- રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મજયંતીની જિલ્લા કક્ષાની ઉજવણી
- ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ખાસ હાજરી આપી
- નાટક અને ચિત્રકલાનો પ્રેમ મેઘાણીને વારંવાર વડોદરા ખેંચી લાવતો હતો
વડોદરા- આજે 28 ઓગષ્ટના દિવસે ગુજરાત રાજ્ય અને ગુજરાતી સાહિત્ય જગત રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મજયંતી ઉજવી રહ્યું છે, ત્યારે વડોદરામાં યોજવામાં આવેલા કાર્યક્રમમાં ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ ધર્માંતરણના આરોપમાં ઝડપાયેલા સલાઉદીન શેખ મામલે નિવેદન આપતા કહ્યું કે, રાજ્ય સરકાર રાજ્યની સુરક્ષા માટે કટિબદ્ધ છે. જમીન હોય કે દરિયાઈ પટ્ટો સુરક્ષા બળો સૌ કોઈ પર નજર રાખી રહ્યા છે. આવી પ્રવૃત્તિઓ કરનાર કોઈને પણ છોડવામાં નહીં આવે.
આ પણ વાંચો- ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મજયંતિ નિમિત્તે જન્મસ્થળ ચોટીલામાં 5 કરોડના ખર્ચે મ્યુઝિયમ બનશે
વ્યાજખોરો મામલે નિવેદન આપ્યું
અમદાવાદના નિકોલમાં વ્યાજખોરોના ત્રાસથી આપઘાતની ફરિયાદ મામલે પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું કે, રાજ્યમાં વ્યાજખોરોના ત્રાસની ફરિયાદો નોંધાઈ છે. વ્યાજખોરો સામે પાસાની કલમ હેઠળ પણ કાર્યવાહી કરાશે.
આ પણ વાંચો- ઝવેરચંદ મેઘાણીની જન્મથી મરણ સુધીની યાદગાર પળો : રાજકવિના મુખે મેઘાણી માટે શુ હતા શબ્દો
ગણેશ મંડળની ડીજે સિસ્ટમ મામલે પણ આપ્યું નિવેદન
ગણેશ ચતુર્થીની ઉજવણી મામલે પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે, ગણેશ ચતુર્થીને લઇને વિવિધ ગાઈડલાઈન સરકારે બહાર પાડી જ છે. ગણેશ મંડળોના ડી.જે.સિસ્ટમની પરવાનગી મામલે રાજ્યની કોર કમિટીની બેઠકમાં ચર્ચા કરી નિર્ણય લેવામાં આવશે.