વડોદરા: સમગ્ર દેશ અને રાજ્ય સહિત અનેક વિસ્તારોમાં ટ્રાફિક જામમાં એમ્બ્યુલન્સ ફસાવાની (Ambulance stuck in a traffic jam)સમસ્યા રહેલી છે. ત્યારે ખાસ કરીને જયારે આપાતકાલીન સમયે એમ્બ્યુલન્સ સમયસર હોસ્પિટલ નથી પહોંચી શકતી ત્યારે દર્દીને આપણે ઘણીવાર હોસ્પિટલ પહોંચતા પહેલાં જ ગુમાવી બેસીએ છીએ. તો આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ ન થાય અને દર્દીને સમયસર હોસ્પિટલ પહોંચાડીને સારવાર મળી રહે તે હેતુથી વડોદરા શહેરના બે યુવાન દ્વારા ખાસ ધ્વનિ પ્રોજેક્ટ પહેલ (Dhvani Project ) કરવામાં આવી છે.
ટ્રાફિક જામમાં એમ્બ્યુલન્સ નહીં ફસાય- શહેરના બે યુવા કશ્યપ ભટ્ટ અને નિશિત મેકવાન જેમણે ભેગા મળીને ધ્વનિ પ્રોજેક્ટની રચના કરી છે. આ ધ્વનિ પ્રોજેક્ટની (Dhvani Project ) ખાસિયત એ છે કે, ટ્રાફિક જામમાં એમ્બ્યુલન્સ ફસાશે નહીં. એમ્બ્યુલન્સ ફસાવાની સમસ્યા (Ambulance stuck in a traffic jam)ખૂબ જ મોટા પ્રમાણમાં રહેલી છે કેમ કે દરેક વ્યક્તિ પોતાને ઝડપી પહોંચવું છે તે દરમ્યાન ટ્રાફિક થાય છે. ઇમરજન્સીમાં એમ્બ્યુલન્સ (Gujarat 108 Ambulance Service) ટ્રાફિકમાં ફસવાથી અને સમયસર હોસ્પિટલ ન પહોંચવાના કારણે દર્દીનું મોત થતું હોય છે. તો તેને નિવારવા આ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે.
આ યુવાનો આ પ્રોજેક્ટને પેટન્ટ (Dhvani Project Patent ) પણ નથી કરાવવાના. જેથી કરીને આ પ્રોજેક્ટને દરેક દેશના લોકો વાપરી શકે. તદુપરાંત છેલ્લા 3 મહિનાથી પ્રોજેક્ટ પાછળ સમય ફાળવી રહ્યાં છે અને હજી પણ કોડિંગ ડેવલોપિંગનો ભાગ પ્રોસેસમાં છે.
પ્રોજેક્ટ કામ કઈ રીતે કરશે- ધ્વનિ પ્રોજેક્ટ (Dhvani Project ) ખાસ એ પ્રકારે કાર્યરત થશે કે એમ્બ્યુલન્સ અને ટ્રાફિક સિગ્નલ એકબીજા સાથે જી.પી.એસ. દ્વારા જોડાયેલા રહેશે. જયારે એમ્બ્યુલન્સ હોસ્પિટલ જવા રવાના થશે, 500 મીટરની રેન્જમાં આખા રોડ પર એમ્બ્યુલન્સની લાલ - બ્લુ લાઈટ એ સ્ટ્રિટ લાઈટ પર પણ થશે સાથે સાઈરન પણ વાગશે. જેથી શહેરીજનોને ખબર પડી જશે કે અહીંથી એમ્બ્યુલન્સ પસાર થવાની છે. જેથી તમામ શહેરીજન એક બાજુ થઈ આખો રોડ ખાલી કરી દેશે. સાથે ટ્રાફિક જવાનો પણ આ પ્રકારના સિગ્નલથી સમજી શકે છે કે એમ્બ્યુલન્સ પસાર થઈ રહી છે તો વાહનોને બાજુ પર પણ કરાવી શકે છે. જેથી એમ્બ્યુલન્સ સરળતાથી (Ambulance stuck in a traffic jam) પસાર થઈ શકે.
આ પણ વાંચોઃ સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં ચાલે છે 4 તદ્દન અલગ પ્રકારની એમ્બ્યુલન્સ સુવિધા
એમ્બ્યુલન્સને ફસાયેલી જોઈ વિચાર આવ્યો - 30 ટકા મૃત્યુ માત્ર ટ્રાફિકમાં ફસાવાથી (Ambulance stuck in a traffic jam) થાય છે એવો એઇમ્સ રિપોર્ટ છે. આ યુવાનોને ધ્વનિ પ્રોજેક્ટ (Dhvani Project ) કરવા પાછળનો મુખ્ય વિચાર ત્યારે આવ્યો, જયારે તેઓએ ટ્રાફિક જામમાં એક એમ્બ્યુલન્સને ફસાયેલી જોઈ અને આ ટ્રાફિકમાં જ દર્દીનું મૃત્યુ થઈ ગયું. એ જોઈને આ બે યુવાનોને વિચાર આવ્યો કે આપણે આ બાબતનું સોલ્યુશન લાવવું જોઈએ. આપણા ભણતરને એક સારી બાબતમાં વાપરીને લોકોને આવી રીતે રસ્તા વચ્ચે મરતાં બચાવી શકીએ છે. આ પ્રોજેક્ટ પાછળનો મુખ્ય ઉદેશ્ય એ જ છે કે, જેમ બને એમ લોકોને કપરી પરિસ્થિતિમાં બચાવી અને સમયસર સારવાર મળી રહે તથા આ બાબતે લોકો જાગૃત બને.