- વડોદરામાં અન્ય શહેરની સરખામણીએ બેડ, વેન્ટીલેટર સહિતની સુવિધાઓ પર્યાપ્ત માત્રામાં
- નજીકના ભવિષ્યમાં ઓક્સિજન મેળવવા અંગે ઉભો થઇ શકે છે પડકાર
- પ્રતિદીન 160 મેટ્રીક ટન ઓક્સિજનની ફાળવણી કરવામાં આવે છે
વડોદરા: કોરોનાની મહામારી સમયે વડોદરામાં આસપાસના તાલુકાઓમાંથી લોકો સારવાર અર્થે આવે છે. રાજ્યના અન્ય શહેર અમદાવાદ અને સુરતની સરખામણીએ વડોદરા પાસે કોરોના સામેની લડાઇમાં વધારે બેડ, વેન્ટીલેટર અને આઇસોલેશનની વ્યવસ્થા ઉપલબ્ધ છે. તમામ સુવિધાઓ વચ્ચે વડોદરા સામે ઑક્સિજનનો પુરવઠો નિયમીત અને જરૂરી માત્રામાં મેળવવા માટેનો પડકાર સામે આવ્યો છે.
જિલ્લાની સ્થિતિ અંગે યોજાઇ સમિક્ષા બેઠક
રાજ્ય કક્ષાના પ્રધાન યોગેશ પટેલે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે ઑક્સિજનના અભાવે કોઇનું મૃત્યુ ન થાય તે માટે મીટિંગ યોજાઇ હતી. ગોત્રી, એસએસજી હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલ મળીને વડોદરામાં પ્રતિદીન 160 મેટ્રિક ટન ઑક્સિજનની જરૂરીયાત છે અને આ ઑક્સિજનની માંગ વધી રહી છે. મીટિંગમાં ખાનગી હોસ્પિટલોમાં જમતી વખતે અથવા લિકેજ જેવા કારણોથી ઑક્સિજનનો થતો વેડફાટ બચાવવા માટે ખાનગી હોસ્પિટલના સંચાલક સાથે વહીવટી તંત્ર મીટિંગ કરશે તથા નવા કોવિડ કેર સેન્ટરને સરકાર તરફથી ઑક્સિજનનો જથ્થો પુરો પાડવામાં નહીં આવે.
વધુ વાંચો: ઓક્સિજનની અછત સર્જાતા નમો કોવિડ હોસ્પિટલ 96 કલાકમાં જ બંધ થઇ
સરકારે કરી હતી સમયસર સહાય
યોગેશ પટેલે વધુમાં ઉમેર્યું હતું કે 15 માર્ચે વડોદરામાં સૌથી વધારે કોરોનાના દર્દીઓ સારવાર લઇ રહ્યા હતા. તે અંગે મુખ્યપ્રધાનને રજૂઆત કરવામાં આવી હતી અને ત્યારબાદ તેઓએ સહાયતા કરી હતી. આવતીકાલે ઑક્સિજનની માંગ મામલે ચૂંટાયેલા પ્રતિનીધીઓનું મંડળ મુખ્યપ્રધાનને રજૂઆત કરશે. વડોદરા માટે મોકલાતા ઑક્સિજનના જથ્થાને અન્યત્રે મોકલી આપવા મામલે યોગેશ પટેલે ગોળ ગોળ જવાબ આપ્યા હતા. વડોદરાની હાલની જરૂરિયાત પ્રમાણે જથ્થો મળશે તેમ તો રાજ્ય કક્ષાના પ્રધાને જણાવ્યું હતું