- ઓસ્ટ્રેલિયાના ડેવ વોટમોરની BCAના મુખ્યકોચ તરીકે વરણી
- ડેવ વોટમોર પાસે છે કોચિંગનો બહોળો અનુભવ ડેવ વોટમોર BCAના નવા મુખ્ય કોચ
- ડેવ વોટમોર 1979માં ઓસ્ટ્રેલિયા માટે સાત ટેસ્ટ મેચ અને 1980 માં એક વન-ડે આંતરરાષ્ટ્રીય મેચ રમ્યા હતા
વડોદરા: શ્રીલંકાની વર્લ્ડ કપ વિજેતા ટીમના ઓસ્ટ્રેલિયન કોચ ડેવ વોટમોરની BCAની સિનિયર ટીમ માટે કોચ તરીકે વરણી કરવામાં આવી છે. આ અગાઉ બરોડા રણજી ટીમના ક્રિકેટ કોચ અને ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : વિદ્યાર્થીઓના સ્ટાર્ટઅપને વેગ આપવા વેબસાઈટ તૈયાર કરાશે: જીતુ વાઘાણી
અનેક ટીમોનું કર્યુ છે કોચિંગ
ડેવ વોટમોર આજે બરોડા ક્રિકેટ એસોસિએશનમાં જોડાયા છે. ડેવ વોટમોર 1979માં ઓસ્ટ્રેલિયા માટે સાત ટેસ્ટ મેચ અને 1980 માં એક વન-ડે આંતરરાષ્ટ્રીય મેચ રમ્યા હતા. 1979 ના વર્લ્ડ કપમાં તેઓ ઓસ્ટ્રેલિયન ટીમનો ભાગ હતા. ફર્સ્ટ ક્લાસ લેવલે તેમને વિક્ટોરિયા માટે 6,000 થી વધુ રન બનાવ્યા હતા. ડેવ વોટમોરે શ્રીલંકા, બાંગ્લાદેશ, પાકિસ્તાન, ઝિમ્બાબ્વે અને નેપાળ સહિત અનેક રાષ્ટ્રીય ક્રિકેટ ટીમોના કોચ રહ્યા છે. 1996માં શ્રીલંકાએ ક્રિકેટ વર્લ્ડ કપ જીત્યો ત્યારે તે શ્રીલંકાના મુખ્ય કોચ હતા. 2003 થી 2007 સુધી તેઓ બાંગ્લાદેશના કોચ રહ્યા હતા. તેમના કોચિંગ હેઠળ બાંગ્લાદેશને અદ્દભુત સફળતા મળી હતી.
આ પણ વાંચો : સુરેન્દ્રનગરથી ગુમ થયેલો યુવક 7 વર્ષ બાદ મુંબઈથી મળી આવ્યો
IPLમાં પણ કરી ચુક્યા કોચિંગ
2010 થી 2011 સુધી કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમના કોચ હતા. કેરળ ક્રિકેટ એસોસિએશન દ્વારા 2017-18 સીઝન માટે ડેવ વોટમોરને મુખ્ય કોચ તરીકે પણ નિયુક્ત કરવામાં આવ્યા હતા. કેરળની પુરુષ ક્રિકેટ ટીમ પ્રથમ વખત રણજી ટ્રોફીની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી હતી. તેમનુ બરોડા ટીમ માટે સારૂ યોગદાન રહેશ અને તેના કૌશલ્ય સમૂહ અને અનુભવો બરોડાની ટીમને ઉપયોગી થશે.