ETV Bharat / city

વડોદરામાં પ્લાઝમા ડોનેટ કરવા 50થી વધુ પોલીસકર્મીએ રજિસ્ટ્રેશન કરાવ્યું - પ્લાઝમા ડોનેટ રજિસ્ટ્રેશન

કોરોનાના કપરા કાળમાં પણ પોલીસ કર્મચારીઓ જીવને હાથમાં મુકીને લોકોની સેવા અને રક્ષા કરી રહ્યા છે. ત્યારે હવે ફરી એક વાર પોલીસ કોરોનાના દર્દીઓના જીવ બચાવવા આગળ આવી છે. વડોદરામાં કોરોનાના દર્દીઓને મદદરૂપ થવા માટે પોલીસ કર્મચારીઓ પ્લાઝમા ડોનેટ કરી રહ્યા છે. આ માટે 50 પોલીસ કર્મચારીએ સયાજી હોસ્પિટલમાં રજિસ્ટ્રેશન કરાવ્યું છે.

author img

By

Published : Apr 24, 2021, 4:05 PM IST

  • કોરોના દર્દીઓના જીવ બચાવવા વડોદરા શહેર પોલીસ વિભાગ આગળ આવ્યું
  • પોલીસ કમિશનરે સયાજી હોસ્પિટલની બ્લડ બેન્કને સહાય કરી
  • 50 પોલીસ કર્મચારીઓએ પ્લાઝ્મા ડોનેટ કરવા રજિસ્ટ્રેશન કરાવ્યું

વડોદરાઃ કોરોનાના કેસ વધવાના કારણે કોરોનાથી મૃત્યુ પામતા લોકોની સંખ્યા વધી રહી છે. ત્યારે પોલીસ કર્મચારીઓ હવે કોરોનાના દર્દીઓને વ્હારે આવ્યા છે. વડોદરામાં કોરોનાના કેસ દરરોજ 500થી વધુ આવી રહ્યા છે. દર્દીઓને ઓક્સિજનની સાથે સાથે પ્લાઝ્માની પણ જરૂરિયાત પડે છે. તેવામાં પોલીસ કર્મચારીઓએ કોરોનાના દર્દીઓના જીવ બચાવવા માટે પ્લાઝમા ડોનેટ કરવાનો નિર્ણય કર્યો છે.

આ પણ વાંચોઃ 100 દિવસની લાંબી સારવાર બાદ કોરોનામુક્ત થયેલા કોરોના વોરિયર ડૉ.સંકેત મહેતાએ પ્લાઝમા દાન કર્યું

પોલીસ કોરોનાના દર્દીઓના જીવ બચાવવામાં મદદ કરશે

કોરોનાના દર્દીઓનો જીવ બચાવવા માટે પોલીસ પ્લાઝમા ડોનેટ કરશે. આ અંગે શહેર પોલીસ કમિશનર ડો. શમશેર સિંહે સયાજી હોસ્પિટલની બ્લડ બેન્કને સહાય કરી છે. પ્લાઝમા ડોનેટ કરવા 50થી વધુ પોલીસ કર્મચારીઓએ હોસ્પિટલમાં નોંધણી કરાવી છે.

આ પણ વાંચોઃ સુરતમાં 11 દિવસની કોરોનાગ્રસ્ત બાળકીની સારવાર માટે પૂર્વ મેયરે પ્લાઝમા ડોનેટ કર્યા

પ્લાઝ્મા ડોનેટ કરનારા વ્યક્તિ બીજાનો જીવ બચાવી શકે છે

પ્લાઝમા ડોનેટ કરવા માગતા પોલીસ કર્મચારીના આરોગ્યની ચકાસણી કરવામાં આવશે. ત્યારબાદ તેમને પ્લાઝમા ડોનેટ કરવા બોલાવવામાં આવશે. સયાજી હોસ્પિટલના બ્લડ બેન્કના હેડ આશા વસાવાએ જણાવ્યું હતું કે, કોરોના મહામારીની અંદર શહેર પોલીસ કમિશનર દ્વારા સહાય કરવામાં આવી છે. આજે 50 પોલીસ કર્મચારીઓએ પ્લાઝ્મા ડોનેટ કરવા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે, જેઓનું ફિટનેસ ચેક કર્યા બાદ બોલાવવામાં આવશે. આ સાથે જે લોકો કોરોના સંક્રમિત થયા છે અને 28 દિવસ ઉપર થઈ ગયા હોય તેવા વ્યક્તિઓ પ્લાઝ્મા ડોનેટ કરી શકે છે. જે કોઈએ પ્લાઝ્મા ડોનેટ કરવા હોઈ તે આવી શકે છે.જેથી કોઈ વ્યક્તિનો જીવ બચી શકે તેમ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.