વડોદરા- વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં (Vadodara SSG Hospital )સિનિયર રેસિડેન્ટ તરીકે ફરજ બજાવતા તબીબોનું બોન્ડેડના પ્રશ્ને આંદોલન (Doctors protest on issue of bonded ) જોવા મળ્યું છે. આંદોલનના બીજા દિવસે સયાજી હોસ્પિટલમાં તબીબોએ સૂત્રોચ્ચાર કરી હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ તથા મેડીકલ કોલેજના ડીનને આવેદન આપવાની તજવીજ હાથ ધરી હતી. આજે બીજા દિવસે પણ તબીબો સેવાઓથી અલિપ્ત રહ્યા હતાં.
આ પણ વાંચોઃ જુનિયર તબીબોની માંગ સાથે સરકાર સંમત નથી : આરોગ્યપ્રધાને આમ કહી શું આપી ચીમકી જૂઓ
તબીબોનો બોન્ડેડના મુદ્દે વિરોેધ- 2019માં અનુસ્નાતક અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને ત્રણ વર્ષની રેસિડન્સી પૂર્ણ થયેલી છે અને તેઓની એપ્રિલ 2022માં ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા છે. તેઓની ત્રણ વર્ષની જુનિયર રેસિડેન્સીના કુલ 36 મહિનાના સમયગાળામાં 17 મહિના તેઓએ કોરોના મહામારીમાં મહત્ત્વપૂર્ણ કામગીરી કરેલી છે. સરકાર દ્વારા કોવિડની કામગીરી બદલ સરકારે તેઓની સિનિયર રેસિડેન્સીના બોન્ડેડ સેવામાં (Doctors protest on issue of bonded ) ગણવામાં આવેલા છે. આમ તબીબોનો બોન્ડેડના મુદ્દે વિરોેધ સામે આવ્યો છે.
આ પણ વાંચોઃ ડોક્ટર્સને સાંભળવામાં સરકારને રસ જ નથી કે શું...
સરકારની નીતિ વિરુદ્ધ દેખાવો -તેજ રીતે 2019માં અનુસ્નાતક અભ્યાસમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને કોવિડની કામગીરીને ધ્યાનમાં લઈ સિનિયર રેસિડેન્સને બોન્ડેડ સેવા (Doctors protest on issue of bonded ) તરીકે ગણવા સત્વરે નિયમ અનુસાર યોગ્ય કાર્યવાહી કરવામાં આવે એ પ્રકારના આવેલા પરિપત્રને લઇને લઇને સિનિયર રેસિડન્સ તબીબોમાં એક પ્રકારનો રોષની લાગણી જોવા મળી હતી. જેને લઈને વડોદરાની સયાજી હોસ્પિટલમાં (Vadodara SSG Hospital ) ફરજ બજાવતા સિનીયર તબીબોએ એકાએક સ્ટ્રાઈક ઉપર ઉતરીને આવશ્યક સેવા ઈમરજન્સી સહિતની આરોગ્ય સેવાઓથી અલિપ્ત રહીને સરકારની નીતિ વિરુદ્ધ દેખાવો (Doctors protest on issue of bonded ) યોજયાં હતાં.