- સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે લખ્યો શિક્ષણપ્રધાનને પત્ર
- ગાંધીનગર જઇ ભુપેન્દ્રસિંહ ચુડાસમાને કરી રજૂઆત
- શિક્ષણ બાબતે પોતાના મંતવ્ય પત્ર લખી કરી રજૂઆત
- બાળકો ઓછા હોવાથી શાળાઓ મર્જ કરવાનો સરકારનો નિર્ણય
વડોદરા: સાવલીના ધારાસભ્ય (MLA) કેતન ઇનામદારે સરકાર દ્વારા જે ગામડાની શાળા નજીકની શાળાઓ સાથે મર્જ કરવાનો નિર્ણય આપવામાં આવ્યો છે તે મર્જ ન કરવા ભલામણ કરી હતી.
શાળાઓ મર્જ ન કરવા સાવલીના ધારાસભ્યનો પત્ર
કોરોના કાળમાં સરકાર દ્રારા શાળાઓમાં ઓછા બાળકો હોવાને કારણે ગામડાની શાળા નજીકની શાળાઓ સાથે મર્જ કરવાનો નિર્ણય આપવામાં આવ્યો છે. પરંતુ જે શાળાઓ મર્જ કરવાની હોય છે તે ગામથી ઘણી દૂર છે. તેથી ગામ બહાર વાલીઓ માટે બાળકોને શિક્ષણ માટે મોકલવા શક્ય નથી. બાળકો અભ્યાસથી વંચિત રહે તેમ છે. તેથી સાવલીના ધારાસભ્ય (MLA) કેતન ઈનામદારે જે શાળાઓ પાસે પોતાનું બિલ્ડિંગ છે તે શાળાઓને બંધ ન કરી શાળામાં બાળકોને શરૂ શિક્ષણ મળી રહે તે રીતે આયોજન કરવા ભલામણ કરી હતી.