- ઘડિયાળી પોળ ખાતે યોજાતા પુરુષોના ગરબા આ વર્ષે નહીં યોજાઈ
- કોરોના વાઈરસના કારણે લેવાયો નિર્ણય
- ઇતિહાસમાં પ્રથમ વખત અહીં પુરુષોના ગરબા નહીં યોજાઈ
વડોદરાઃ કોરોના મહામારીનું ગ્રહણ મોટાભાગના તહેવારોને લાગ્યું છે, ત્યારે હાલ નવરાત્રિ મહોત્સવનો પ્રારંભ થયો છે, પરંતુ રાજ્યમાં મોટાભાગના ગરબા આયોજકોએ આ વર્ષે કોરોનાના કારણે ગરબા નહી યોજવાની જાહેરાત કરી છે. જેથી શહેરમાં પ્રસિદ્ધ ઘડિયાળી પોળ ખાતે અંબાજી માતાના મંદિરે યોજાતા પુરુષોના ગરબા પણ નહીં યોજાય.
મંદિરોમાં દર્શન માટે સમયમાં ફેરફાર
વડોદરામાં માઇ મંદિરોમાં ભક્તોના દર્શન માટે પણ સમય રાખવામાં આવ્યો છે. સવારના 7 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધી અને સાંજે 5 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધી મંદિરો ભક્તો માટે ખુલ્લા રહેશે. તેમજ મંદિરના ટ્રસ્ટ દ્વારા કોરોનાને લઈને સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે રીતે ભક્તો દર્શન કરે તેવી પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
300થી 400 વર્ષથી યોજાતા પુરૂષોના ગરબા આ વર્ષે નહીં યોજાઈ
શહેરમાં ઘડિયાળી પોળ ખાતે આગવી ઓળખ ધરાવતા મા અંબા માતાજીના મંદિરના ચોકમાં થતાં પુરુષોના ગરબા યોજવામાં નહીં આવે. ગુજરાતના એક માત્ર પુરુષોના ગરબા 300થી 400 વર્ષ ઉપરાંતથી વડોદરાના માંડવી ખાતે આવેલા ઐતિહાસિક અંબે માતાના મંદિરે થાય છે. જો કે, આ વર્ષે કોરોનાના કારણે કારણે ઇતિહાસમાં પ્રથમ વખત અહીં પુરુષોના ગરબા યોજાશે નહીં. વડોદરામાં યોજાતા અંબાજી માતાના ચોકમાં માત્ર પુરુષો જ ગરબા રમતા હોય છે.