- વડોદરામાં કોરોનાનો કહેર યથાવત
- દર્દીઓને ઘરનો ચા, નાસ્તો આપવા સંબંધીઓની લાંબી કતારો લાગી
- સયાજી હોસ્પિટલના કોવિડ સેન્ટરમાં 800 બેડની સુવિધા ઉપલબ્ધ કરવાઈ
વડોદરા: શહેરમાં હાહાકાર મચાવી રહેલા કોરોનાના કેસમાં દિન- પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. સયાજી હોસ્પિટલ અને ગોત્રી હોસ્પિટલના કોવિડ સેન્ટરમાં સારવાર લઈ રહેલા દર્દીઓને સવારે ઘરનો ચા, નાસ્તો આપવા માટે પણ દર્દીઓના સંબંધીઓની લાંબી કતારો લાગી હતી. સયાજી હોસ્પિટલમાં ચા, નાસ્તો આપવા માટે આવેલા રાકેશભાઈ કામળેએ જણાવ્યું હતું કે, મારા પિતા સાજા થઈને વહેલી તકે ઘરે આવી જાય તેવી હું ભગવાનને પ્રાર્થના કરું છું. પિતા અને પરિવારના ચાર સભ્યો કોરોનાગ્રસ્ત હોવાથી ગુડી પડવાથી શરુ થતાં નવા વર્ષની ઉજવણી પણ કરી નથી.
![સંબંધીઓની લાંબી કતારો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-vdr-01-longqueueoutsidessghospital-photo-gj10060_14042021110547_1404f_1618378547_54.jpg)
ગોત્રી કોવિડ હોસ્પિટલ પણ દર્દીઓથી હાઉસફૂલ થઇ ગઈ
અત્રે ઉલ્લેખનીય છે કે, મધ્ય ગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલના કોવિડ સેન્ટરમાં 800 બેડની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. પરંતુ હાલ 800 કેસમાંથી 796 દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. હોસ્પિટલના કોવિડ સેન્ટરમાં હવે નવા બેડ ઉભા કરવા શક્ય નથી. તે જ રીતે ગોત્રી કોવિડ હોસ્પિટલ પણ દર્દીઓથી હાઉસફૂલ થઇ ગઈ છે. આ હોસ્પિટલોમાં હવે નવા દર્દીઓ આવી રહ્યા નથી. હવે આ હોસ્પિટલમાથી સાજા થઇને દર્દીઓ જઇ રહ્યાં છે અથવા તો મૃતદેહો થઈ નીકળી રહ્યા છે.
![સંબંધીઓની લાંબી કતારો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-vdr-01-longqueueoutsidessghospital-photo-gj10060_14042021110547_1404f_1618378547_53.jpg)
આ પણ વાંચો : ગુજરાત કોરોના અપડેટઃ છેલ્લા 24 કલાકમાં નવા 6,690 કોરોનાના કેસ નોંધાયા
શહેરમાં કેસો વધતા શહેરીજનોમાં ફફડાટ ફેલાયો
વડોદરા શહેરમાં હાહાકાર મચાવી રહેલા કોરોનાના કેસ કેસોમાં દિન-પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. તે સાથે મૃત્યુ આકમા પણ વધારો થઈ રહ્યો છે. કોરોનાના વધી રહેલા કેસોના પગલે તંત્ર દ્વારા પણ નવા બેડ ઉભા કરવાની કામગીરી ચાલી રહી છે. શહેરમાં કેસો વધતા શહેરીજનોમાં ફફડાટ ફેલાયો છે.
![સંબંધીઓની લાંબી કતારો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-vdr-01-longqueueoutsidessghospital-photo-gj10060_14042021110547_1404f_1618378547_656.jpg)
આ પણ વાંચો : ભાવનગરમાં એક દિવસમાં કોરોના કેસની સંખ્યા 128 : કુલ 8047 કેસ
ગંભીર દર્દીને જ વડોદરા ખાતે સારવાર માટે લાવવામાં આવી રહ્યા છે
છેલ્લા એક સપ્તાહ ઉપરાંતથી કોરોના વડોદરાના સીમાડા ઓળંગીને ગામડાઓ તરફ જતાં, ગામડાઓમાં પણ હવે કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે, ત્યારે તંત્ર દ્વારા તાલુકા મથકો ઉપર આવેલી નાની, મોટી હોસ્પિટલોમાં કોવિડ સેન્ટરો શરૂ કરી દેવામાં આવ્યા છે. કોરોનાના ગંભીર દર્દીને જ વડોદરા ખાતે સારવાર માટે લાવવામાં આવી રહ્યા છે.
![સંબંધીઓની લાંબી કતારો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-vdr-01-longqueueoutsidessghospital-photo-gj10060_14042021110547_1404f_1618378547_355.jpg)