વડોદરાઃ ડભોઈના ખેડૂતોએ વીજપૂરવઠો ન મળતા (Farmers protest for electricity) રોષ વ્યક્ત કર્યો હતો. ખેડૂતોએ આ અંગે નાયબ કલેક્ટરને આવેદનપત્ર પણ આપ્યું હતું. સાથે જ ખેડૂતોએ 8થી 10 કલાક વીજળી પૂરી પાડવાની માગ કરી હતી. જોકે, ખેડૂતોએ સેવાસદન કચેરીની બહાર પૂતળાદહન કરી વિરોધ (Farmers Protest in Dabhoi) નોંધાવ્યો હતો.
ખેડૂત આગેવાનોએ કર્યું પૂતળાદહન - ડભોઈના ખેડૂતોને ઉનાળામાં પાક બચાવવા ખેતીમાં સિંચાઈનું પાણી આપવા વીજળીની જરૂર (Farmers protest for electricity) પડતી હોય છે. તેવામાં મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા 8ને બદલે માત્ર 6 કલાક વીજળી આપવામાં આવે છે. તેનો વિરોધ કરવા સેવા સદન ખાતે ખેડૂત આગેવાનોએ પૂતળાદહન કરી ભાજપ વિરોધી સૂત્રોચ્ચાર (Farmers Protest in Dabhoi) કર્યા હતા. ત્યારબાદ ખેડૂતોએ નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી.
ખેડૂતોએ આપી ચીમકી - ડભોઈ તાલુકામાં મોટા ભાગે ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો ખેતી ઉપર નિર્ભર છે. તેવામાં ખેડૂતોને ઉનાળામાં પાક લેવા પાણી અને વીજળીની જરૂર પડતી હોય છે. આવા સમયે મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા ખેડૂતોને 8 કલાકને બદલે 2 કલાક વીજ કાપ મૂકી 6 કલાક વીજપ્રવાહ (Farmers protest for electricity) આપવામાં આવે છે, જેથી ખેડૂતોમાં આક્રોશ ફેલાયો (Farmers Protest in Dabhoi) છે. ત્યારે ડભોઈના ખેડૂત આગેવાનો સુધીરભાઈ બારોટ, ભૂપેન્દ્રભાઈ પટેલ, રાકેશ અંબાલિયા, કમલેશ વણકર, જયેશ રબારી, શશિકાન્ત પાટણવાડિયા અને કમલેશ વસાવાએ એકત્ર થઈને નાયબ કલેક્ટર આઈ. એચ. પંચાલને આવેદનપત્ર આપ્યું હતું.
આ પણ વાંચો- Decrease In Power Generation : અપૂરતી વીજળી મુદ્દે નારાજ ખેડૂતોનો PGVCL કચેરીએ હલ્લાબોલ
ધારાસભ્યએ ઊર્જા પ્રધાનને કરી રજૂઆત - ખેડૂતોએ તેમની રજૂઆત સરકાર સુધી પહોંચાડવા અને વીજપ્રવાહ 8થી 10 કલાક પહોંચાડવાની માગ કરી હતી. તો ખેડૂતોના સળગતા પ્રશ્નને લઈ ધારાસભ્યએ પણ ગાંધીનગર પહોંચી ઊર્જા પ્રધાનને વીજ પ્રશ્ને ઘટતું કરવા ખાસ રજુઆત (Farmers Representation to the Energy Minister) કરી હતી.
સરકારે આવક બમણી કરવાની જગ્યાએ વીજળી અડધી કરી દીધી - ખેડૂત આગેવાન સુધીર બારોટે જણાવ્યું હતું કે, અમને પૂરતી વીજળી નહીં મળે તો અમે સરકારને ઘરભેગી કરી દઈશું. ખેડૂતોને 8થી 10 કલાક વીજળી આપવાના મોટા મોટા વાયદા કર્યા છતાં પૂરી 6 કલાક પણ વીજળી આપવામાં આવતી નથી. તેના કારણે અમારા પાક સુકાઈ રહ્યા છે. ખેડૂતોને 2 ટાઇમ જમવાનું કેવી રીતે મળશે એ પણ ચિંતાનો વિષય છે. આ સમયે સરકાર વર્ષ 2022માં આવક ખેડૂતોની ડબલ કરવા માગતી હતી. તેમાં અમારી વીજળી પણ અડધી કરી દીધી છે.
આ પણ વાંચો- Kisan Suryodaya Yojana: ખેડૂતોને દિવસે વીજળી આપવાની પહેલથી ખેડૂતો બમણું ઉત્પાદન મેળવવા તૈયાર
ઊર્જા પ્રધાને આપી બાંહેધરી - બીજી તરફ ડભોઈ તાલુકાના ગામોમાં ખેડૂતને પૂરતો વીજપ્રવાહ ઉનાળામાં મળતો ન હોવાથી ખેડૂતોમાં ભારે રોષની લાગણી છે. આ પ્રશ્ન સમગ્ર ગુજરાતમાં હોવાથી ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાએ ડભોઇ નગરના ખેડૂતોની રજૂઆત નાણા અને ઊર્જા પ્રધાન કનુ દેસાઈને કરી હતી. તે સમયે લુણાવાડાના ધારાસભ્ય જિગ્નેશભાઈ પણ હાજર રહ્યા હતા. જ્યારે ઊર્જા પ્રધાને ખેડૂતોને પૂરતો વીજપ્રવાહ મળી રહે તે માટે ઘટતું કરવા (Farmers Representation to the Energy Minister) બાહેંધરી આપી હતી.