ETV Bharat / city

કોરોનાની સ્થિતિને લઈને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ આજે વડોદરાની મુલાકાતે - કેસોમાં ઘટાડો

વધતા કોરોના કહેરને કારણે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ આજે વડોદરાની મુલાકાતે જશે. આગામી સમયમાં કોરોનાને નાથવા માટે એક્શન પ્લાન બનાવવામાં આવશે. ત્યારે, નાયબ મુખ્યપ્રધાન એકાએક આવનાર હોવાથી અચાનક કેસોમાં ઘટાડો પણ કરી લેવામાં આવ્યો હતો.

કોરોનાની સ્થિતિને લઈને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ આજે વડોદરાની મુલાકાતે

author img

By

Published : Apr 3, 2021, 7:55 AM IST

  • નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ આજે શનિવારે વડોદરા આવશે
  • ધારાસભ્યો અને OSD ડૉ. વિનોદ રાવે મુખ્યપ્રધાન સાથે ચર્ચા કરી હતી
  • નાયબ મુખ્યપ્રધાન આવનાર હોવાથી અચાનક કેસોમાં ઘટાડો કરાયો

વડોદરા: કોરોનાનો કહેર શહેરમાં જોવા મળી રહ્યો છે. કોરોના ફરી 1 વર્ષ બાદ પણ તેનો વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. દિવાસેને દિવસે કેસોની સંખ્યા વધી રહી છે સાથો સાથ મોતનો આંકડો પણ વધી રહ્યો છે. તે અંગે ધારાસભ્યોએ કરેલી રજૂઆતને લઈને સરકાર જાગી હતી. ધારાસભ્યોએ અને OSD ડૉ. વિનોદ રાવે મુખ્યપ્રધાન સાથે ચર્ચા કરી હતી અને નાયબ મુખ્યપ્રધાન સાથે ટેલિફોનિક પણ ચર્ચા કરવામાં આવી હતી.

આ પણ વાંચો: કોરોના વિસ્ફોટઃ વડોદરામાં 391 કેસ નોંધાયા અને 1 દર્દીનું મોત

નાયબ મુખ્યપ્રધાનની સંયુક્ત બેઠક

શનિવારે સવારે નાયબ મુખ્યપ્રધાન 11:30 વડોદરા આવશે અને સંયુક્ત મિટિંગનો દોર પણ શરૂ કરશે. નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, સાંસદ, શહેર-જિલ્લાના તમામ ધારાસભ્યો, મ્યુનિસિપલ કમિશ્નર, DDO તથા OSD ડૉ. વિનોદ રાવ સાથે સંયુક્ત બેઠક કરશે. આગામી સમયમાં કોરોનાને નાથવા માટે એક્શન પ્લાન બનાવવામાં આવશે.

આ પણ વાંચો: વડોદરામાં કોરોનાના ઈલાજ રેમિડેસિવિર ઇન્જેક્શનની કાળાબજારી

નાયબ મુખ્યપ્રધાન વડોદરા આવનારા હોય આજે કેસોમાં એકાએક ઘટાડો

સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ કોરોનાના કેસોમાં એકાએક વધારો થઈ રહ્યો છે. ત્યારે, છેલ્લા 3 દિવસમાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે મેડીકલ બુલેટિન બહાર પાડવામાં આવે છે. જેમાં, બુધવારના રોજ 391 પોઝિટિવ અને 1 દર્દીનું મોત, ગુરૂવારના રોજ 391 દર્દીઓ પોઝિટિવ અને 1 દર્દીનું મોત જ્યારે, શુક્રવારના રોજ પણ 376 દર્દી પોઝિટિવ નોંધાયા અને 1 દર્દીનું મોત થયું હતું. ત્યારે, નાયબ મુખ્યપ્રધાન એકાએક આવનાર હોવાથી અચાનક કેસોમાં ઘટાડો પણ કરી લેવામાં આવ્યો હતો. તંત્ર પહેલેથી આંકડાઓ છુપાવી હોય તેવું લાગી રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.