વડોદરા: શ્રી સાંઇનાથ એજ્યુકેશન ટ્રસ્ટ (Shri Sainath Education Trust) અને પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે દ્વારા 108 દિવ્યાંગોના સમૂહ લગ્નોત્સવનું (Mass Wedding Of Handicap In Vadodara) આયોજન કરાયું હતું. વિરાંગના ઝાંસી રાણી મેદાનમાં 20 હજાર લોકોએ 54 નવયુગલોને આર્શિવાદ આપ્યા હતા. દિવ્યાંગોના લગ્નોત્સવમાં ભાજપના ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ મુખ્ય અતિથી તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો: મહાદેવ મંદિરે શીશ નમાવી ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ રાજકીય પ્રવાસના કર્યા શ્રી ગણેશ
108 દિવ્યાંગોના સમૂહ લગ્નોત્સવ : 108 દિવ્યાંગોના લગ્નમાં તેમના પરિવારના 2000 લોકો સાથે વડોદરા શહેરના 18 હજાર લોકો મળીને 20 હજાર જેટલા લોકોએ વિરાંગના ઝાંસી રાણી મેદાનમા નવયુગલોને આર્શિવાદ આપ્યા હતા. સુભાનપુરાથી પ્રસ્થાન થયેલા વરઘોડામાં કમલેશ બારોટ, દિવ્યા ઠાકોર અને અર્જુન ઠાકોરે લાઇવ ટીમલી ગાઇને લોકોને સંગીતના તાલે ડોલાવવા માટે મજબુર કર્યા હતા
સમૂહ લગ્ન : સી આર પાટીલએ કહ્યું કે, પેજ સમિતિના સભ્યોનો સમૂહ લગ્નના કાર્યક્રમ પાછળ મહત્વનો ફાળો પેજ સમિતિનો આ પ્રકારે ઉપયોગ થઈ શકે એ અમે રાજેશ ભાઈ પાસે શીખ્યા છે.
આ પણ વાંચો: કચ્છમાં સારો વરસાદ થાય તે માટે ઐતિહાસિક રામકુંડ ખાતે કરાઈ જળપૂજા અને દીપમાળા
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા : આ સાથે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના કલાકારો જેવા કે, બલવિંદર સિંહ (રોશન સોઢી), અંબિકા રંજનકર (કોમલ ભાભી) શરદ સાંકલા (અબ્દુલ) અને અઝહર શેખની (પિંકુ) ઉપસ્થિતિ આર્કષણનું કેન્દ્ર બન્યું હતું.