ETV Bharat / city

Vadodara Railway Station: નવીનીકરણ કરાયેલ વડોદરા રેલવે સ્ટેશનનું દર્શના જરદોશના હસ્તે કરાર્યું લોકાર્પણ - વડોદરા રેલવે સ્ટેશન

વડોદરા રેલવે સ્ટેશનનું 15 કરોડના ખર્ચે નવીનીકરણ (Renovation of Vadodara Railway Station) કરવામાં આવ્યું હતું. જેનું કેન્દ્રીય રેલવે રાજ્યપ્રધાન દર્શના જરદોશના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને કાપડ GST દરના વધારા પર GST કાઉન્સિલની આજે શુક્રવારે બેઠકમાં નિર્ણય લેવાશે તેમ જણાવ્યું હતું.

Vadodara Railway Station : નવીનીકરણ કરાયેલ વડોદરા રેલવે સ્ટેશનનું દર્શનાબેન જરદોશના હસ્તે કરાર્યું લોકાર્પણ

author img

By

Published : Dec 31, 2021, 3:56 PM IST

Updated : Dec 31, 2021, 4:26 PM IST

વડોદરા: આઝાદીકા અમૃત મહોત્સવ (Azadika Amrut Mahotsav) અંતર્ગત આજે શુક્રવારે કેન્દ્રીય રેલવે રાજ્યપ્રધાન દર્શના જરદોશના અધ્યક્ષસ્થાને નવીનીકરણ કરાયેલ વડોદરા રેલ્વે સ્ટેશનનો લોકાર્પણ સમારોહ યોજવામાં (Dedication ceremony of Vadodara railway station held) આવ્યો હતો. આ પ્રસંગે સાંસદ રંજનબેન ભટ્ટ, ધારાસભ્ય જીતેન્દ્ર સુખડિયા, સીમાબેન મોહિલે, પ્રદેશ મહાપ્રધાન ભાર્ગવભાઈ ભટ્ટ, મેયર કેયુરભાઈ રોકડિયા, અને ડેપ્યુટી મેયર નંદાબેન જોશી સહિત પશ્ચિમ રેલવેના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Vadodara Railway Station : નવીનીકરણ કરાયેલ વડોદરા રેલવે સ્ટેશનનું દર્શનાબેન જરદોશના હસ્તે કરાર્યું લોકાર્પણ

કરોડના ખર્ચે નવીનીકરણ

વડોદરા રેલવે સ્ટેશનનો (Vadodara railway station) રૂપિયા ૧૫ કરોડના ખર્ચે પુનઃવિકાસ કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત રેલ્વે સ્ટેશનનો અગ્ર ભાગ, ક્રિક્યુલેટિંગ એરીયા, એસ્કેલેટર, તેમજ રેમ્પ સહિતના ભાગોનું નવીનીકરણ કરાયું છે. તો આગામી સમયમાં વડોદરા રેલવે સ્ટેશનનું વધુ નવીનીકરણ (Renovation of Vadodara Railway Station) કરવાની પણ કેન્દ્રીય રેલ્વે રાજ્યપ્રધાન દર્શના જરદોશે ખાત્રી આપી હતી.

કાપડના વેપારીઓના વિરોધ પર પ્રધાનની પ્રતિક્રિયા

કાપડના વેપારીઓ GST દર 5 ટકાથી વધારી 12 ટકા કરવામાં આવતા વિરોધ કરી રહ્યા છે. ત્યારે કેન્દ્રીય રેલ્વે અને કાપડ રાજ્યપ્રધાન દર્શના જરદોશે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, GST કાઉન્સિલમાં દરેક રાજ્યના નાણાંપ્રધાન હોય છે, ત્યારે આજે શુક્રવારે GST કાઉન્સિલની બેઠક છે. જેમાં દરેક રાજ્યોના નાણાંપ્રધાનની રજૂઆતને ધ્યાને લઈને બેઠકમાં યોગ્ય નિર્ણય લેવામાં આવશે.

આ પણ વાંચો: મુંબઈના વસઈ રોડ સ્ટેશનથી વડોદરા સુધી મહિલાઓએ ચલાવી ગુડ્ઝ ટ્રેન, ઈતિહાસમાં પ્રથમ ઘટના

આ પણ વાંચો: વડોદરાના મકરપુરા રેલવે ટ્રેક પર પિતા-પૂત્રએ ટ્રેન નીચે જીવન ટૂંકાવ્યું

Last Updated : Dec 31, 2021, 4:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.