- વડોદરામાં સસ્તા ભાવે ડોલર આપવાનું કહી આરોપીઓએ અમદાવાદના વેપારીને 30 લાખ રૂપિયાનો ચૂનો ચોપડી દીધો
- અમદાવાદના વેપારીને ઓફિસર તરીકેની ઓળખ આપી માસ્ટર પ્લાનમાં ફસાવી 30 લાખ રૂપિયાની ઉચાપત કરી હતી
- વડોદરાની હોટલમાં અમદાવાદના વેપારીને બોલાવી કસ્ટમ ઈન્પેક્ટર તરીકેની ઓળખ આપનારે બેલ્ક કોટિંગ કરેલા ડોલર વહેંચવા વાત કરી હતી
- 30 લાખ રૂપિયા સામે કાળા કલરના કાગળના 24 બંડલ આપ્યા હતા, ત્યારબાદ વેપારીએ વડોદરા પોલીસ કમિશનરને વિશ્વાસઘાત તથા છેતરપીંડીની અરજી આપી હતી
- વડોદરા ક્રાઈમબ્રાન્ચે સુરત ખાતેથી 4 જેટલા ભેજાબાજોને ઝડપી પાડ્યા
વડોદરાઃ અમદાવાદના વેપારીને કસ્ટમ ઓફિસર તરીકેની ઓળખ આપી આરોપીએ વડોદરાની એક હોટલમાં મિટિંગ કરી હતી. ત્યારબાદ આરોપીઓએ વેપારીને પ્લાનમાં ફસાવી વેપારી પાસેથી 30 લાખ રૂપિયા પડાવી લીધા હતા. જોકે, વેપારીએ આ મામલે ડીસીબીમાં ફરિયાદ પણ નોંધાવી હતી. વડોદરા ક્રાઈમબ્રાન્ચે સુરતની એક હોટલમાંથી મુખ્ય સૂત્રધાર સહિત 4 આરોપીની ધરપકડ કરી હતી.
આ પણ વાંચો- ઓનલાઇન શોપીંગ કરતા હોવ તો ચેતી જજો: સુરતની યુવતીએ ઓનલાઇન શોપીંગમાં ગુમાવ્યાં લાખો રુપિયાં
2 વર્ષ પહેલા સોશિયલ મીડિયા પર સંપર્કમાં આવેલા વ્યક્તિના મિત્રએ કરી છેતરપિંડી
આ અંગે મળતી માહિતી અનુસાર, અમદાવાદના સાબરમતી પોલીસ સ્ટેશન નજીક રહેતા મૌલિક નરેન્દ્રભાઈ પ્રજાપતિએ તેમની ફરિયાદમાં જણાવ્યું છે કે, 2 વર્ષ પહેલાં સોશિયલ મીડિયાના માધ્યમથી મારો પરિચય વિજય ભગત સાથે થયો હતો. વિજય ભાવનગરમાં આવેલા સ્વામિનારાયણ મંદિરમમાં સેવાપૂજા કરે છે. ધંધા વિશે ઘણી વાતચીત થયા બાદ વિજયે એક દિવસ ફોન કરી જણાવ્યું હતું કે, મારો એક અનુયાયી ભરત ગીડાને તમારો નંબર આપ્યો છે. તેનું કામ ઘણું સારૂ છે. તેના સંપર્કમાં રહેજો. ત્યારબાદ એક દિવસ ભરત ગીડા સાથે પરિચય થયા બાદ એક દિવસ તેનો ફોન આવ્યો હતો. અને તેને જણાવ્યું હતું કે, તમારા લાગતુ એક કામ આવ્યું છે. એક કસ્ટમ અધિકારી મારી ઓળખાણમાં છે અને તેઓ વડોદરા આવવાના છે. 28 ઓગસ્ટે મને વડોદરા બોલાવ્યો હતો, જ્યાં ભરત ગીડા અને મહેશને પહેલા મળ્યા હતા. તેઓ મને હાઈ-વે પર આવેલી હોટલમાં લઈ ગયા હતા. ત્યાં પહોંચતા રાજુ નામનો એક શખ્સ મળ્યો હતો અને તેણે પોતીની ઓળખ કસ્ટમ ઓફિસર આલોક કુમાર ઉર્ફે એ. કે. મલ્હોત્રાના પી.એ. તરીકેની આપી હતી.
આ પણ વાંચો- બેન્કો સાથે 114 કરોડની છેતરપિંડી કરવા મામલે નડિયાદની કંપનીમાં CBIના દરોડા
પહેલી વાર ડોલર કેમિકલથી સાફ કરીને આપી ફરિયાદીને વિશ્વાસમાં લીધો
ફરિયાદમાં વધુમાં જણાવવામાં આવ્યું હતું કે, નકલી કસ્ટમ ઓફિસર અને આરોપી આલોક કુમાર ઉર્ફે એ. કે. મલ્હોત્રાના પી.એ.એ જણાવ્યું હતું કે, મલ્હોત્રા સાહેબ અંદર બોલાવે છેય તમારી પાસે કોઈ ફોન કે બીજો કઈ સમાન હોય તો તે બહાર મૂકી દેજો. ત્યારબાદ હું અને મારો મિત્ર અંદર રૂમમાં મળવા ગયા હતા. જ્યાં અંદર બેસેલા શખ્સે અમને એમ જણાવ્યું હતું કે, હું પીપાવાવ પોર્ટ ઉપર કસ્ટમ ઈન્પેક્ટર તરીકે નોકરી કરૂં છું. રૂમમાં વાતચીત થયા બાદ કસ્ટમ ઈન્સ્પેકટરે અમને જણાવ્યું હતું કે, મારી પાસે બ્લેક કોટિંગ કરેલા ડોલર આવ્યા છે, જેને અમે પકડેલા છે. આ ડોલરને કેમિકલથી સાફ કરીએ તો તેને અસલ ડોલર બનાવી શકાય છે. સાથે તેણે કહ્યુ હતું કે, હું તમને એક ડોલર 55 રૂપિયાના ભાવે આપીશ અને આ ડોલર માર્કેટમાં 71 રૂપિયાના ભાવે વહેંચી શકાશે, જે બાદ તેણે મને એક બંડલ સાફ કરી આપ્યું હતું. તેના બદલામાં મેં 7 લાખ રૂપિયા આપ્યા હતા અને તે બંડલ મે વટાવ્યા હતા અને તેના 7 લાખ રૂપિયા આવ્યા હતા, જેથી મને તેમણે વિશ્વાસમાં લીધો હતો.
ફરિયાદીએ વડોદરા પોલીસ કમિશનરને અરજી આપી હતી
ત્યારબાદ આરોપી ભરત ગીડાએ જણાવ્યું હતું કે, મારી સાહેબ સાથે વાત થઈ છે. તે આછામાં ઓછા 1.25 કરોડ રૂપિયાનો માલ આપશે અને જો રૂપિયા પૂરતા ન હોય તો તે બાકી પણ રાખશે. આરોપી ભરત ગીડાએ 30 લાખ રૂપિયા આપ્યા હતા અને મેં પણ 30 લાખ રૂપિયા સમા સાવલી રોડ પર આવેલી હોટલમાં આપ્યા હતા. તેની સામે તેણે મને 24 બંડલ કાળા કલરના આપી જણાવ્યા હતું કે, રાજુ તમારી સાથે આવશે અને તે તમને ડોલર કેમિકલથી ધોઈ આપશે. હું અમદાવાદ જવા નીક્ળી ગયો હતો. ત્યારે રાજુએ જણાવ્યું હતું કે, કેમિકલની બોટલ ફૂટી ગઈ છે. હવે કેમિકલ મુંબઈથી લાવવું પડશે. તેમ કહી તે મુંબઈ જતો રહ્યો હતો. જે બાદ તેઓ મને અનેક વાર ખોટા વાયદો આપતો રહેતો હતો. અને મે બંડલ ચેક કરતા તે ફક્ત કાળા કાગળ જ હોવાનું બહાર આવ્યું હતું. જેથી મે વડોદરા પોલીસ કમિશનરને વિશ્વાસઘાત તથા છેતરપીંડી મારી સાથે થઈ હોવાની અરજી આપી હતી.31 ઓક્ટોબરે ભરત ગીડાએ મને સુરત ખાતે મિટીંગ કરવા બાલાવ્યો હતો. સમગ્ર મામલે મે પોલીસને જાણ કરી દિધી હતી. જેથી પોલીસ કર્મીઓ મારી સાથે આવ્યા હતા. અને સુરત ખાતે કામરેજ નજીક હોટલ પર્લ માં મિટીંગ હોવાથી અમે ત્યા ગયા હતા. જ્યાં પોલીસે ચાર જેટલા ભેજાબાજોને ઝડપી પાડ્યા હતા.
ઝડપાયેલા આરોપીઓ
- ભરત જગુભાઈ ગીડા (રહે, સાવરકુંડલા જિ. અમરેલી હાલ રહે, અડાજણ, સુરત)
- મહેશ ઓધડભાઈ વાળા (રહે. ગણેશનગર, સાવરકુંડલા જિ. અમરેલી)
- ઈમરાન દીનમંહમદભાઈ ભુરાની (રહે. સાવરકુંડલા જિ. અમરેલી)
- સાહીદ હનીફ નાવડેકર (રહે, પનવેલ મુંબઈ)