- વૉર્ડ નંબર 17 માં અનેક સમસ્યાઓ
- વિસ્તારમાં પીવાનું ચોખ્ખું પાણી નાગરિકોને મળતું નથી
- વિસ્તારમાં ઠેરઠેર ગંદકીનું સામ્રાજ્ય
વડોદરાઃ કોર્પોરેશનનો વોર્ડ નંબર 17 વિસ્તાર એટલે માંજલપુર, તરસાલી અને દંનતેશ્વર સહિતના વિસ્તારની સોસાયટીઓનાનો સમાવેશ થાય છે. આ વૉર્ડમાં ચાર ભાજપના કાઉન્સિલર છે, જેમાં ભાજપમાંથી ભાવના ચૌહાણ, સંગીતા પટેલ, અલ્પેશ લીંબચીયા અને નિલેશ રાઠોડ છે.
વૉર્ડમાં 17 માં શું છે સમસ્યાઓ?
વડોદરા શહેરના કોર્પોરેશન વોર્ડ નંબર 17 માં 5 વર્ષની અંદર વિસ્તારના કયા વિકાસના કામો થયા છે અને કયા કામો બાકી છે તેને લઈ ETV ભારત સાથે સ્થાનિકોઓએ ચર્ચા કરી હતી. વોર્ડ નંબર 17માં માજલપુર, તરસાલી અને દનતેશ્વર વિસ્તાર સહિતની સોસાયટીઓનો સમાવેશ થાય છે. આ વિસ્તારમાં પીવાનું ચોખ્ખું પાણી નાગરિકોને મળતું નથી. નાગરિકોએ તેના ઉકેલ માટે જણાવ્યું હતું કે, પાણીની લાઈન જેનેટમાં થાય છે તે લાઈન જો નવી નાખવામાં આવે તો નાગરિકોને ચોખ્ખું પાણી મળી શકે તેમ છે. વિસ્તારમાં ઠેરઠેર ગંદકીનું સામ્રાજ્ય છે. સ્કૂલોની બહાર ગંદકી છે, રોડ તૂટી ગયા છે, ડ્રેનેજ ઉભરાય છે અને કચરાના કારણે ગંદકીનું સામ્રાજ્ય ફેલાઈ છે, ત્યારે નાગરિકોએ ગંદકી અટકાવવા માટે તેનો ઉકેલ પણ આપ્યો હતો કે, કોર્પોરેશનની જે ડોર ટું ડોર કચરાની ગાડી ફરે છે તે સોસાયટીની અંદર વ્યવસ્થિત રીતે જો કચરો લઈ જાય તો આ ગંદકીની સમસ્યા પણ દૂર થઇ શકે છે. સ્થાનિકોએ જણાવ્યું કે, કાઉન્સલરોને રજુઆત કરવા છતાં કામો થતા નથી. પૂર્વ કોંગ્રેસના કાઉન્સલર લાલસિંગ ઠાકોર ને રજુઆત કરીએ તો તેવો અમારી સાથે કોર્પોરેશનમાં આવી રજુઆત કરે છે. સ્થાનિકોએ કહ્યું કે, અમારા કાઉન્સલર કોણ છે એ પણ અમને ખબર નથી, ચૂંટણી આવે ત્યારે મત લેવા માટે આવે છે ચૂંટણી જીત્યા પછી કોઈ જોવા માટે પણ નથી આવતા.
શાસક પક્ષના ભાજપના કાઉન્સીલરો અમારી કોઈ પણ રજૂઆતો સાંભળતા નથીઃ સ્થાનિક
સ્થાનિકોએ જણાવ્યું હતું કે, શાસક પક્ષના ભાજપના કાઉન્સીલરો અમારી કોઈ પણ રજૂઆતો સાંભળતા નથી. અમે કોઈ પણ રજૂઆત લઈને જઈએ તો અમારું કામ કરતા નથી. પૂર્વ કાઉન્સલર લાલસિંગ ઠાકોર શાસક પક્ષમાં નથી વિપક્ષમાં છે અમે જ્યારે એમની પાસે કોઈ પણ રજૂઆત લઈને જઈએ ત્યારે અમારી વાત તેઓ સાંભળે છે અને કોર્પોરેશનમાં લાગતા વળગતા અધિકારીઓને રજૂઆત પણ કરે છે. પાંચ વર્ષની અંદર આ વોર્ડની અંદર પ્રાથમિક સુવિધા અને ચોખ્ખું પાણી નાગરિકોને શાસક પક્ષના કાઉન્સલર કોર્પોરેશન આપી શકયુ નથી. જ્યારે 2021ની 21 મી ફેબ્રુઆરીના રોજ કોર્પોરેશન ચૂંટણી યોજાવાની છે, ત્યારે વૉર્ડ 17 માં કોંગ્રેસમાંથી લાલસિંગ ઠાકોરને ટિકિટ આપવામાં આવી છે.