- વડોદરા શહેરમાં કોરોના બેડો 70 ટકા થયા ખાલી
- સંક્રમિતોની સંખ્યા ઘટતા તંત્રને હાશકારો
- વેક્સિનેશનના કારણે કોરોનાના કેસ ઘટ્યા
વડોદરાઃ શહેરમાં કોરોના દર્દીઓની સંખ્યા દિવસેને દિવસે ઘટી રહી છે. છેલ્લા કેટલાક દિવસથી 1,000 આંક પાર કરી દર્દીઓની સંખ્યા અત્યારે 421 પર પહોંચી છે. જે પ્રમાણે સરકાર દ્વારા આંશિક લોકડાઉન કરવામાં આવ્યું હતું. તંત્ર દ્વારા રેપીડ ટેસ્ટના સેન્ટરો પણ વધારવામાં આવ્યાં હતા અને જે પ્રમાણે વેક્સિનેશ ચાલી રહ્યું છે, એને લઈને કોરોના દર્દીઓની સંખ્યામાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. બીજી તરફ ધીમે ધીમે કોરોના સંક્રમિત આકડાં પણ દિવસેને દિવસે ઘટી રહ્યા છે. જેના પગલે તંત્ર પણ હાશકારો અનુભવી રહ્યું છે.
આ પણ વાંચોઃ રાજકોટમાં સરકારી અને ખાનગી હોસ્પિટલમાં 5,342 કોરોના દર્દી માટે બેડ ખાલી
શહેરમાં વિવિધ હોસ્પિટલના બેડ
- કુલ બેડ 11,484
- ભરેલા બેડ 3,277
- ખાલી બેડ 8,207
ICU વિથ વેન્ટીલેટર બેડ
- કુલ બેડ 1,065
- ભરેલા બેડ 655
- ખાલી બેડ 410
આ પણ વાંચોઃ ભાવનગરમાં રોજના 300 કોરોના કેસ, સરકારી હોસ્પિટલમાં 126 અને ખાનગીમાં આશરે 50 જેટલા બેડ ખાલી
ICU બેડ
- કુલ બેડ 1,526
- ભરેલા બેડ 655
- ખાલી બેડ 861
ઓક્સિજન બેડ
- કુલ બેડ 4,661
- ભરેલા બેડ 998
- ખાલી બેડ 3,663
સામાન્ય લક્ષણ ધરાવતા બેડ
- કુલ બેડ 4,232
- ભરેલા બેડ 957
- ખાલી બેડ 3,275