જામનગર: જામનગરમાં પડેલા ભારે વરસાદ બાદ પૂરગ્રસ્ત પીડિતો પ્રાંત કચેરીએ પહોંચ્યા હતા અને કોર્પોરેટર રચના નંદાણીયાએ તાત્કાલિક પૂરગ્રસ્તોને સહાય ચૂકવવાની કરી માંગ છે.
બે માસ પહેલા જામનગરમાં પૂર આવ્યું હતું
જામનગરમાં બે મહિના પહેલા ભારે વરસાદના કારણે પૂર આવ્યું હતું, જેના કારણે અનેક નિચાણવાળા વિસ્તારોમાં નુકસાન થયું હતું. જેને લઈને રાજ્ય સરકારે રૂ.20 કરોડથી વધુની સહાયની જાહેરાત કરી હતી. જોકે હજુ પણ મોટી સંખ્યામાં લોકોએ સહાય ન મળી હોવાની ફરિયાદ કરી છે. જેને લઈને મહિલા કોર્પોરેટર રચનાબેન નંદાણીયાએ અસરગ્રસ્તોને સાથે રાખીને પ્રાંત અધિકારીને રજૂઆત કરી હતી.
પ્રાંત કચેરીએ સહાયની માંગ સાથે પહોંચ્યા લોકો
પ્રાંત કચેરી ખાતે મોટી સંખ્યામાં લોકો રજૂઆત કરવા માટે ઘુસી જતા કચેરાના મુખ્ય દરવાજા પણ બંધ કરી દેવા પડ્યા હતા. દરમિયાન પ્રાંત અધિકારીએ 2440 જેટલી અરજીઓમાં ભૂલ હોવાનું જણાવ્યું હતું આથી બેંક દ્વારા આ ફોર્મ રિજેક્ટ કરવામાં આવ્યા હતા. ભૂલ સુધર્યા બાદ અરજદારોને આપવામાં સહાય આપવામાં આવશે. ફોર્મમાં વિગતોની ચકાસણી કર્યા બાદ સહાય આપવામાં આવશે.
ખાસ છે કે, સ્થાનિકોનું કહેવું છે કે સહાય માટે વારંવાર સરકારી કચેરીના ધક્કા ખાય છે પરંતુ કોઈ સંતોષકારક જવાબ મળતો નથી. આથી તંત્રને ઉગ્ર રજુઆત કરતા વહેલી તકે સહાય મળે તેવા પ્રયાસો કરવાની અધિકારીએ ખાતરી આપી.
પૂરના કારણે નુકસાન થતા કુલ 40 હજાર જેટલા અસરગ્રસ્તોના ફોર્મ ભરાયા છે. તેમાંથી ઘણા અસરગ્રસ્તોને સહાય ચૂકવવામાં આવી છે. જ્યારે હજુ 2440 ફોર્મ બેન્ક દ્વારા રીજેકટ થયા હોવાથી તે માટેની પ્રક્રિયા ચાલે છે.
આ પણ વાંચો: