- રૂપાણી સરકારના પાંચ વર્ષની ઉજવણીનો ચોથો દિવસ
- વડોદરામાં નારી ગૌરવ દિવસે મહિલા ઉત્કર્ષલક્ષી વિવિધ કાર્યક્રમો
- રાજ્યની 10 લાખ મહિલાઓને1,000 કરોડનું વ્યાજ વગર ધીરાણની જાહેરાત
વડોદરા : રૂપાણી સરકારના પાંચ વર્ષની પૂર્ણ થતા ચોથી ઓગસ્ટએ નારી ગૌરવ દિવસે મુખ્યપ્રધાનએ રાજ્યમાં મહિલા ઉત્કર્ષલક્ષી વિવિધ યોજનાઓનો વડોદરાથી પ્રારંભ કરાવ્યો હતો. આ અવસરે મુખ્યપ્રધાન વિજય રૂપાણી( CM Vijay Rupani )એ મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના હેઠળ રાજ્યના 14,000 મહિલા ગ્રૃપોની (JLESG) એક લાખ મહિલાઓને 140 કરોડ રૂપિયાની વગર વ્યાજની લોનનું વિતરણ કરવા સાથે મહિલા અને બાળ વિકાસ વિભાગના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું.
આ પણ વાંચો: અમદાવાદમાં કોંગ્રેસે અન્ન અધિકાર આંદોલન યોજી ભાજપ સામે નોંધાવ્યો વિરોધ
નારી ગૌરવ દિનની ઉજવણી
મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલના નેતૃત્વની રાજ્ય સરકારના સુશાસનના પાંચ વર્ષ પૂર્ણ થવા પર ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉજવણીના ચોથા દિવસ સરકાર દ્વારા નારી ગૌરવ દિન તરીકે ઉજવવમાં આવી રહ્યો છે. વડોદરા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું કે, સમાજના દરેક વર્ગને ધ્યાનમાં રાખીને ગુજરાતમાં એક નવું જ વિકાસ વિશ્વ આપણે સર્જ્યું છે. નારીશક્તિના આશીર્વાદથી આપણી સરકાર શાસનના પાંચ વર્ષ પૂરા કરી રહી છે. પાંચ વર્ષ પુરા થવાનો આ પ્રસંગ એ સરકાર માટે કોઈ ઉજવણીનો પ્રસંગ નથી, પરંતુ જનસેવાના કાર્યોનો સેવાયજ્ઞ છે.
જે કહેવું તે કરવું અને જેટલું કરી શકીએ તેટલું જ કહેવું : મુખ્યપ્રધાન
મુખ્યપ્રધાનએ વધુમાં જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના હેઠળ ડિસેમ્બર – 2022 પહેલા રાજ્યની 10 લાખ મહિલાઓને તેમાં 1000 કરોડનું વિના વ્યાજનું ધીરાણ આપવામાં આવશે. આ 9 દિવસીય સેવાયજ્ઞમાં રાજ્યમાં 18 હજાર કાર્યક્રમો થકી 15,000 કરોડના કામો સરકાર સામે ચાલીને લોકોને અર્પણ કરી રહી છે. મુખ્યપ્રધાન રૂપાણીએ આ ઉજવણીનો વિરોધ કરનારા લોકોને આડે હાથે લેતા કહ્યું કે, અમે આંબા-આંબલી બતાવનારા લોકો નથી. પરંતુ ‘જે કહેવું તે કરવું અને જેટલું કરી શકીએ તેટલું જ કહેવું’ એ અમારા સંસ્કાર છે.
મહિલાઓ પુરૂષ સમોવડી નહીં, પરંતુ ઉપર છે
આ ઉપરાંત મુખ્યપ્રધાને કહ્યું કે, મહિલા પુરુષ સમોવડી નહીં, પરંતુ હવે ગુજરાતની મહિલા પુરુષ કરતાં પણ વધુ શક્તિશાળી બની વિવિધ ક્ષેત્રમાં સમાન તકો મેળવી છે. રાજ્ય સરકારની લોકોપયોગી, જનહિતકારી અને પ્રજાલક્ષી યોજનાઓ અને કાર્યક્રમો નારી ગૌરવને સમર્પિત છે. રાજ્ય સરકારે મહિલાઓને સમાન હક્કો અને સમાન દરજ્જો અપ્યા છે.
આ પણ વાંચો: "પાંચ વર્ષ નારી ગૌરવના'' : રાજ્ય સરકાર મહિલાના હિતમાં કરશે મહત્વની જાહેરાત...
મહિલાઓને આપવામાં આવી સહાય
મહિલાઓ વિના વ્યાજે બેંકમાંથી લોન-ધિરાણ મેળવે તેવી આ દેશની પ્રથમ યોજના છે. મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાએ જોઇન્ટ લાયેબિલીટી અર્નિગ એન્ડ સેવિંગ ગૃપના આખી દુનિયાના નવતર કોન્સેપ્ટ સાથે સુસંગત ઐતિહાસિક પહેલ છે. બાંગ્લાદેશના મહોમ્મદ યુનુસે આપેલામાઇક્રો ફાયનાન્સના ખ્યાલ કરતા પણ વધુ સારી રીતે આ યોજનાને બનાવવામાં આવે છે. જે અન્ય રાજ્યો માટે પણ પ્રેરણારૂપ છે. આ યોજના મહિલાઓને પગભેર કરવાના લક્ષ્ય સાથે શરૂ કરી છે. ગંગા સ્વરૂપા વિધવા સહાય યોજનાના લાભાર્થીઓ, મહિલા ઉત્કર્ષ યોજનાના મંડળોને સહાય અને લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાથે મહિલા ઉત્કર્ષ યોજનાની પુસ્તિકાનું વિમોચન કરવામાં આવ્યું હતું.
અનેક લોકો રહ્યા ઉપસ્થિત
આ વડોદરાના કાર્યક્રમમાં પ્રસંગે મુખ્ય સચિવ અનિલ મૂકીમ, મુખ્યપ્રધાનના મુખ્ય અગ્રસચિવ કે. કૈલાસનાથન, અગ્રણી ભાર્ગવ ભટ્ટ, ડો. વિજય શાહ, પૂર્વ મેયર ભરત ડાંગર, પદાધિકારીઓ, સચિવ કે. કે. નિરાલા, મ્યુનિ. કમિશ્નર મતી શાલિની અગ્રવાલ, કલેક્ટર આર.બી. બારડ, જિલ્લા વિકાસ અધિકારી ડો.રાજેન્દ્ર પટેલ, જી.એલ.પી.સીના એમ.ડી. કે. સી. સંપટ, નગર સેવકો સહિત મહિલાઓ અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.