ETV Bharat / city

ડાયાબીટીસના દર્દીઓ ઝડપથી બને છે કોરોનાનો શિકાર - હાઈ ડોઝ ઈન્સ્યુલીન

કોરોનાના દર્દીઓમાં સાઇટોકાઈન સ્ટોર્મને કાબૂમાં રાખવા દર્દીને સારવારના ભાગ રૂપે સ્ટીરોઇડ આપવામાં આવે છે. આ સ્ટીરોઇડના વધુ ઉપયોગના પગલે ડાયાબીટીસના દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાઈ રહ્યો છે તેવું વડોદરાની ગોત્રી કોવિડ હોસ્પિટલના નોડલ ઑફિસર શીતલ મિસ્ત્રીએ જણાવ્યું હતું.

ડાયાબીટીસના દર્દીઓ સહેલાઈથી બને છે કોરોનાનો શિકાર

author img

By

Published : Oct 7, 2020, 5:31 PM IST

વડોદરા: કોરોનાના દર્દીઓમાં સાઇટોકાઈન સ્ટોર્મને કાબૂમાં રાખવા માટે દર્દીને સારવારના ભાગ રૂપે સ્ટીરોઇડ આપવામાં આવે છે. આ સ્ટીરોઇડના થતા વધુ ઉપયોગના પગલે ડાયાબીટીસના દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાઈ રહ્યો છે તેવું વડોદરાની ગોત્રી કોવિડ હોસ્પિટલના નોડલ ઓફિસર શીતલ મિસ્ત્રીએ જણાવ્યું હતું.

સમગ્ર બાબતે ડાયાબીટીસના દર્દીઓની સંખ્યામાં થતા વધારા અંગે ડૉ. મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, દુનિયામાં હાલ 49 કરોડ કરતા વધુ લોકો ડાયાબીટીસના દર્દી છે. કોરોના સંક્રમિત થતા દર્દીઓમાં 14.5 ટકા લોકોને ડાયાબીટીસ હોય છે.જયારે કોરોનાગ્રસ્ત ડાયાબીટીસના દર્દીઓમાં 7.3 ટકા મૃત્યુદર નોંધાયો છે. જે સામાન્ય મૃત્યુદર કરતા ત્રણ ગણો વધુ છે.

ડાયાબીટીસના દર્દીઓ સહેલાઈથી બને છે કોરોનાનો શિકાર

વધુમાં શીતલે જણાવ્યુ કે, ડાયાબિટીસના દર્દીઓમાં રોગ પ્રતિકારક શકિત ઓછી હોવાને કારણે તેમને કોરોનાનો ચેપ લાગવાનું જોખમ સૌથી વધુ હોય છે. જ્યારે રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોવાના કારણે રેસ્પીરેટરી અને મલ્ટી ઓર્ગન ફેલયોર થવાનું પ્રમાણ ખુબ જ વધુ હોય છે. જ્યારે કોરોના વાઈરસ પર ACE-2 રીસેપ્ટર એન્જીયોટેન્સીન કન્વર્ટીગ એન્ઝાઇન-2 સાથે સંલગ્ન થઈને મનુષ્યના શરીરના કોષોમાં પ્રવેશતો હોય છે.

આ રીસેપ્ટર્સની સંખ્યા ફેફસાના કોષો સિવાય સ્વાદુપીંડ, કીડની, આંતરડા તથા ચરબીના કોષોમાં પણ હોય છે. જેઓ ગ્લુકોઝની મેટાબોલીઝમમાં ખુબ જ અગત્યનો ભાગ ભજવે છે તેવી કોવિડ-19ના દર્દીઓમાં ગ્લુકોઝ મેટાબોલીઝમ અસ્તવ્યસ્ત થઇ જાય છે. આથી જે લોકોને ડાયાબીટીસ નથી તેવા દર્દીઓમાં પણ પ્રથમ વખત ડાયાબીટીસ દેખાય છે અથવા તો જેમને પહેલી જ ડાયાબીટીસ છે તેમના સુગરમાં પુષ્કળ વધારો દેખાય છે.

આમ કોરોનાની મહામારીમાં પ્રથમ વખત નિદાન થયેલા ડાયાબીટીસના દર્દીઓમાં વધારો નોંધાયો છે. ડાયાબીટીસનું પ્રથમ વખત નિદાન થયું હોય તેવા દર્દીઓમાં પણ સુગર લેવલ ખૂબ જ વધુ આવે છે. તેમને હાઈ ડોઝ ઈન્સ્યુલીનની જરૂર પડે છે.આ દર્દીઓમાં અન્ય કોમ્પ્લીકેશન પણ વધુ થાય છે.આથી પ્રથમ વખત ડાયાબીટીસનું નિદાન થયેલા કોરોનાના દર્દીઓમાં મૃત્યુ દર પણ વધુ હોય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.