ETV Bharat / city

IPL 2022 Auction: વડોદરાના ચાઇનામેન બોલરની IPLમાં પસંદગી, પુત્ર ક્રિકેટર બને તે માટે પરિવારે કેનેડા છોડ્યું - વડોદરા ક્રિકેટ એકેડમી

વડોદરાના અંશ પટેલ (Ansh patel cricketer baroda)ની IPL-2022માં પંજાબ કિંગ્સ માટે પસંદગી થતાં પરિવારમાં ખુશીનો માહોલ છે. પંજાબ કિંગ્સે (Ansh patel punjab kings) 20 લાખમાં અંશને ખરીદ્યો છે. પોતાની આ સફર વિશે અંશ પટેલે ETV BHARAT સાથે વાતચીત કરી હતી.

IPL 2022 Auction: વડોદરાના ચાઇનામેન બોલરની IPLમાં પસંદગી, પુત્ર ક્રિકેટર બને તે માટે પરિવારે કેનેડા છોડ્યું

author img

By

Published : Feb 16, 2022, 3:30 PM IST

વડોદરા: BCA વતી રમતો વડોદરા (Ansh patel cricketer baroda)નો અંશ પટેલ IPLમાં પંજાબ કિંગ્સ (Ansh patel punjab kings) તરફથી રમતો જોવા મળશે. પંજાબ કિંગ્સે અંશને 20 લાખમાં ખરીદ્યો છે. અંશને પહેલેથી ક્રિકેટમાં રસ હતો એટલે પરિવાર કેનેડાથી વડોદરા શિફ્ટ થયો હતો. IPL-2022 ઓકશન (IPL 2022 Auction)માં વડોદરાના ચાઇનામેન બોલર અંશ પટેલ પર પંજાબ કિંગ્સની ટીમે બોલી લગાવી હતી. પંજાબ કિંગ્સે અંશને રૂપિયા 20 લાખમાં ખરીદતાં તેના પરિવારમાં આનંદની લાગણી ફરી વળી હતી.

વડોદરાના ચાઇનામેન બોલર અંશ પટેલ પર પંજાબ કિંગ્સની ટીમે બોલી લગાવી હતી.

3 વર્ષની ઉંમરથી જ ક્રિકેટમાં હતી રુચિ

વડોદરામાં જન્મેલો અંશ પટેલ માતા-પિતા સાથે કેનેડામાં રહેતો હતો. તેના ક્રિકેટપ્રેમને લીધે પરિવાર કેનેડાથી વડોદરા શિફ્ટ થયો હતો. અંશ પટેલે ETV BHARAT સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, પિતા કેનેડામાં ક્રિકેટ રમવા જતા હતા ત્યારે અંશ પિતા સાથે જતો હતો. તે વખતે તેની ઉંમર માત્ર 3 વર્ષની હતી. તે વખતથી અંશને ક્રિકેટમાં રુચિ હતી. 6 વર્ષની ઉંમરથી અંશે ક્રિકેટની તાલીમ લેવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ કેનેડાની પ્રોફેશનલ ક્રિકેટ (Canadian professional cricket)માં પણ અંશ રમ્યો હતો. અંશની ક્રિકેટની રુચિને લઈને પિતાએ વડોદરામાં જાણીતા ક્રિકેટર્સ સાથે ચર્ચા પણ કરી હતી. વર્ષ 2012માં એક જાણીતા ક્રિકેટરે અંશને ભારત લઇને આવી તેનું કેરિયર બનાવવા તેના પિતાને કહ્યું હતું. ત્યારથી પરિવાર વડોદરા સ્થાયી થયો છે.

આ પણ વાંચો: IPL 2022: ચેતન સાકરીયાનો સંઘર્ષ તેનું શિક્ષણ અને ક્રિકેટ પર મામાની રસપ્રદ વાત

BCA અને રિલાયન્સની ટીમ માટે રમ્યો ક્રિકેટ

અંશે વધુમાં જણાવ્યું હતું કે, વડોદરા આવી જાણીતા ક્રિકેટર અંશુમન ગાયકવાડની એકેડમી (Aunshuman Gaekwad School of Cricket AGSC)માં તાલીમ શરૂ કરી હતી. જે બાદ અંશ 8 વર્ષ માટે YSC કલબ માટે ક્રિકેટ રમ્યો હતો. તે હાલમાં રિલાયન્સની ટીમ તરફથી રમે છે. આ દરમિયાન અંશ બરોડા ક્રિકેટ એકેડમી (Vadodara Cricket Academy) તરફથી અંડર- 16, અંડર -19 અને સૈયદ મુસ્તાક અલી ટી-20 (syed mushtaq ali trophy t 20) ટુર્નામેન્ટમાં રમ્યો છે. હવે IPL બાદ અંશ ભારતીય ટીમ તરફથી રમવા માંગે છે અને તેના માટે મહેનત કરી રહ્યો છે.

આ પણ વાંચો: IPL Auction 2022: ગુજરાત ટાઇટન્સમાં ક્યો ખેલાડી કેટલામાં વેચાયો! જાણો એક ક્લિકમાં...

IPLમાં પસંદગી થતા પરિવારમાં ખુશી

IPL-2022માં પંજાબ કિંગ્સની ટીમે અંશની પસંદગી કરી હોવાની જાણ થતાં પરિવારની ખુશીનો પાર રહ્યો ન હતો. અંશની માતા નિશા પટેલે જણાવ્યું હતું કે, અંશને બાળપણથી જ ક્રિકેટ રમવાનો ખૂબ શોખ હતો. જેથી તેઓ પરિવાર સાથે કેનેડાથી વડોદરા સ્થાયી થયા હતા. અંશની IPLમાં પંજાબ કિંગ્સ દ્વારા પસંદગી કરાતા પરિવારજનો બુમો પાડી ઘરની બહાર નીકળી ગયા હતા. અંશની માતાએ વધુમાં જણાવ્યું હતું કે, તેઓ અંશને ભારતીય ટીમ માટે રમતો જોવા માંગે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.