વડોદરા: દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત ગૌરવ (PM Modi Gujarat Visit 2022) અભિયાન વડોદરા ખાતે (Gujarat Gaurav Campaign Vadodara) ઉપસ્થિત થઈ હતા. એ સમયે 2100 કરોડથી વધુના વિવિધ વિભાગના પ્રકલ્પના શુભારંભને ખાતમુહૂર્ત સાથે ઇ લોકાર્પણના કાર્યક્રમમાં વિશાળ સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી. આ પ્રસંગે વડાપ્રધાન મોદીને મળવા માટે જુદા જુદા સમાજના લોકો આવ્યા હતા. ખાસ કરીને કચ્છની મહિલાઓએ વડાપ્રધાન મોદીને (Different communities people with PM Modi) મળવા માટેની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, કચ્છની બાંધણી સાથે ખાસ અહીં ઉપસ્થિતિ થાય છીએ અને વડાપ્રધાનના આગમન સમયે અમે ગરબા કર્યા છે. ઉત્સાહ અને ભાવ પૂર્વક એમનું સ્વાગત કરાયું છે.
આ પણ વાંચો: સુરતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રીથી વાતાવરણમાં ઠંડક પ્રસરી
મોટી સંખ્યામાં લોકો પોહચ્યાં: માત્ર વડોદરા શહેર જ નહીં પણ જિલ્લામાંથી પણ મોટી સંખ્યામાં લોકો વડાપ્રધાન મોદીના આ કાર્યક્રમમાં ઉમટી પડ્યા હતા. ખાસ કરીને જુદી જુદી સંસ્થાઓની મહિલાઓમાં અનોખો ઉત્સાહ જોવા મળ્યો છે. જ્યારે વડાપ્રધાન મોદી લેપ્રસી મેદાનમાં આવ્યા ત્યારે ઉત્સાહપૂર્વક એમનું સ્વાગત કરાયું છે. ખુલ્લી જીપમાં આવીને તેમણે લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. આ માટે ખાસ પ્રકારની વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી.
આ પણ વાંચો: PM મોદીએ લખ્યો ભાવુક બ્લોગ, વડાપ્રધાનની શૂન્યથી શીખર સુધીની માતા હિરાબા સાથે અદ્ભુત દાસ્તાન
કડક સુરક્ષા: વડાપ્રધાનની સરક્ષા માટે IPS કક્ષાના 20 અધિકારી,Dysp કક્ષાના 35 અધિકારી, PI કક્ષાના 100 અધિકારી,PSI કક્ષાના 200 અધિકારી,2 હજાર મહિલા પોલીસ કર્મચારી,અન્ય જિલ્લાના 2 હજાર પોલીસ કર્મચારી,SRPની 5 કંપની, એનએસજી અને ચેતક કમાન્ડોની ટીમ તૈનાત કરવામાં આવી છે. લેપ્રસી મેદાન ખાતે સીસીટીવી કેમેરાથી નજર રાખવામા આવી રહી છે. લેપ્રેસી મેદાનમાં સભા તરફ જતા લોકો માટે તમામ રસ્તા પર લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ખાસ કરીને કોઈ પણ સુરક્ષામાં ચૂક ના રહે તે પ્રકારે સુરક્ષા એજન્સી નજર રાખી રહી છે.