વડોદરા ગણેશોત્સવ પછી હવે ગણેશજીના વિસર્જનનો સમય આવી ગયો છે. તેવામાં શહેરમાં કર્તવ્ય ચેરિટેબલ ટ્રસ્ટે (Kartavya Charitable Trust) એક નવી મૂહિમ શરૂ કરી છે. આ ટ્રસ્ટ શહેરના ગણેશ મંડળો પાસેથી પૂજાપો ઉઘરાવી પર્યાવરણની જાળવણી માટેના પ્રયાસ કરી રહ્યું છે. સાથે જ ટ્રસ્ટ આ પૂજાપાને મ્યુનિસિપલ કોર્પોરેશનને (vadodara municipal corporation) સોંપી દે છે.
છેલ્લા 7 વર્ષથી અવિરત સેવાનું કાર્ય કરનારા 80થી વધુ સેવકો કર્તવ્ય ચેરિટેબલ ટ્રસ્ટનો (Kartavya Charitable Trust) મુખ્ય ઉદ્દેશ એ છે કે, ગણેશ મંડળો દ્વારા ઉપયોગમાં લેવાયેલા પૂજાપા ગમે ત્યાં નાખવાથી ગંદકી અને પર્યાવરણને નુકસાન (environment awareness programme) ન થાય તે માટે પ્રયાસ કરવામાં આવ્યો છે. શહેરની નદી, તળાવમાં ગંદકી ન ફેલાય અને નકામા થયેલા નિર્માલ્યનો દુરૂપયોગ ન થાય એ હેતુથી છેલ્લા 7 વર્ષથી આ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.
80 જેટલા સ્વયંસેવકોનો પરિશ્રમ ગણેશોત્સવમાં (ganesh festival) નિર્માલ્ય, ફૂલહાર, પૂજાપો તળાવમાં ન નાખવાની જગ્યાએ તે કર્તવ્ય ચેરિટેબલ ટ્રસ્ટને (Kartavya Charitable Trust) સોંપવામાં આવે તેવી મૂહિમ ચલાવવામાં આવી રહી છે. હાલમાં આ ટ્રસ્ટના 80થી વધુ સ્વયંસેવકો સમગ્ર શહેરમાંથી નિર્માલ્ય એકઠું કરીને ખાતર બનાવવા વડોદરા મહાનગરપાલિકાને સુપરત કરે છે, જે ગંદકી અને પર્યાવરણની જાળવણી સાથે (vadodara municipal corporation) ઉપયોગી બને છે.
વડાપ્રધાનના સ્વચ્છતા અભિયાનમાં સહયોગ આ અભિયાનમાં શહેરવાસીઓ જોડાય ટ્રસ્ટે અપીલ કરી છે. આ ટ્રસ્ટ દ્વારા આવો સાથે મળીને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છતા અભિયાનમાં (swachh bharat mission) સહભાગી થઈ દેશ સેવા કરીએ તેવી અપીલ કરાઈ રહી છે. હવે ગણેશોત્સવના અંતિમ દિવસે (ganesh festival) પણ આ ગૃપ મોટા પ્રમાણમાં પૂજાપો એકત્ર કરી પર્યાવરણના જતન (environment awareness programme) માટે અમૂલ્ય યોગદાન આપી રહ્યા છે.
રોજે રોજ અલગ અલગ ટીમ બનાવી શહેરના 200 જેટલા પંડાલોમાંથી નિર્માલ્ય એકત્ર કરવામાં આવી રહ્યો છે. સાથે જ આ ટ્રસ્ટ લોકોને અનુરોધ કરી રહ્યો છે કે, ભગવાનને અર્પણ કરાયેલી કોઈપણ વસ્તુને ગમે ત્યાં ન ફેંકે. તેનો સંગ્રહ કરી અમારા સુધી પહોંચે, જે પર્યાવરણ માટે ખૂબ અસરકારક (environment awareness programme) સાબિત થશે.
ટ્રસ્ટ અનેક સામાજિક પ્રવૃત્તિ કરે છે આ અંગે મુકેશભાઈએ જણાવ્યું હતું કે, અમારા ટ્રસ્ટમાં સ્વયંસેવક દ્વારા અવારનવાર સામાજિક પ્રસંગો, આર્થિક કટોકટી, કુદરતી હોનારાતોમાં પણ મદદ કરવામાં આવે છે અને હાલમાં શહેરમાં ચાલી રહેલા ગણેશોત્સવમાં (ganesh festival) મોટી સંખ્યામાં પૂજાપો એકત્ર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે અને વડાપ્રધાનના સ્વચ્છતા અભિયાનમાં અમારી ટીમ (swachh bharat mission) સહયોગ કરી રહી છે. ખાસ કરીને પર્યાવરણની જાળવણી માટે અને લોકો પૂજાપાનો દુરૂપયોગ ન થાય તે અમારો મુખ્ય ઉદ્દેશ રહ્યો છે અને આગામી સમયમાં પણ અવિરત સેવાનું કાર્ય ચાલુ રહેશે.