- કોરોના સંક્રમણ વધ્યું ટ્રાફિક બ્રિગેડની 30 તાલીમાર્થી આવ્યા ચપેટમાં
- શહેરમાં મોલ-મલ્ટીપ્લેક્ષ શનિ-રવિ બંધ
- શહેરના પૂર્વ મેયર શબ્દશરણ બ્રહ્મભટ્ટ કોરોના પોઝિટિવ
વડોદરા: વડોદરા શહેર અને જિલ્લામાં કોરોનાનું સંક્રમણ દિન પ્રતિદિન વધી રહ્યું છે, ત્યારે રાજકારણીઓ સહિત સરકારી અધિકારીઓ કોરોનાની ચપેટમાં આવી રહ્યા છે. વડોદરા શહેર ટ્રાફિક બ્રિગેડના તાલીમાર્થીઓ કોરોનાની ચપેટમાં આવ્યા છે.
કોરોનાનો સંક્રમણ વધતાં ટ્રાફિક બ્રિગેડના તાલીમાર્થીઓ કોરોનાની ચપેટમાં
વડોદરા શહેર જિલ્લામાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે. વડોદરા શહેરમાં એક દિવસમાં 105 કેસ કોરોના પોઝિટિવ આવ્યા હતા અને એક દર્દીનું મોત પણ થયું હતું, ત્યારે ટ્રાફિક બ્રિગેડમાં 30 તાલીમાર્થીઓ કોરોના પોઝિટિવ આવ્યા હતા. ટ્રાફિક બ્રિગેડના 11 મહિલા તાલીમાર્થીઓ અને 19 પુરુષ તાલીમાર્થીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે. 15 દિવસની તાલીમ પૂર્ણ થતાં કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. તેમાં તેઓ કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા.
આ પણ વાંચો : ગીરસોમનાથની જેલમાં કોરોના વિસ્ફોટ, 9 કેદી કોરોના પોઝિટિવ
કોરોનાના કેસો વધતા તંત્ર પણ એલર્ટ
કોરોના પોઝિટિવ કેસો વધતા તંત્ર પણ એલર્ટ થયું છે. વડોદરા શહેરમાં 9થી સવારના 6 સુધી કરફ્યૂ લાદવામાં આવ્યો છે તથા શનિવાર અને રવિવાર મોલ-મલ્ટીપ્લેક્ષ બંધ રાખવાના કડક આદેશ આપવામાં આવ્યા છે. વડોદરાના પૂર્વ મેયર શબ્દશરણ બ્રહ્મભટ્ટ કોરોના પોઝિટિવ નોંધાયા છે. જે બાબતે તેમને ટ્વીટ દ્વારા જાણકારી આપી હતી. આગામી દિવસમાં કોરોના સંખ્યા વધતા સરકારી તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો : એક વર્ષ અગાઉ 18 માર્ચે રાજકોટમાં નોંધાયો હતો રાજ્યનો પ્રથમ કોરાના પોઝિટિવ કેસ