ETV Bharat / city

નવલખી ગ્રાઉન્ડના MGVCL સ્ટેશનની જિલ્લા કલેક્ટરે લીધી મુલાકાત - District Collector

વાવઝોડાથી થયેલા નુકશાન અને ઓક્સિજનનું રીફિંગ અંગેની કામગરીનુ નિરીક્ષણ કરવા જિલ્લાના કલેક્ટર શાલિની અગ્રવાલ નવલખી ગ્રાઉન્ડના MGVCLના સ્ટેશને પહોંચ્યા હતા અને અધિકારીઓ સાથે બેઠક કરી હતી.

vad
નવલખી ગ્રાઉન્ડના MGVCL સ્ટેશનની જિલ્લા કલેક્ટરે લીધી મુલાકાત
author img

By

Published : May 19, 2021, 8:46 AM IST

  • શાલિની અગ્રવાલ પહોંચ્યા MGVCLના સ્ટેશને
  • વવાઝોડાની સમગ્ર પરિસ્થિતિનો મેળવ્યો તાગ
  • ઓક્સીજન રિફિલિંગની કામગીરીનુ નિરીક્ષણ કર્યું

વડોદરા: શહેરના નવલખી ગ્રાઉન્ડ ખાતે હંગામી ધોરણે બનાવવામાં આવેલા મેડીકલ ઓક્સીજન રિફિલિંગ સેન્ટરની કલેક્ટર શાલિની અગ્રવાલે મુલાકાત લીધી હતી. વાવાઝોડાની અસરના કારણે પવન અને વરસાદી વાતાવરણ વચ્ચે પણ કોવિડ હોસ્પિટલોને ઓક્સીજનનો જથ્થો સતત મળતો રહે તે માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, સાથે જ સતત તેનુ મોનીટરીંગ જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા કરવામાં આવી રહ્યુ છે. તેના ભાગરૂપે બુધવારે કલેક્ટરશ્રીએ ઓક્સીજન રિફિલિંગની કામગીરીનુ નિરીક્ષણ કર્યું હતુ.

આ પણ વાંચો : વાવાઝોડા તૌકતેની સંભાવનાઓના અનુસંધાને જિલ્લા કલેક્ટરે તંત્રના તમામ વિભાગો સાથે કરી ઓનલાઇન બેઠક

તાત્કાલિક સમારકામના આદેશ

જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલે વડોદરા શહેરના MGVCLના કન્ટોલ રૂમની મુલાકાત સાથે, વીજ કંપનીના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. શાલિની અગ્રવાલે કોવિડ હોસ્પિટલોમાં પ્રાથમિકતાના ધોરણે વીજ પૂરવઠો પૂર્વવત કરવા માટે નિર્દેશ આપ્યા હતા, સાથે જ વડોદરા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ઠપ્પ થયેલા વીજ પુરવઠા તાત્કાલિક અસરથી રિસ્ટોર કરવા માટે પણ સૂચનાઓ આપી હતી. શહેરમાં ભારે વરસાદ અને પવનના પગલે ફિ઼ડર્સ, સબ સ્ટેશન ટ્રાન્સફોર્મરને પણ હાનિ પહોંચી છે. ઉપરાંત વીજ થાંભલાઓ પણ પડી ગયા છે. તેનુ પણ ત્વરિત સમારકામ કાર્ય પૂર્ણ કરી વીજ પુરવઠો પૂર્વવત થાય તેની તકેદારી લેવા માટે MGVCL અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.