વડોદરાઃ શહેરના પાદરા તાલુકાના પાટોડ ગામની રેશનિંગની દુકાનમાંથી સરકારી અનાજ સગેવગે કરવાનું કૌભાંડ ઝડપાયું (Grain scam in Vadodara) છે. તંત્રએ દરોડા પાડી આ સમગ્ર કૌભાંડનો (Administration raid on Government Grain Store) પર્દાફાશ કર્યો હતો. સાથે જ દુકાનકાર સામે ગંભીર કલમો સાથે ગુનો નોંધવામાં આવ્યો છે.
ગ્રાહકોને નહતો મળતો અનાજનો જથ્થો - આ અંગે મળતી માહિતી અનુસાર, વડોદરામાં પાદરા તાલુકાના પાટોડ ગામમાં આવેલી રેશનિંગ દુકાનનું સંચાલન દક્ષેશ રમણલાલ પઢીયાર કરે છે. તેની પાસે સોખડા ગામ રેશનિંગ દુકાનનું પણ સંચાલન છે. આ દુકાનદાર મોટા પાયે અનાજના કાળાબજારી (Grain scam in Vadodara) કરે છે. તેમજ ગ્રાહકોને અનાજનો પૂરવઠો નહી આપતો હોવાની અનેક ફરિયાદોના પગલે પુરવઠા ઈન્સ્પેક્ટરોએ 22 માર્ચે દુકાન પર દરોડા (Administration raid on Government Grain Store) પાડ્યા હતા.
આ પણ વાંચો- Grain scandal: બનાસકાંઠા જિલ્લામાં 10 ટીમોએ શરુ કરી સઘન તપાસ, અનાજ કૌભાંડનો રેલો
ચેકિંગ દરમિયાન દુકાનદાર હાજર નહતો - આ દુકાનમાં ચેકિંગ દરમિયાન દુકાનદાર હાજર નહતો. તેમ જ તેનો મોબાઈલથી સંપર્ક કરતા મોબાઈલ સ્વીચઓફ આવતો હતો અને દુકાન પર કોઈ ગ્રાહકો જોવા મળ્યા નહતા. એટલું જ નહી, પરંતુ દુકાનમાં કમ્પ્યુટર ઓપરેટર, કમ્પ્યુટર અને થમ્બ ડિવાઈઝ પણ (Rigging at a government grocery store in Vadodara) નહતા.
આ પણ વાંચો- કોરોના કાળમાં સરકારી અનાજમાં થયેલા કૌભાંડ અંગે ભાજપ કેમ ચૂપ છે, કોંગ્રેસનો સરકારને સવાલ
માત્ર 50 ગ્રાહકોને મળ્યું હતું અનાજ - દુકાનમાં પ્રાથમિક તપાસ કરતા 50 જેટલા ગ્રાહકોને અનાજ આપ્યું (Grain scam in Vadodara) હોવાનું જાણવા મળ્યું હતું. બાદમાં બીજા દિવસે પૂરવઠા ઇન્સ્પેક્ટરોએ ફરી તપાસ કરી હતી. તે સમયે પણ દુકાનદાર મળ્યો નહતો. અને તેનો ફોન બંધ આવતો હતો. અનાજનો જથ્થો મેળવનારા 50 ગ્રાહકો પૈકી 45 ગ્રાહકોના જવાબો લેતા જાણવા મળ્યું હતું કે, તેમને કોઈ અનાજ લીધું નથી અને કોઇ થમ્બ પણ (Grain scam in Vadodara) આપ્યા નથી.
પાટોડની દુકાનમાં મોટા પાયે ભ્રષ્ટાચાર બહાર આવ્યું - રેશનિંગની દુકાનના સંચાલક દ્વારા ભ્રષ્ટાચાર થતો હોવાનું બહાર (Rigging at a government grocery store in Vadodara) આવતાં પાટોડ અને સોખડાખુર્દ ગામની દુકાનોને સીલ મારી દેવામાં આવી હતી. તપાસમાં દુકાનમાં 4,860 કિલો ઘઉં, 2,051 કિલો ચોખા, 238 કિલો મીઠું, 463 કિલો ખાંડ અને 51 કિલો તુવેર દાળની ઘટ જણાઈ હતી. પાટોડની રેશનિંગ દુકાનમાં મોટા પાયે ભ્રષ્ટાચાર બહાર આવતા પાદરાના મામલતદાર વિજય કાન્તિભાઈ આંટિયાએ દુકાનદાર દક્ષેશ રમણલાલ પઢિયાર સામે છેતરપિંડી સહિતની કલમો મુજબ ગુનો નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.