઓએ પણ કર્યા યોગ

આ પણ વાંચો- સમુદ્ર કિનારે દિવ્યાંગોએ કર્યા યોગા, જૂઓ આકાશી નજારો

સમગ્ર વિશ્વ આયુર્વેદના શરણે - યોગના વિવિધ આસનો કરાવતી વખતે તેમણે તેમના વૈજ્ઞાનિક તર્ક અને તથ્ય સાથે કેટલીક આરોગ્ય અંગેની ટીપ્સ (Yoga and health tips) પણ આપી હતી. આયુર્વેદ ખૂબ શક્તિશાળી છે એટલે તો વિશ્વ ભારત અને આયુર્વેદના શરણે છે. તેવું તેમણે જણાવ્યું હતું કે, યોગનો પ્રોટોકોલ પૂર્ણ કર્યા બાદ તેમણે હાજર મહાનુભાવો અને લોકો પાસે સંકલ્પ લેવડાવ્યા હતા.

આ લોકો જોડાયા યોગ સાધનામાં - યોગ સાધનામાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી રાજેન્દ્ર પટેલ, નિવાસી અધિક કલેક્ટર શ્રી કુલદીપસિંહ ઝાલા, જિલ્લા પોલીસ વડા શ્રી રોહન આનંદ, અન્ય પોલીસ અધિકારીશ્રીઓ, પોલીસના જવાનો અને અલગ-અલગ શાળાઓના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.