વડોદરાઃ 25 ટકા ફી માફીની અમલવારી અને એફ.આર.સીનો 10 ટકા ફી વધારો ((FRC Fee Hike)) પાછો ખેંચવા, તેમ જ FRCના નિયમોની અમલવારી બાબતે વડોદરા NSUIએ (NSUI Protest School Fee Hike ) વિરોધ સહિત રજૂઆત કરી છે. NSUI અગ્રણી હોદ્દેદારોએ વિરોધ પ્રદર્શન કરી જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ખાતે આવેદનપત્ર (Vadodara NSUI Memorandum to the Collector) પાઠવી રજૂઆત કરી હતી.
સ્કૂલ સંચાલકો સંપૂર્ણ ફી ઉઘરાવી રહ્યાં છે
કોરોનાકાળને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર દ્વારા 25 ટકા ફી માફીની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ સ્કૂલ સંચાલકો દ્વારા તેનો અમલ કરવામાં આવ્યો નથી અને સંપૂર્ણ ફી ઉઘરાવવામાં આવી રહી હોવાના આક્ષેપ NSUI દ્વારા કરવામાં આવ્યા છે. એફઆરસી દ્વારા વધુ 10 ટકા ફી ((FRC Fee Hike)) વધારાની જાહેરાત કરવામાં આવી છે. શિક્ષણ ઓનલાઇન આપવામાં આવી રહ્યું છે ત્યારે આવો ફી વધારો સંપૂર્ણ અયોગ્ય ઠેરવી સ્કૂલ સંચાલકો FRCના નિયમોને નેવે મૂકી મનફાવે તેમ ફી વસુલી રહ્યાં છે. NSUI ગુજરાત સરકાર અને FRCનું આવું તાનાશાહી વલણ નહીં ચલાવી લે અને તાત્કાલિક ધોરણે આ તમામ મુદ્દે સકારાત્મક નિર્ણય લેવામાં નહીં આવે તો એનએસયુઆઈ સ્કૂલ સંચાલકો અને સરકાર વિરુદ્ધ ગાંધીચીંધ્યા માર્ગે વાલીઓ અને વિદ્યાર્થીઓને ન્યાય અપાવવા આંદોલન કરશે તેવી ચીમકી (NSUI Protest School Fee Hike ) ઉચ્ચારી છે.
આ પણ વાંચોઃ વડોદરા: એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓના પ્રશ્નોને લઈને NSUI દ્વારા કરાયું વિરોધ પ્રદર્શન
આંદોલનની એનએસયુઆઈની ચીમકી
NSUI અગ્રણી આસિફ પવારે જણાવ્યું હતું કે કોરોના કાળમાં સરકારે જાહેરાત કરી કે સ્કૂલ ફીમાં 25 ટકાની સરકાર રાહત આપશે. એ અમલમાં લાવવાની જગ્યાએ સરકાર આજે એફઆરસીને એવી મંજૂરી આપી કે 10 ટકા ફીમાં (FRC Fee Hike) વધારો કરી દીધો છે. એનએસયુઆઈની સ્પષ્ટ માગ છે કે સરકારે જે 25 ટકા ફી માફી કરી હતી તે ફરીથી અમલમાં લઈ આવે. જે દસ ટકા ફી માં વધારો કરવામાં આવ્યો છે તે તાત્કાલિક ધોરણે રદ કરવામાં આવે. એનએસયુઆઇ દ્વારા જિલ્લા શિક્ષણ કચેરી ઓફિસે આવેદનપત્ર (Vadodara NSUI Memorandum to the Collector)આપવામાં આવ્યું છે કે સરકારે કોરોનાકાળની અંદર જે જાહેરાત કરી કે 25 ટકા ફી માફી આપશે તેની જગ્યાએ સરકારે એફઆરસીને નવી મંજૂરી આપી દસ ટકા ફી માં વધારો કરવામાં આવ્યો છે. ફી માફીની જગ્યાએ વધારો કર્યો એનો એનએસયુઆઈનો સખત વિરોધ છે અને માંગણી છે કે ફી વધારો તાત્કાલિક ધોરણે રદ કરવામાં આવે. NSUI જરૂર પડશે તો આખા શહેર જ નહીં સમગ્ર ગુજરાતની અંદર ઉગ્રમાં ઉગ્ર (NSUI Protest School Fee Hike ) આંદોલન કરશે.
આ પણ વાંચોઃ વડોદરા એનએસયુઆઈ દ્વારા પ્રિયંકા ગાંધીની અટકાયત મામલે વિરોધ પ્રદર્શન