- વડોદરા જિલ્લા પંચાયતની 5 વર્ષની ટર્મ આજે પૂર્ણ
- જિલ્લા પંચાયત ખાતે સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો
- સન્માન કાર્યક્રમમાં માત્ર કોંગ્રેસના સભ્યો રહ્યા હાજર
- ભાજપના પ્રમુખે પોતાના નિવાસ સ્થાને ભાજપના સભ્યોનો સન્માન કાર્યક્રમ યોજ્યો
વડોદરાઃ જિલ્લા પંચાયતની આજે સોમવારે 5 વર્ષની ટર્મ પૂર્ણ થઇ છે. જેથી જિલ્લા પંચાયતના સભાખંડમાં સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં જિલ્લા પંચાયતના 36 સભ્યોમાંથી માત્ર કોંગ્રેસ જિલ્લા પંચાયતના સભ્યો જ હાજર રહ્યા હતા.
સભ્યોનું કરાયું સન્માન
જિલ્લા પંચાયતના સભાખંડ ખાતે સન્માન સમારંભ યોજવામાં આવ્યો હતો. જેમાં જિલ્લા પ્રમુખ ગેરહાજર રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન જિલ્લા પંચાયતના કોંગ્રેસના સભ્યોએ 5 વર્ષ દરમિયાન થયેલી ભૂલની માફી માગી હતી. ત્યારબાદ પંચાયતના સભ્યોને સાલ ઓઢાડી સન્માન કરાયું હતું.
ભાજપ જિલ્લા પંચાયત પ્રમુખે પોતાના નિવાસ સ્થાને યોજ્યો કાર્યક્રમ
કોંગ્રેસ દ્વારા યોજવામાં આવેલા સન્માન કાર્યક્રમમાં ભાજપના જિલ્લા પંચાયત પ્રમુખ હાજર રહ્યા નહોતા. તેમણે પોતાના નિવાસ સ્થાને સન્માન કાર્યક્રમ યોજ્યો હતો. આ કાર્યક્રમમાં ભોજન સમારંભમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા હતા.