ETV Bharat / city

ડાયરીમાં બંધ રહસ્ય ખુલ્યું: દિવાળીની વહેલી સવારે ટ્રેનમાં મળેલ મૃતક યુવતી સાથે વડોદરામાં 2 લોકોએ આચર્યુ હતું દુષ્કર્મ - Mystery unveiled in diary

દિવાળીના દિવસે વહેલી સવારે વલસાડ રેલવે સ્ટેશન (valsad railway station) પર ગુજરાત ક્વીનના ડી-12 કોચમાં ગળે ફાંસો ખાધેલી યુવતિનો મૃતદેહ મળી આવ્યો હતો. જે અંગે કોચ સફાઇ કામદારને જાણ થતા તેણે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. આ અંગે તપાસ કરતા પોલીસની એક ટીમને તેણે લખેલી ડાયરી (Mystery unveiled in diary) હાથ લાગી હતી. જેમાં આત્મહત્યાના 2 દિવસ પૂર્વે વડોદરા (vadodara rape suicide case)ના 2 રિક્ષાચાલક યુવકે તેનું અપહરણ કર્યું હતું. ત્યાર બાદ વેક્સિન ગ્રાઉન્ડમાં યુવતી સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું હતું.

ડાયરીમાં બંધ રહસ્ય ખુલ્યું: દિવાળીની વહેલી સવારે ટ્રેનમાં મળેલ મૃતક યુવતી સાથે વડોદરામાં 2 લોકોએ આચર્યુ હતું દુષ્કર્મ

author img

By

Published : Nov 13, 2021, 5:03 PM IST

  • યુવતી આત્મહત્યા કેસમાં ડાયરીમાં બંધ રહસ્ય ખુલ્યું
  • દિવાળીની વહેલી સવારે ટ્રેનમાં મળેલ મૃતક યુવતી 2 લોકોએ આચર્યુ હતું દુષ્કર્મ
  • દુપટ્ટાથી ગળે ફાંસો ખાઈ મળી આવી હતી લાશ

વડોડરા: 4 નવેમ્બરની વહેલી સવારે વલસાડ રેલવે સ્ટેશન (valsad railway station) પર ટ્રેનની સફાઈ કરતા સફાઈ કામદારને ગુજરાત કવીન ટ્રેનમાંથી એક યુવતીની ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી હતી. સફાઈ કામદારે તાત્કાલિક વલસાડ સ્ટેશન માસ્ટર અને GRPની ટીમને બનાવની જાણ કરી હતી. જાણ થતા જ વલસાડ GRPની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ચેક કરતાં યુવતી પાસે ટિકિટ કે પાસ મળી આવ્યો ન હતો. જો કે, યુવતી પાસે મળી આવેલા ફોન પરથી નવસારી રહેતા યુવતીના પરિવારનો સંપર્ક કરવામાં આવ્યો હતો.

ડાયરીમાં બંધ રહસ્ય ખુલ્યું: દિવાળીની વહેલી સવારે ટ્રેનમાં મળેલ મૃતક યુવતી સાથે વડોદરામાં 2 લોકોએ આચર્યુ હતું દુષ્કર્મ

GRPની ટીમને એક ડાયરી મળી આવી

ઘટના અંગે GRPની ટીમે નોંધ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. ઘટનાની ઝીણવટભરી રીતે તપાસ કરતાં યુવતીના રૂમમાંથી GRPની ટીમને એક ડાયરી (Mystery unveiled in diary ) મળી આવી હતી. આ ડાયરીમાં યુવતીએ તેની આપવીતી જણાવી હતી. એમાં ધનતેરસના દિવસે યુવતી એન.જી.ઓ.માં ફેલોશિપ કરીને રૂમ પર પરત ફરી રહી હતી, ત્યારે 2 લોકોએ રીક્ષામાં તેનું અપહરણ કરી લીધી હતું. બાદમાં તેને વડોદરા વેક્સિન કોલેજ ગ્રાઉન્ડમાં અવાવરૂ જગ્યામાં લઈ જઈ તેના પર દુષ્કર્મ (vadodara rape suicide case) આચર્યું હોવાનું ડાયરીમાં નોંધ હતી. જેને ધ્યાને રાખીને તપાસ લંબાવવામાં આવી હતી.

છેવટે તેણે આત્મહત્યા કર્યો

સમગ્ર ઘટનામાં ઘટના સ્થળેથી પસાર થતી એક બસના ડ્રાયવર યુવતીને ઘર સુધી લઈ જવામાં મદદરૂપ થયા હતા. જે અંગેની નોંધ ડાયરીમાં મળી આવતાં GRPની ટીમે વડોદરાના ગૌત્રી પોલીસની મદદ મેળવી આગળની તપાસ હાથ ધરી છે. એન.જી.ઓ.ના માધ્યમથી લોકોને જીવન જીવવાની પ્રેરણા આપનારી યુવતી સાથે સામૂહિક દુષ્કર્મ ગુજારવામાં આવતાં તેની હિંમત તૂટી ગઈ હતી. યુવતીએ તેના પરિવારને કહેવાની હિંમત પણ દાખવી હશે, પરંતુ તેમની સાથે વાત થાય એમ ન હોવાથી છેવટે તેણે આત્મહત્યા કરી હોવાની શક્યતા છે.

દુપટ્ટાથી ગળે ફાંસો ખાઈ લીધો

નવસારીમાં રહેતી 18 વર્ષીય યુવતિ વડોદરામાં પ્રથમ વર્ષમાં કોલેજ કરતી હતી અને સાથે એક સામાજિક સંસ્થામાં ફેલોશિપ કરતી હતી. તે થોડા દિવસ અગાઉ વડોદરાથી નવસારી તેના ઘરે રહેવા માટે આવી હતી. તેણે તેની માતાને જણાવ્યું હતું કે, સંસ્થાના કામ અર્થે મરોલી ખાતે રહેતા એક શિક્ષકને મળવા જવાનું જણાવી ઘરેથી નીકળી હતી. એક દિવસ ત્યાં રોકાયા બાદ પરત આવી જવાનું કહ્યું હતું અને બીજા દિવસે યુવતિએ ગુજરાત કવીન ટ્રેનના D-12 નંબરના કોચમાં સમાન મૂકવાની જગ્યાએ દુપટ્ટાથી ગળે ફાંસો ખાઈ લીધો હતો. ગુજરાત કવીન મોડી રાત્રે 12:30 વાગ્યાના સુમારે આવી હોવાથી ટ્રેન રાત્રે વલસાડ રેલવે સ્ટેશન પર ખાલી થઇ ગઈ હતી અને ત્યાર બાદ ટ્રેનમાં સફાઈ કરવા માટે ગયેલા સફાઈ કામદારોએ યુવતીને ગળાફાંસો ખાધેલી હાલતમાં જોતાં તાત્કાલિક આ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી.

આ પણ વાંચો: સુરતની પોક્સો કોર્ટે રચ્યો ઇતિહાસ: 5 દિવસમાં દુષ્કર્મના આરોપીને સંભળાવી સજા

આ પણ વાંચો: ધાડપાડુઓ સામે GUJCTOC હેઠળ પ્રથમ ગુનો નોંધાયો, કોર્ટે ખજૂરિયા ગેંગના 3 આરોપીઓના 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.