વડોદરા શહેર પોલીસમાં છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં રહેલા મકરપુરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરને સસ્પેન્ડ ( makarpura pi v n mahida suspend ) કરવામાં આવ્યા હતાં. મકરપુરા પોલીસ સ્ટેશનના અન્ય 6 પોલીસકર્મીઓને પણ સસ્પેન્ડ કરી દેવાયા હતાં. પીઆઈ વી એન મહિડા સહિત સાત પોલીસ કર્મચારીઓ દ્વારા જુગારના કેસમાં ગંભીર બેદરકારી અને નિષ્કાળજી દાખવી હોવાનું સામે આવતા કાર્યવાહી કરવામાં આવી હતી.
શું હતો વિવાદ મકરપુરા પોલીસ સ્ટેશમાં ગત 13 ઓગસ્ટ 2022ના રોજ એક જુગારનો ગુનો નોંધાયો હતો. જેમાં મકરપુરા પોલીસ સ્ટેશનના પીઆઈ વી એન મહિડા ( makarpura pi v n mahida suspend )અને અન્ય 6 પોલીસ કર્મચારીઓ દ્વારા આ ગુનાના એક આરોપીની અટકાયત કરવાના સ્થાને કોઈ પણ જાતની કાયદેસરની કાર્યવાહી કર્યા વગર છોડી મૂકવામાં આવ્યો હતો. આ મામલે તપાસ કરતાં પીઆઈ વી.એન. મહિડા દ્વારા આરોપીને છોડી મુકી ફરજમાં ગંભીર બેદરકારી અને નિષ્કાળજી દાખવેલ હોવાનું જાણવા મળ્યું હતું. જેથી શનિવારે આ કાર્યવાહી કરવામાં આવી હતી.
ચાર્જ પીઆઈ આર કે સોલંકીને સોપવામાં આવ્યો આ મામલે મકરપુરા પોલીસ સ્ટેશનના પીઆઈ વી એન મહિડાને ( makarpura pi v n mahida suspend )સસ્પેન્ડ કરાયા હતાં. પીઆઈ ઉપરાંત મકરપુરા પોલીસ સ્ટેશનના અન્ય 6 પોલીસકર્મીને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે આ તમામને મકરપુરા પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓને તાત્કાલીક અસરથી ફરજ મૌકુફ કરવામાં આવ્યા હતાં. ઉપરાંત એ.એસ.આઈ. રાજેન્દ્રસિંહ ગણપતસિંહ અને અ.હે.કો. તુલસીદાસ ભોગીલાલની પોલીસ મુખ્ય મથક પ્રતાપનગર ખાતે બદલી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું.. હાલમાં મકરપુરા પોલીસ સ્ટેશનનો ચાર્જ પીઆઈ આર.કે.સોલંકીને સોપવામાં આવ્યો છે.
પહેલાં પણ વિવાદમાં હતાં પોલીસ ઇન્સ્પેક્ટર વી.એન.મહિડા અગાઉ કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતાં. ત્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને ડેપ્યુટી મેયરની હાજરીમાં ગેરકાયદે દબાણોનો સર્વે કરવા ગયેલી ટીમ ઉપર હુમલાનો પ્રયાસ થયો હતો. જે બાદ માથાભારે તત્વો સામે પગલાં લેવામાં કાર્યવાહક પોલીસે ઢીલી નીતિ રાખતા વિવાદ થયો હતો. શહેર પોલીસ કમિશનર ડો.સમશેર સિંહે કારેલીબાગ પીઆઇની ટ્રાફિકમાં બદલી કરી હતી.
બુટલેગર પાસે રૂપિયા લેતા હોવાનો વિડીયો વાયરલ વડોદરા પોલીસના ઇતિહાસમાં પહેલીવાર આખા પોલીસ સ્ટેશનના સ્ટાફની સાગમટે બદલી પણ કરી હતી થોડા સમય પહેલા પીઆઇ મહિડાને મકરપુરા પોલીસ સ્ટેશનમાં મૂકવામાં આવ્યા હતાં. પરંતુ ત્યારબાદ પણ બે થી ત્રણ કિસ્સામાં વિવાદ થયો હતો. બે દિવસ પહેલા મકરપુરા પોલીસના બે જવાનો બુટલેગર પાસે રૂપિયા લેતા હોવાનો વિડીયો પણ વાયરલ થયો હતો. જ્યારે ગઈકાલે પીસીબીએ બુટલેગર પ્રવીણ લાલાને ત્યાં રેડ પાડી બે કાર તેમજ દારૂના જથ્થા સાથે 9 લાખની મતાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જેથી શહેર પોલીસ કમિશનરે પીઆઇને સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો છે.
સસ્પેન્ડ કરાયેલા પોલીસકર્મી સસ્પેન્ડ કરાયેલા પોલીસકર્મીઓમાં એ.એસ.આઈ રાજેન્દ્રસિંહ ગણપતસિંહ, અ.હે.કો તુલસીદાસ ભોગીલાલ, અ.હે.કો વિનોદભાઈ શંકરભાઈ, અ.પો.કો ઈશ્વરભાઈ ચંદુભાઈ, લોકરક્ષક જીતેશભાઈ માધાભાઈ અને લોકરક્ષક મનસુખભાઈ ભાણાભાઈનો સમાવેશ થાય છે.