- હિંદુ યુવતીને પરત સોંપવાની હિંદુ એકતા સંગઠને કરી માગ
- લવ જેહાદની ઘટનાને લઈ સમગ્ર પંથકમાં રોષ
- પાદરા પોલીસ મથકે નોંધાઇ ગુમ થયાની ફરિયાદ
વડોદરા: પાદરામાં બનેલી લવજેહાદની ઘટનાને લઈ હિંદુ સંગઠનોમાં ભારે આક્રોશ ફેલાયો છે. હિંદુ યુવતીને પરત સોંપવાની હિંદુ એકતા સંગઠને માગ કરી છે અને જો યુવતીને પરત સોંપવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની હિંદુ એકતા સમિતિએ ચીમકી ઉચ્ચારી હતી.
યુવતીનું ધર્માંતરણ કરાવી યુવક ફરાર
પાદરા તાલુકામાં બનેલી લવ જેહાદની ઘટનાને લઈ સમગ્ર પંથકમાં રોષ જોવા મળી રહ્યો છે. થોડા દિવસ અગાઉ બનેલી લવ જેહાદની ઘટનામાં લઘુમતી કોમના યુવકે હિંદુ યુવતીને ધર્માંતરણ કરાવી ફોસલાવીને યુવતી સાથે લગ્ન કરી મુસ્લિમ યુવક ફરાર થઇ ગયો હતો. જેની પાદરા પોલીસ મથકે ગુમ થયાની ફરિયાદ નોંધાઇ હતી. ત્યારે આજ રોજ પાદરા હિંંદુ એકતા સંગઠન દ્વારા મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.
હિંદુ એકતા સંગઠને મામલતદારને કરી રજુઆત
હિંદુ યુવતીને હવસનો શિકાર બનાવી છેલ્લા ચાર દિવસ થી મુસ્લિમ યુવક ફરાર થઈ જતાં પાદરા પોલીસ મથકે ફરિયાદ નોંધ હતી. જેના આધારે તપાસ શરૂ કરવામાં આવી હતી. પરંતુ તપાસમાં વિલંબ થતા પરિવાર તેમજ હિંદુ સંગઠનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ત્યારે હિંદુ એકતા સંગઠન દ્વારા મામલતદારને રજુઆત કરવામાં આવી હતી. અને જો વહેલી તકે આ દીકરીને પરિવારને સોંપવામાં નહીં આવે તો આવનાર દિવસોમાં ઉગ્ર આંદોલન કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી.