ETV Bharat / city

વડોદરા નાઇટ કરફ્યૂમાં પોલીસ હાજર હોવા છતાં ચાલુ ગાડીએ લૂંટેરાઓ ચેઇન તોડી ફરાર - vadodara night curfew

રાજ્યના તમામ શહેરોમાં રાત્રિ કરફ્યૂ લાદી દેવામાં આવ્યો છે. જેથી રાત્રે 8 વાગતા જ પોલીસ રસ્તા પર ઉભી થઇ જાય છે. ત્યારે અછોડા તોડનો ત્રાસ હજુય ચાલુ જ રહ્યો છે. વડોદરામાં રાત્રિ કરફ્યૂ દરમિયાન પોલીસ ફરજ પર હોવા છતાં યુવતિની ચેઇન તોડી લૂંટેરાઓ ભાગી ગયા હતા.

નાઇટ કરફ્યૂમાં પોલીસ હાજર હોવા છતાં ચાલુ ગાડીએ લૂંટેરાઓ યુવતિની ચેઇન તોડી ફરાર

author img

By

Published : May 13, 2021, 9:10 AM IST

  • ફતેગંજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં રાત્રે બનેલી ઘટના
  • મોપેડ પર ઘરે જઇ રહેલી યુવતિનો પલ્સર પર પીછો કરી લૂંટારૂઓ અછોડો તોડી ફરાર થઇ ગયા
  • નિઝામપુરા ડેપો પાસેના ચાર રસ્તા પર પોલીસે બેરીકેટ લગાવ્યાં છતાં અછોડા તોડ ભાગી છૂટ્યાં
  • યુવતિનો અછોડો તુટતો જોઇ ફરજ પર હાજર ટ્રાફિક કર્મીઓ દોડી આવ્યાં હતા

વડોદરાઃ કોરોનાની કપરી પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે રાજ્યના તમામ શહેરોમાં રાત્રિ કરફ્યૂ લાદી દેવામાં આવ્યો છે. જેથી રાત્રે 8 વાગતા જ પોલીસ રસ્તા પર ઉભી થઇ જાય છે. રાત્રીના 8થી સવારના 6 વાગ્યા દરમિયાન કરફ્યૂનો ભંગ કરનાર સામે પોલીસ આકરા પગલા પણ લઇ રહ્યી છે. આવી પરિસ્થિતિ વચ્ચે જ્યા શહેરમાં ઠેર-ઠેર પોલીસ હાજર હોવા છતાં અછોડા તોડ ટોળકી બેફામ બની હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

આ પણ વાંચોઃ પોરબંદરમાં ધોળા દિવસે છેતરપિંડી, વૃદ્ધ મહિલાની નજર ચૂકવી સોનાના દાગીના લઈ બે શખ્સ ફરાર

કરફ્યૂનો સમય થતાં મિત્તલબેન હોસ્પિટલથી ઘરે જવા માટે નીકળ્યા હતા

વડોદરાના છાણી રોડ ખાતે રહેતા 35 વર્ષીય મિત્તલબેન મેકવાન એક્ટિવા લઇને સમા સાવલી રોડ ખાતે આવેલી ઓરલ હોસ્પિટલ ખાતે ગયા હતા. જો કે, કરફ્યૂનો સમય થતાં તેઓ હોસ્પિટલથી ઘરે જવા માટે નીકળ્યા હતા. આ દરમિયાન નિઝામપુરા ચાર રસ્તા નજીકની ગોપીનાથ હોસ્પિટલ પાસે પલ્સર બાઇક લઇને ઉભેલા શખ્સોએ તેમનો પીછો કરવાનુ શરૂ કર્યું હતુ.

આ પણ વાંચોઃ કામરેજ : લગ્નના 15 દિવસમા જ કન્યા રોકડ અને દાગીના લઈને ફરાર

યુવતિએ બુમરાણ મચાવતા નજીકમાં ઉભેલા પોલીસ જવાનો તાત્કાલિક દોડી આવ્યા હતા

આ યુવતિ નિઝામપુરા સ્થિત મિલ્ટ્રી બોઇઝ હોસ્ટેલ પાસે પહોંચતા બાઇક લઇને પીછો કરી રહેલા બે શખ્સો પૈકી પાછળ બેઠેલા શખ્સે મિત્તલબેનના ગળા પર હાથ નાખી સોનાની બે ચેઇન લૂંટી લીધી હતી. ઘટનાને પગલે યુવતિએ બુમરાણ મચાવતા નજીકમાં ઉભેલા પોલીસ જવાનો તાત્કાલિક દોડી આવ્યા હતા. તેવામાં પોલીસને આવતી જોઇ પલ્સર બાઇક પર સવાર લૂંટારૂ ધૂમ સ્ટાઇલમાં બાઇક હંકારી ફરાર થઇ ગયા હતા. બનાવને પગલે ફતેગંજ પોલીસે આ મામલે ગુનો નોંધી બાઇક સવાર અછોડા તોડ શખ્સોની શોધખોળ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.