વડોદરા: વડોદરાના વસાહત પાસે રાવપુરાની સંસ્થા દારૂના વેચાણની બાતમી મળતા રાવપુરા પોલીસે બુટલેગરની ધરપકડ ન કરી માત્ર 6 દારૂની બોટલો કબજે કરી હતી. આ ઘટનાના 1 કલાક બાદ PCB બાતમીના આધારે આ જ સ્થળ પર દરોડો પાડી બુટલેગરની ધરપકડ કરીને દારૂની 16 બોટલો કબજે કરતા રાવપુરા ડિ સ્ટાફની (Dissolution of all police station distaff) ફરિયાદ પોલીસ કમિશનર પાસે પહોચી હતી.
આ પણ વાંચો: વડોદરામાં વધ્યું પોલીસ ગ્રેડ-પે આંદોલન, ઠામડાં લઈને રસ્તા પર પોલીસ પરિવારજનો
પોલીસ સ્ટેશનોમાં કાર્યરત ડીસ્ટાફનું વિસર્જન કરવાનો આદેશ
ડિસ્ટાફ દ્વારા સ્થાનિક બુટલેગરને છાવરવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા. આ ફરિયાદ બાદ જોઈન્ટ પોલીસ કમિશનર ચિરાગ કોરડીયાએ તમામ 4 ઝોનના નાયબ પોલીસ કમિશનરને પોતાના વિસ્તારના પોલીસ સ્ટેશનોમાં કાર્યરત ડી સ્ટાફનું વિસર્જન (Dissolution of all police station distaff) કરવાના આદેશ કરાય છે. ડી સ્ટાફનું વિસર્જન થતાં જ પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે.
આ પણ વાંચો: વડોદરા માંજલપુર પોલીસ સ્ટેશને પગ મૂકો તો ખબર પડે કે આવું પણ થઈ શકે! કાયદા અને શિક્ષણની અદભૂત જુગલબંધી
ગુના શોધવામાં નિપુણ કર્મચારીની નિમણૂક કરવા આદેશ
આ કામગીરી માટે તમામ પોલીસ સ્ટેશનના કાર્યરત અધિકારીઓ, કર્મચારીઓ જેઓ ગુના શોધવાની કામગીરીમાં અસરકારક હોય તેમજ દરેક કામગીરીમાં કાર્યક્ષમતા ધરાવતા હોય અને નિપુણ હોય તેવા કર્મચારીઓની કામગીરીનું જાતે મુલ્યાંકન કરીને તેવા કર્મચારીઓને જ ડી સ્ટાફમાં ફરજ બજાવવા નિમણુંક કરવાના આદેશ કરવામાં આવ્યો છે.