- વડોદરા યુનિવર્સિટીના વિધાર્થીઓએ એકેડેમિક પ્રોગ્રેશનનો વિરોધ કરી ઓનલાઈન પરીક્ષા યોજવાની માગ કરવામાં આવી
- AGSU દ્વારા માસ પ્રમોશનનો વિરોધ કરી વીસીને ઘેરાવો કરવાનું આયોજન
- વીસી ન આવતા રજિસ્ટ્રારને આવેદનપત્ર આપ્યું
વડોદરા : એમ. એસ. યુનિવર્સિટીના વિધાર્થી સંગઠનો દ્વારા એકેડેમિક પ્રોગ્રેશનનો વિરોધ કરી ઓનલાઈન પરીક્ષા યોજવાની માગ કરવામાં આવી રહી છે, ત્યારે ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયનનાં વિધાર્થી નેતાઓ પંકજ જયસ્વાલ કોમર્સ ફેકલ્ટીના FR તેમજ યુનિવર્સિટી GS રાકેશ પંજાબીની આગેવાનીમાં રાજ્ય સરકારે જાહેર કરેલા યુનિવર્સિટીના અંતિમ વર્ષ સિવાયના વિધાર્થીઓ માટેના એકેડેમિક પ્રોગ્રેશનનો વિરોધ કર્યો હતો. યુનિવર્સિટી હેડ ઓફીસ ખાતે વાઇસ ચાન્સેલરનો ઘેરાવો કરીને આવેદનપત્ર આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિવિધ અભ્યાસક્રમોની આગામી 20 જૂનથી પરીક્ષા યોજાશે
માસ પ્રમોશન નોકરી રોજગાર મેળવવામાં બાધારૂપ બનશે
કોરોના મહામારીને પગલે વર્ષ 2021નું શૈક્ષણિક વર્ષ ઓનલાઈન શિક્ષણમાં જ પૂર્ણ થયું છે અને આંતરિક પરીક્ષાઓ ઓનલાઈન જ લેવામાં આવી છે. યુનિવર્સિટીમાં અંદાજીત 45,000 જેટલા વિધાર્થીઓ ઓનલાઈન અભ્યાસ કરી રહ્યા છે. ઉપરાંત ઓન લાઈન પરીક્ષા માટે યુનિવર્સિટીનું પોતીકું પોર્ટલ બનાવ્યું છે. યુનિવર્સિટીના વિધાર્થીઓ તેમના ઘરેથી પોર્ટલમાંજ પરીક્ષા આપે છે. યુનિવર્સિટીના વિધાર્થીઓએ આખું વર્ષ ઓનલાઈન શિક્ષણ મેળવીને મહેનત કરી છે, ત્યારે એકેડેમિક પ્રોગ્રેશન આપવાથી તેમની માર્કશીટમાં એકેડેમિક પ્રોગ્રેશન લખાશે. જે તેમની કારકિર્દી માટે નડતરરૂપ બનશે અને નોકરી રોજગાર મેળવવામાં બાધારૂપ બનશે. તેથી જો એમ.એસ.યુનિવર્સિટી પરીક્ષા લેવાની ક્ષમતા ધરાવતી હોય તો કોઈ પણ વર્ગના વિદ્યાર્થીઓને ઓનલાઇન પરીક્ષા લેવા માટે યોગ્ય સ્તરે રજૂઆત કરવા જણાવ્યું હતું અને માસ પ્રમોશન ન આપવાની માગ કરવામાં કરવામાં આવી હતી.
આ પણ વાંચો : વડોદરાની MSUના વિધાર્થીઓએ શાકભાજી વેચીને માસ પ્રમોશનનો વિરોધ કર્યો
સંગઠનના વિધાર્થીઓ સાથે લોકશાહીમાં તાનાશાહી જેવો વ્યવહાર કરવામાં આવ્યો
ત્રણ કલાક સુધી રાહ જોવા છતાંયે વીસી ન આવતા રજિસ્ટ્રારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. રજિસ્ટ્રાર ડૉ. કે. એમ. ચુડાસમાએ અમારા આવેદનને ગુજરાત સરકારને મોકલી આપ્યું અને જ્યાં સુધી ગુજરાત સરકાર સુધી મોકલવાની ખાતરી આપી હતી અને જણાવ્યું હતું કે, યુનિવર્સિટીના વિદ્યાર્થીઓના ભવિષ્યને નુકસાન કરતા કોઈપણ પ્રકારના નિર્ણય યુનિવર્સિટી દ્વારા નહિ લેવાય. કોમર્સ ફેકલ્ટીના FR પંકજ જયસ્વાલે જણાવ્યું હતું કે, આગામી સમયમાં વિદ્યાર્થીઓ જ્યારે નોકરી માટે જશે અને તેમની ડીગ્રી બતાવશે, ત્યારે તેમાં માસ પ્રમોશનમાં પાસ થયા તે જાણીને તેમને કોઈ નોકરી પર રાખશે નહિ અને પાસ થયેલા વિદ્યાર્થી આવતીકાલના બેરોજગાર વ્યક્તિ બનશે. યુનિવર્સિટીમાં બધા જ વર્ષની ઓનલાઇન પરીક્ષા લેવા માટે AGSUના વિધાર્થી અગ્રણીઓ અને વિદ્યાર્થી પંકજ જયસ્વાલ દ્વારા હેડ ઓફિસ ખાતે વાઇસ ચાન્સેલર પ્રો. પરિમલ વ્યાસનો ઘેરાવો કરવના હતા, પરંતુ તેઓને જાણ થતા ઘરેથી આવ્યા ન હતા તેમજ યુનિવર્સિટી વિજિલન્સના અધિકારીઓ તથા સયાજીગંજ પોલીસ સ્ટેશનના જવાનોએ AGSU સંગઠનને રોક્યા હતા. લોકશાહીમાં તાનાશાહી જેવો વ્યવહાર સંગઠનના વિધાર્થીઓ સાથે કરવામાં આવ્યો હતો.