વડોદરા: શહેરમાં તહેવારો, મહત્વના બંદોબસ્ત, આંદોલન, કાયદો - વ્યવસ્થાની જવાબદારી હોય કે કોરોના જેવી મહામારી, દરેકમાં ખંતપૂર્વક સરાહનીય કામગીરી કરનાર પોલીસ અધિકારી અને કર્મચારીઓને બિરદાવવા અને તેમનું મનોબળ વધારવા રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા દ્વારા ચંદ્રક આપવાની પહેલ કરાઇ છે.
આ અંતર્ગત વડોદરા પોલીસ કમિશનર સહિત પાંચ પોલીસ અધિકારીને ચંદ્રક એનાયત કરવામાં આવ્યા છે.
જેમાં વડોદરા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, એચ ડિવીઝનના એસીપી ભરત રાઠોડ , કારેલીબાગ પીઆઈ આર.એ.જાડેજા , સિનિયર સિટીઝન સેલના મહિલા પીઆઈ જે. આર. સોલંકી અને ટ્રાફિકના હેડ કોન્સ્ટેબલ અનિશ પઠાણનો પણ સમાવેશ થાય છે.