ETV Bharat / state

થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર પર દીવ જવાનો છે પ્લાન, તો દીવના આ 10 સ્થળ જોવાનું બિલ્કુલ ન ભૂલતા - DIU

દીવ એ એક એવું પર્યટન સ્થળ છે, જ્યાં ન માત્ર સૌરાષ્ટ્ર પરંતુ ગુજરાત સહિત દેશ અને વિદેશમાંથી પણ સહેલાણીઓ ફરવા આવવાનું પસંદ કરે છે.

ગુજરાતનું ગોવા ગણાય છે દીવ
ગુજરાતનું ગોવા ગણાય છે દીવ (diu.gov.in)
author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 23, 2024, 7:39 PM IST

Updated : Dec 24, 2024, 3:52 PM IST

હૈદરાબાદ: દીવ એટલે ગુજરાતનું ગોવા... ભારત દેશના સાત કેન્દ્ર શાસિત પ્રદેશમાંથી એક છે દિવ, જ્યાં દર વર્ષે લાખોની સંખ્યામાં સહેલાણીઓ આવે છે. ગુજરાતીઓનું આ માનીતુ હોલિડે ડેસ્ટીનેશન છે, અહીં ન માત્ર ગુજરાત પરંતુ દેશ અને વિદેશ માંથી પણ સહેલાણીઓ આવે છે. દિવની સાચી ખુબસુરતી તેનો નિર્મળ અને રમણીય દરિયા કિનારો છે, જે દેશ-વિદેશના સહેલાણીઓને પોતાની તરફ આકર્ષે છે. આ ઉપરાંત નાતાલ અને થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની ઉજવણીને લઈને પણ દીવ સહેલાણીઓથી ઉભરાઈ જાય છે.

દીવમાં અસંખ્ય ફરવા લાયક સુંદર સ્થળ

આ ઉપરાંત સનસેટ પોઈન્ટ, ઐતિહાસિક કિલ્લાઓ, જુનવાણી ચર્ચ અને બીજી ઘણી બધી નવી સુવિધાઓ દીવમાં વિકસાવાઈ છે, તેથી દિવસેને દિવસે અહીં પ્રવાસીઓની સંખ્યાં વધતી જાય છે. એમાં પણ ડ્રિન્કના શોખીનો માટે તો દીવ જન્નત સમાન છે. દીવમાં ઘણા બધા કાફે, રેસ્ટોરેન્ટ, હોટલ્સ અને બીયરબાર આવેલા છે. તેથી અહીં આતંરરાષ્ટ્રીય સહેલાણીઓ પણ અહીં સૌથી વધુ સમય વિતાવવા અને ફરવા માટે આવે છે.

સૌ કોઈને આકર્ષતો દીવનો દરિયા કિનારો (પ્રતિકાત્મક તસ્વીર)
સૌ કોઈને આકર્ષતો દીવનો દરિયા કિનારો (પ્રતિકાત્મક તસ્વીર) (Pexels)

અહીં એકથી એક ચડિયાતા અસંખ્ય ફરવા લાયક સ્થળો આવેલા છે. જોકે, અહીંના મુખ્ય બીચ જેમ કે, નાગોઆ બીચ, ઘોઘલા બીચ અને જલંદર બીચ, ગોમતીમાતા બીચ, ચક્રતીર્થ બીચ, વગેરે છે. દીવના આ બીચ પર પેરાસેલિંગ, સન બાથિંગ, સ્વિમિંગની જબરદસ્ત મજા માણી શકાય છે. આજે અમે આપને દીવના ખુબજ પ્રસિદ્ધ એવા 10 સ્થળો વિશે જણાવવા જઈ રહ્યા છે જ્યાં આપને ફરવું અને સમય વિતાવવો ખુબ જ ગમશે.

દીવનો રમણીય દરિયા કિનારો
દીવનો રમણીય દરિયા કિનારો (diu.gov.in)

1. નાગોઆ બીચ

દીવના સૌથી સુંદર બીચમાં નાગોઆ બીચ સૌથી અગ્રેસર છે, અહીં મોટી સંખ્યામાં સહેલાણીઓ આવે છે, અહીં સ્વીમિંગની સાથે-સાથે વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી કરી શકાય છે, ફેમિલી અને મિત્રો સાથે અહીં ક્વોલિટી ટાઈમ પસાર કરવાની એક અનોખી મજા છે. દરિયાનું શાંત અને નિર્મળ પાણી સૌ કોઈને એક અલગ ઉષ્માનો અનુભવ કરાવે છે. દીવના બસ સ્ટેશનથી નાગોઆ બીચ માત્ર 8 કિલોમીટરના અંતરે આવેલો છે.

ઘોઘલા બીચ
ઘોઘલા બીચ (diu.gov.in)

2. ઘોઘલા બીચ

દીવના શહેરી વિસ્તારથી આશરે 15 કિલોમીટરના અંતરે ઘોઘલા ગામ આવેલું છે, અહીનો ઘોઘલા બીચ પ્રવાસીઓ માટે હંમેશાથી એક મનમોહક સ્થળ રહ્યું છે. અહીં સુંદર મજાના સનસેટને જોવાની પણ એક અનોખી મજા છે.

જલંધર બીચનો મનમોહક નજારો
જલંધર બીચનો મનમોહક નજારો (diu.gov.in)

3. જલંદર બીચ

સુર્યના કિરણો જ્યારે જલંદર બીચના નિર્મળ પાણી પર પડે છે, ત્યારે આ બીચ ઓજસ અનેક ગણું વધી જાય છે. જ્યારે દરિયા કિનારાની રેતી પણ ચમકી ઉઠે છે. તેથી જ આ બીચના કિનારે બેસવાની અને શાંત લહેરોને માણવાની મજા જ અનોખી છે.

4. પાણી કોઠા

શાંત અને નિર્મળ દરિયાની વચ્ચે છેલ્લાં કેટલાંય દાયકાઓથી અડીખમ ઉભેલો આ નાનકડો કિલ્લો ખુબ જ રમણીય છે. અહીં ટુરિસ્ટ બોટ દ્વારા જઈ શકાય છે. ખાસ તો રાતના સમયે તેના પર થતી રંગબેરંગી લાઈટ્સની સ્પેશિયલ લાઇટ ઇફેક્ટ્સ કોઈપણને મંત્રમુગ્ધ કરી દે છે.

રાત્રી દરમિયાન રંગબેરંગી રોશનીથી ઝળહળતો દીવના કિલ્લો
રાત્રી દરમિયાન રંગબેરંગી રોશનીથી ઝળહળતો દીવના કિલ્લો (diu.gov.in)

5. દીવનો કિલ્લો

દીવના કિલ્લા ઉપરથી સમુદ્રનો નજારો અત્યંત આકર્ષક લાગે છે. દીવના આ વિશાળ અને ભવ્ય કિલ્લાનું નિર્માણ 1535થી 1541 વચ્ચે કરવામાં આવ્યું હતું. આજે પણ આ કિલ્લાની છત પર આવેલી ઐતિહાસિક તોપો એ વાતનો પુરાવો આપે છે કે વર્ષો પૂર્વે દીવની સુરક્ષા વ્યવસ્થા કેટલી ચૂસ્ત હતી.

નાયડા ગુફાઓ
નાયડા ગુફાઓ (diu.gov.in)

6. નાયડા ગુફાઓ

નાયડા ગુફાઓ દેલવાડા અને દીવ વચ્ચે આવેલી છે. રહસ્યમય, રોમાંચક અને ઇતિહાસ સાથે દંતકથાઓથી ઘેરાયેલી, નાયડા ગુફાઓ એક અનોખો જ અનુભવ કરાવે છે. નાયડા ગુફાઓની ઉત્પત્તિ આજે પણ એટલી જ રસપ્રદ છે. કેટલાક લોકો દલીલ કરે છે કે આ ગુફાઓ માનવસર્જિત છે, જ્યારે અન્ય કુદરતનો કરિશ્મા માને છે. મોટી મોટી શીલાઓમાંથી અથડાઈને પ્રકાશ જ્યારે અંદર પ્રવેશે છે તો અનોખું દ્રશ્ય સર્જાય છે. ભુલ-ભુલામણી જેવી આ જગ્યા ખુબ જ મનમોહક છે.

સેન્ટ પૉલ ચર્ચ
સેન્ટ પૉલ ચર્ચ (diu.gov.in)

7. સેન્ટ પૉલ ચર્ચ

આમ તો દીવમાં ઘણા બધા ઐતિહાસિક ચર્ચ આવેલા છે, પરંતુ સેન્ટ પૉલ ચર્ચ અને સેન્ટ થોમસ ચર્ચ મુખ્ય છે, સેંટ પોલ ચર્ચ 1610માં લગભગ 408 વર્ષ પહેલાં સ્થાપના કરાઈ હોવાની ધારણા છે. પોર્ટુગીઝો દ્વારા બનાવવામાં આવેલા દિવમાં ત્રણ ચર્ચો માનું આ એક છે.

ફુદમ ગામ પાસે આવેલું છે ગંગેશ્વર મહાદેવ મંદીર
ફુદમ ગામ પાસે આવેલું છે ગંગેશ્વર મહાદેવ મંદીર (diu.gov.in)

8. ગંગેશ્વર મંદિર

ગંગેશ્વર મહાદેવ મંદિરએ ભગવાન શિવ (મહાદેવ) ને સમર્પિત એક હિન્દુઓના આસ્થા ધરાવતુ મંદિર છે. તે દીવથી માત્ર 3 કિમી દૂર ફુદમ ગામના દરિયા કિનારે આવેલું છે. કહેવાય છે કે, મહાભારત કાળમાં પાંડવોને ભગવાન શિવે લિંગ સ્વરૂપે દર્શન આપ્યા હતા, આજે પણ સમુદ્રની લહેરો સતત શિવલિંગ પર અભિષેક કરે છે. વાસ્તવમાં, આ સમુદ્ર કિનારે ખડકોની વચ્ચે આવેલું એક ગુફા મંદિર છે. અહીં દર બે સેકન્ડે સમુદ્રના મોજા શિવલિંગ સાથે અથડાય છે અને પછી આ મોજા ફરી સમુદ્રમાં ભળી જાય છે. આ સમયગાળા દરમિયાન નજારો ખૂબ જ મનોહર લાગે છે, તેથી જ અહીં દર્શન કરવાનો અનોખો મહિલા છે.

સી-શેલ મ્યુઝિયમ
સી-શેલ મ્યુઝિયમ (diu.gov.in)

9. સી-શેલ મ્યુઝિયમ

દીવના નાગોઆ બીચ પાસે બનેલા સી-શેલ મ્યુઝિયમમાં આપ જાત-જાતના શંખ-છીપ નિહાળી શકો છો. આમ તો આ વિશ્વનું પહેલું એવું મ્યુઝિયમ ગણાય છે જ્યાં સમુદ્રમાં મળી આવતા શંખ અને છીપલાને મેગ્નીફાઇંગ ગ્લાસ નીચે રાખવામાં આવ્યા છે. જે દરિયા સંપતિની ઝાંખી કરાવે છે.

INS ખુકરી મ્યુઝિયમનો એરિયલ વ્યૂ
INS ખુકરી મ્યુઝિયમનો એરિયલ વ્યૂ (diu.gov.in)

10. INS ખુકરી મ્યુઝિયમ

1971ના યુદ્ધ વખતે દીવના દરિયાકાંઠે ભારતીય નૌકાદળનું જહાજ ‘INS ખુકરી’ પાકિસ્તાની સબમરીન દ્વારા છોડવામાં આવેલી મિસાઈલનો ભોગ બન્યું હતું. જેમાં ખુકરીના કેપ્ટન મહેન્દ્ર નાથ મુલા સહિત નૌકાદળના કુલ 28 અધિકારી અને 176 નાવિકોએ શહીદ થયા હતા. દીવના કાંઠે જ્યાં ખુકરીએ જળસમાધિ લીધી ત્યાં એક સ્મારક આવેલું છે. અહીં ઘણા લોકો જવાનું પસંદ કરે છે, પણ એના કરતાંય રસપ્રદ સ્થળ ‘INS ખુકરી મ્યુઝિયમ’ છે, જે દીવ કલેકટર ઓફિસની સામે લાંગરેલા P49 જહાજમાં સ્થિત છે. યુદ્ધ વખતે જે જહાજે જળસમાધિ લીધી હતી તેની સાથે સમાનતા ધરાવતા અને ભારતમાં બનેલા P49 પ્રકારના સ્વદેશી યુદ્ધજહાજને પણ ‘INS ખુકરી’ નામ આપવામાં આવ્યું હતું. ડિસેમ્બર, 2021માં P49ને સેવામાંથી નિવૃત્ત કરી દેવામાં આવ્યું અને 26 જાન્યુઆરી, 2022ના રોજ આ જહાજને દીવ પ્રશાસનને સોંપવામાં આવ્યું હતું. હવે આ આખુ જંહાજ એક સંગ્રહાલયમાં ફેરવાઈ ગયું છે, એટલે નૌકાદળના જહાજમાં પ્રવેશવાનો આપને દુર્લભ મોકો અહીં મળે છે.

હવાઈ માર્ગ અને સડક માર્ગે જોડાયેલું છે દીવ

મહત્વપૂર્ણ છે કે, દીવ એ ગુજરાત અને મહારાષ્ટ્ર સાથે સડક માર્ગે જોડાયેલું છે. અમદાવાદથી તે લગભગ 500 કિલોમીટરના અંતરે અને મહારાષ્ટ્રથી 1000 કિલોમીટરના અંતરે છે. દીવમાં કોઇ રેલ્વે લિંક નથી. નજીકનું રેલ્વે સ્ટેશન વેરાવળ(90 કિલોમીટર) છે. નાગોઆમાં એરપોર્ટ છે. અહીંની એરલિંક મુંબઈ સાથે જોડાયેલી છે. દીવમાં રોકાવા માટે અહીં ટુરિઝમ ડિપાર્ટમેન્ટ તરફથી અનેક કોમ્પ્લેક્સ બનેલા છે તેમજ ફાઇવ સ્ટાર હોટેલ્સથી લઇને બજેટ હોટેલ્સ પણ અહીં ઉપલબ્ધ છે.

  1. દમણ-દીવનો 64મો મુક્તિ દિવસ, ધ્વજવંદન કરી આ દિવસની ઉજવણી કરાઈ
  2. રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુ 2 દિવસ દમણ-દીવ અને દાદરા નગર હવેલીની મુલાકાતે, આજે દાદરા નગર હવેલી જશે

Last Updated : Dec 24, 2024, 3:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.