ETV Bharat / city

વડોદરા સાવલી સેવા સદનમાં કોરોના ગાઈડલાઇનનો અભાવ - baroda daily updates

બેઠક વ્યવસ્થા, ગંદકીવાળા ટોયલેટ પીવાના પાણી, પ્રવેશ દ્વાર પાસે મુકાતાં સેનેટાઈઝર સ્ટેન્ડ પણ ન હતા. કોરોનાથી સલામતી માટે સરકારે જાહેર કરેલી ગાઈડલાઈનનું પાલન અરજદારોના સોશિયલ ડિસ્ટનસિંગનું પાલન અને માસ્ક વગરના અરજદારો અને કર્મચારી પણ જોવા મળ્યા હતા.

વડોદરા
વડોદરા
author img

By

Published : Jun 16, 2021, 10:52 AM IST

  • તાલુકા સેવા સદનમાં ગામડેથી આવતા અરજદારો માટે પ્રાથમિક સુવિધાનો અભાવ
  • અરજદારોના સોશિયલ ડિસ્ટન્સ સાથે માસ્ક વગર કર્મચારી જોવા મળ્યા
  • વડોદરા સાવલીમાં આવેલા સાવલી તાલુકા સેવા સદનમાં કોરોના ગાઈડલાઈનના પાલનનો અભાવ

વડોદરા: કોરોનાનો કહેર શાંત થતાં રાજ્ય સરકારના નિર્ણયથી તમામ સરકારી કચેરીઓ 100 ટકા કર્મચારીઓની હાજરી સાથે અરજદારોના પડતર કામોના નિકાલની કામગીરીની શરૂઆત થઇ ગઈ છે. ત્યારે સાવલીમાં તાલુકા સેવા સદન ખાતે આવેલી મામલતદાર, પ્રાંત, સહિતની કચેરીઓમાં પણ કામકાજની શરૂઆત થતાં ઘણાં સમયથી રાહ જોતાં અરજદારોની ભીડ પોતાની ઓનલાઈન અરજીઓ માટે ઉમટી પડી હતી. સાવલીથી 3 કિલોમીટરના અંતરે આવેલા તાલુકા સેવા સદનમાં ગામડેથી આવતાં અરજદારો માટે પ્રાથમિક સુવિધાનો અભાવ જોવા મળ્યો હતો.

સો ટકા કર્મચારીની હાજરી સાથે અરજદારોના પડતર કામોના નિકાલ માટેની શરૂઆત

કોરોના મહામારીની બીજી અને જીવલેણ લહેર શાંત પડતાં સંભવિત ત્રીજી લહેરની આગાહી વચ્ચે સરકારી કચેરીઓના અરજદારોના અટવાઈ પડેલા કામોના નિકાલ માટે રાજ્ય સરકારે કોરોના સામે સલામતીના પગલાં માટે જાહેર કરાયેલી ગાઈડલાઈનના પાલન સાથે ગુજરાતની તમામ સરકારી કચેરીઓ સો ટકા કર્મચારી સ્ટાફ સાથે શરૂ કરવા નિર્ણય બાદ વડોદરા જિલ્લાના સાવલીમાં સાવલીથી આશરે ત્રણ કિલોમીટર દૂર આવેલા તાલુકા સેવા સદન સ્થિત મામલતદાર, પ્રાંત, સહિતની કચેરી જનસેવાકેન્દ્રમાં પણ સો ટકા કર્મચારીની હાજરી સાથે અરજદારોના પડતર કામોના નિકાલ માટેની શરૂઆત કરાઈ છે.

આ પણ વાંચો: વિસનગરમાં DSPની હાજરીમાં કોરોના ગાઈડલાઈનનો ભંગ છતાં કોઈ કાર્યવાહી નહીં

કોરોના ગાઈડલાઈનના લીરેલીરા ઉડતાં જોવા મળ્યા

તાલુકાના ગામોમાંથી અરજદારો તાલુકા સેવા સદનમાં પુરુષો, મહિલાઓ બાળકો સાથે ઉમટી પડ્યા હતા. ગામડેથી આવતાં અરજદારો માટે પ્રાથમિક સુવિધા બેઠક વ્યવસ્થા, ટોયલેટ અને પીવાના પાણીની વ્યવસ્થાનો અભાવ જોવા મળ્યો. સાથે કોરોના મહામારી સામે સાવચેતીના પગલાં માટે સરકારએ જાહેર કરેલી કોરોના ગાઈડલાઈનના લીરેલીરા ઉડતાં જોવા મળ્યા હતા. અરજદારો તો ઠીક પણ કર્મચારી પણ માસ્ક વગર અને નાયબ મામલતદારની કેબીન સહિતની કચેરીમાં સોશિયલ ડિસ્ટનસિંગનું પાલન જોવા મળ્યું ન હતુ. કોરોના મહામારીની ત્રીજી લહેર સામે વહીવટી તંત્ર સજાગ બની રક્ષણની તૈયારીઓ કરી રહ્યું હોય તેવા સમયમાં સાવલી તાલુકા સેવા સદનમાં કેબીનમાં બેઠેલા અધિકારીઓ સામે જ પાલન થઈ રહ્યું નથી જે ગંભીર બાબત છે. આ બાબતે મામલતદારનો સંપર્ક કરતાં કંઈ પણ કહેવાનું ટાળ્યું હતુ.

આ પણ વાંચો: જામનગર: બાલા હનુમાન મંદિર ખુલ્યું, મંદિરમાં કોવિડ ગાઈડલાઈન પ્રમાણે અપાશે પ્રવેશ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.