ETV Bharat / city

1500 વિદ્યાર્થીઓની હડતાલનો અંત, સાંસદ દ્વારા સરકારમાં કરાશે માંગની રજૂઆત - કામધેનુ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા હડતાલ

આણંદ કામધેનુ યુનિવર્સિટીમાં આવેલી 4 વેટરનરી કોલેજના 1500 જેટલા વિદ્યાર્થીઓ હડતાલ પર ઉતરી ગયા હતા. તેમની માંગ હતી કે, તેમના ઇન્ટરશીપ ભથ્થામાં વધારો કરવામાં આવે. 13 દિવસથી ચાલતી હડતાલમાં છેલ્લા 5 દિવસ ભૂખ હડતાલ કરવામાં આવી હતી આથી, અનેક વિદ્યાર્થીઓની તિયલ લથડતા આણંદના સાંસદ સહિતના લોકો પહોંચી ગયા હતા, અને હડતાલનો અંત લાવવા મહત્વની ભૂમિકા ભજવી હતી. Students Protest In Anand

1500 વિદ્યાર્થીઓની હડતાલનો અંત
1500 વિદ્યાર્થીઓની હડતાલનો અંત
author img

By

Published : Aug 14, 2022, 7:46 PM IST

આણંદ કામધેનુ યુનિવર્સિટીના ખાતે છેલ્લાં 13 દિવસથી રાજ્યની 4 વેટરનરી કોલેજ કે જે કામધેનુ યુનિવર્સિટી (Kamdhenu University students on Strike) અંતર્ગત આવે છે, તે કોલેજના 1500 જેટલા વિદ્યાર્થીઓ હડતાલ (Students Protest In Anand) પર ઉતર્યા હતા. વિદ્યાર્થીઓ ઇન્ટરશીપ ભથ્થામાં વધારાની (Students Intership Allowance) માંગ કરી રહ્યા છે. આ તકે સરકાર દ્વારા કોઈ યોગ્ય પ્રતિઉત્તર ન મળતા છેલ્લા પાંચ દિવસથી વિદ્યાર્થીઓ દ્વારા આમરણાંત ઉપવાસ આંદોલન છેડવામાં આવ્યું હતું. ઉપવાસના પાંચમા દિવસે ત્રણ જેટલા વિદ્યાર્થીઓની તબિયત લથડતા વિદ્યાર્થીઓને આણંદ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા.

1500 વિદ્યાર્થીઓની હડતાલનો અંત

સરકારમાં કરાશે રજૂઆત : સમગ્ર મામલાની જાણ આણંદના સાંસદ મિતેશ પટેલને તથા તેઓ આણંદ વેટરનરી કોલેજ (veterinary college students On Strike) ખાતે વિદ્યાર્થીઓને મળવા માટે પહોંચી ગયા હતા. કામધેનુ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર ડોક્ટર કેલાવાલા તથા આણંદ વેટરનરી કોલેજના પ્રિન્સિપાલ, પ્રોફેસર અને વિદ્યાર્થીઓ સાથે ચર્ચા વિચારણા કરી સરકારમાં યોગ્ય રજૂઆત કરી વિદ્યાર્થીઓની માંગને પૂરી કરાવવા સાંસદ મિતેશ પટેલે વચન આપ્યું હતું. આ બાદ તેઓએ, ભૂખ હડતાલ બંધ કરવા માટે વિદ્યાર્થીઓને અપીલ કરી હતી.

આ પણ વાંચો : પાટણમાં તલાટીઓએ તિરંગા યાત્રા યોજી પોતાની માંગ બુલંદ કરી

દાખલ વિદ્યાર્થીઓને સાંસદ મળ્યા : ઉલ્લેખનીય છે કે કામધેનુ યુનિવર્સિટી અંતર્ગત આવતી રાજ્યની ચાર વેટરનરી કોલેજના અંદાજિત 1500 જેટલા વિદ્યાર્થીઓ સતત 13 દિવસથી હડતાલ પર બેઠા હતા. આણંદ ખાતે કોલેજના જીએસ કુલદીપ પટેલ અને અન્ય ત્રણ કોલેજોના જીએસ સાથે વર્ચ્યુઅલી સાંસદ મિતેશ પટેલે વાત કરીને વિદ્યાર્થીઓની ભૂખ હડતાલને પૂર્ણ કરાવી હતી. આ સાથે જ, સાંસદ દ્વારા આણંદની સિવિલ હોસ્પિટલમાં દાખલ ત્રણ વિદ્યાર્થીઓની મુલાકાત લેવામાં આવી હતી.

વિદ્યાર્થીઓની સ્વાસ્થ્ય પર અસર : આ પ્રસંગે સાંસદ મિતેશ પટેલે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓ છેલ્લા પાંચ દિવસથી આખરી ભૂખ હડતાલ (students Hunger strike) કરી રહ્યા હતા, જે બાદ ઘણા વિદ્યાર્થીઓની સ્વાસ્થ્ય પર પણ અસર થઈ હતી. વિદ્યાર્થીઓની માંગ તેમનું ઇન્ટરશીપ ભથું વધારવાની છે જે અંગે સરકારમાં યોગ્ય રજૂઆત કરી વિદ્યાર્થીઓ માટે સુખદ નિરાકરણ આવે તે પ્રકારનો પ્રયત્ન કરવામાં આવશે.

આ પણ વાંચો : તલાટીઓની રાજ્ય વ્યાપી હડતાલ: ઉપલેટાના તલાટીઓએ કચેરીની ચાવી તાલુકા મથકે જમાં કરાવી

લમ્પીના કહેર વચ્ચે હડતાલ : આ પ્રસંગે કામધેનુ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર ડોક્ટર કિલાવાલાએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓ છેલ્લા ઘણા સમયથી ઇન્ટરશીપ ભથ્થું વધારવા માટેની માંગ કરી રહ્યા છે, એક તરફ લમ્પી વાયરસનો કહેર ગુજરાતમાં વરસી રહ્યો છે, ત્યારે વિદ્યાર્થીઓ દ્વારા આ રીતની હડતાલ પર જવું એ એક પડકાર સમુ હતું. આ બાબતે, સાંસદ મિતેશ પટેલનો આભાર વ્યક્ત કરતા તેમણે જણાવ્યું હતું કે, મિતેશ પટેલે વિદ્યાર્થીઓ સાથે લાંબો સમય ચર્ચા કરી સરકારમાં યોગ્ય રજૂઆત કરવાની બાહેધરી સાથે મધ્યસ્થી કરતા હવે વિદ્યાર્થીઓએ ભૂખ હડતાલ સમેટી છે. આગામી દિવસોમાં યુનિવર્સિટી અને સાંસદ દ્વારા વિદ્યાર્થીઓને તેમના ઇન્ટરશીપ ભથ્થામાં વધારા માટેની સરકારમાં માંગણી કરી યોગ્ય નિર્ણય લેવા માટે કાર્યવાહી કરવામાં આવશે.

મિતેશ પટેલે મધ્યસ્થી કરી : આ સાથે જ, આણંદ વેટરનરી કોલેજના જીએસ કુલદીપ પટેલે સાંસદ મિતેશ પટેલનો આભાર માનતા જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા સમયથી વિદ્યાર્થીઓ હડતાલ પર હતા. આથી તેમના શિક્ષણ કાર્ય પર પણ અસર થઈ રહી હતી. સરકાર દ્વારા કોઈ યોગ્ય પ્રતિઉત્તર આવ્યો નથી, હવે જ્યારે સાંસદ મિતેશ પટેલે મધ્યસ્થી કરી છે તો અમને આશા છે કે, અમારી માંગ પૂરી થશે અને ફાઇનાન્સ મિનિસ્ટરમાં અટકેલી ફાઈલનું જલ્દી નિર્ણય લઈ સરકાર અમારા હિતમાં યોગ્ય પગલાં લેશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.