વડોદરા: વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં આવેલા પરશુરામ ભઠ્ઠા વિસ્તારના રહીશોને કેટલીક મહિલાઓ બાળકોને પટાવી-ફોસલાવીને ઉઠાવી જાય છે તેવી વાતો જાણવા મળી હતી જેના આધારે સ્થાનિકોએ વોચ ગોઠવી હતી.
આ દરમિયાન શુક્રવારે બપોરે એક મહિલા આ વિસ્તારમાં પહોંચી હતી જેને લોકોએ પકડી પાડતાં તેની પુરૂષ તરીકે ઓળખાણ થઇ હતી. જેથી સ્થાનિકોને લાગ્યું હતું કે, મહિલાનો વેશ પહેરીને આ પુરૂષ બાળકની ઉઠાંતરી કરવા આવ્યો છે, આથી લોકોના ટોળાએ તેને માર મારી તેને પોલીસને સોંપ્યો હતો.
આખરે સયાજીગંજ પોલીસે તે યુવકની અટકાયત કરી હતી અને તેને પોલીસ સ્ટેશને લઈ ગયા હતા. જ્યાં આ યુવકની પૂછપરછ કરતાં તે દિવ્યાંગ (મુંગો) હોવાનું જણાઈ આવ્યું હતું. જેથી તેના મા-બાપને જાણ કરતાં તે કોઈ બાળકની ઉઠાંતરી કરવા આવ્યો ન હતો તેમ જણાતા આખરે મામલો શાંત થયો હતો.