વડોદરા આઝાદીના અમૃતકાળમાં (Azadi Ka Amrit Mahotsav) નાણાંકીય સેવાઓ અને સાક્ષરતાને વધુ મજબૂત કરવા સાથે ડિજિટલાઈઝેશન (digital banking units) કરવા માટે આ મહત્વપૂર્ણ પગલું છે. કેન્દ્ર સરકાર દ્વારા પણ બજેટમાં ડિજિટલ બેન્કિંગ યુનિટ (DBU)ની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે વડોદરા શહેર ખાતે બેન્ક ઑફ બરોડા (Bank of Baroda Vadodara) દ્વારા ફતેહગંજમાં BSNL પાસે DBUનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
PMએ 75 યુનિટનું કર્યું ઈ-લોકાર્પણ મહત્વનું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi virtual inauguration) રવિવારે ગુજરાતમાં 8 સહિત દેશમાં કુલ 75 ડિજિટલ બેન્કિંગ યુનિટનો પ્રારંભ કરાવ્યો હતો. તે અંતર્ગત ફતેહગંજમાં BSNL પાસે બેન્ક ઑફ બરોડાના ડિજિટલ બેન્કિંગ યુનિટનો (digital banking units) પણ પ્રારંભ થયો હતો. એટલે હવે અહીં તમામ પ્રકારની સેવાઓ ડિજિટલી મળશે. તો આ પ્રસંગે સાંસદ રંજનબેન ભટ્ટ, રાજ્યપ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી અને મનીષા વકીલ, બેન્ક ઑફ બરોડાના (Bank of Baroda Vadodara) કાર્યપાલક નિદેશક જયદીપ દત્તા રાવ પણ વિશેષ ઉપસ્થિત રહ્યાં હતાં.
DBUનો ઉદ્દેશ બેન્ક ઑફ બરોડાના (Bank of Baroda Vadodara) કાર્યપાલક નિર્દેશક જયદીપ દત્તા રાવે જણાવ્યું હતું કે, ડિજિટલ બેન્કિંગ એકમનો (digital banking units) ઉદ્દેશ દેશના ખૂણે ખૂણે ડિજિટલ બેન્કિંગનો લાભ પહોંચે તે સુનિશ્ચિત કરવાનો છે, જે વિવિધ પ્રકારની બેન્કિંગ સેવાઓ બચત ખાતા ખોલવા, બેલેન્સ ચેક, પ્રિન્ટ પાસબૂક, ભંડોળનું હસ્તાંતરણ, ફિક્સ્ડ ડિપોઝિટમાં રોકાણ, લોન અરજીઓ, જારી કરવામાં આવેલા ચેક માટે સ્ટોપ-પેમેન્ટ સૂચનાઓ, ક્રેડિટ/ડેબિટ કાર્ડ માટે અરજી કરવી, એકાઉન્ટનું સ્ટેટમેન્ટ જોવું, ટેક્સ ભરવો, પે બિલ ભરવું, નામાંકન કરવું જેવી ડિજિટલ બેંકિંગ સુવિધાઓ પ્રદાન કરશે.