- ગત રાત્રિએ શહેરમાં ATMમાં આગની ઘટના બની
- આગમાં કેટલું નુકસાન થયું છે તે અંગે હાલ માહિતી પ્રાપ્ત થઇ શકી નથી
- આગ લાગના પાછળનું કોઇ ચોક્કસ કારણ જાણી શકાયું નથી
વડોદરા: શહેરમાં આગના બનાવો અવાર નવાર (ATM fire incident) બનતા હોય છે. આગ લાગવાને કારણે આર્થિક નુકશાન અને કેટલાક કેસોમાં તો જીવ પણ જોખમમાં મુકાતો હોય છે. જો કે, વડોદરાનું ફાયર બ્રિગેડ આગ અકસ્માતની કોઇ પણ સ્થિતીની પહોંચી વળવા માટે સક્ષમ છે, ગત રાત્રીએ શહેરમાં ATMમાં (fire in ATM machine Vadodara)આગની ઘટના બની હતી. ગોત્રી સેવાસી રોડ પર આવેલા SBI કંપનીના ATMમાં આગ લાગી હતી, આગ લાગવાને કારણે ધુમાડાના ગોટેગોટા ઉડ્યા હતા. આસપાસના વિસ્તારમાં નિંદ્રાધીન લોકોને આગ લાગવા અંગે કંઇક બળતું હોવાની વાસ આવતા વાત ધ્યાને આવી હતી.
આસપાસના લોકોએ તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરી
આસપાસના લોકોએ તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ (Fire Brigade Vadodara)કરી હતી, ગત રાત્રે 1:35 કલાકે ફાયરને કોલ મળ્યો હતો. કોલ મળતાં જ લાશ્કરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા અને આગ પર કાબૂ મેળવી લીધો હતો. આગ પર કાબુ મેળવ્યા બાદ સ્થાનિકોએ હાશકારો અનુભવ્યો હતો.
આગ લાગવા પાછળનું કોઇ ચોક્કસ કારણ જાણી શકાયું નથી
અત્રે ઉલ્લેખનીય છે કે, ગત રાત સુધી પૈસા સાચવતું ATM મશીન આજે સવારે રાખ થઇ ગયું હતું. વીડિયો પરથી સ્પષ્ટ જોઇ શકાય છે કે, સેન્ટરમાં એકથી વધારે મશીનો આવેલા છે. આગ લાગવા પાછળનું કોઇ ચોક્કસ કારણ જાણી શકાયું નથી, તથા આગમાં કેટલું નુકશાન થયું છે તે અંગે હાલ માહિતી પ્રાપ્ત થઇ શકી નથી.
આ પણ વાંચો: વડોદરામાં કરાટે ક્લાસના સંચાલકે સગીરા સાથે શારીરિક અડપલા કરતા કરાઈ ધરપકડ
Golden Man Of Vadodara: ગોલ્ડન મેન પ્રભુ સોલંકીની 30 લાખના નકલી સોનાના પ્રકરણમાં ધરપકડ