ETV Bharat / city

વડોદરાના એક ગામમાં કોવિડ ભોજન સેવા બની છે મહિલાઓ માટે રોજગારીનો સ્ત્રોત

author img

By

Published : May 13, 2021, 4:51 PM IST

Updated : May 13, 2021, 8:23 PM IST

કોરોનાની આ વિકટ સ્થિતિમાં ગામડાંઓમાં રોજ રળીને પરિવારનું ગુજરાન ચલાવતા લોકોને વધુ મુશ્કેલી સહન કરવી પડી રહી છે.વિપદાની આ ઘડીમાં વડોદરા જિલ્લાના એક ગામનું કોવિડ કેર સેન્ટર ગામની મહિલાઓને રોજગારી આપવાનું કેન્દ્ર બન્યું છે.

વડોદરાના એક ગામમાં કોવિડ ભોજન સેવા બની છે મહિલાઓ માટે રોજગારીનો સ્ત્રોત
વડોદરાના એક ગામમાં કોવિડ ભોજન સેવા બની છે મહિલાઓ માટે રોજગારીનો સ્ત્રોત
  • હોસ્ટેલ બંધ થતાં સખીમંડળની બહેનોની રોજગારી અટકી હતી
  • કોવિડ કેર સેન્ટર શરૂ થતાં ભોજન સેવાથી રોજગારી ફરી શરૂ થઈ
  • સલામતી માટે પીપીઇ કિટ પહેરી ડિસ્પોઝેબલ ફૂડ પેકેટ કેન્દ્રની બહાર પહોંચાડે છે

વડોદરાઃ વૈશ્વિક કોરોના મહામારીની સમગ્ર દેશમાં ગંભીર અસર થઈ છે.ગુજરાતમાં પણ કોરોનાના કેસોમાં નોંધપાત્ર સંખ્યામાં વધારો થયો છે.કોરોનાની કપરી પરિસ્થિતિમાં ધંધા રોજગારને પણ વ્યાપક અસર થઈ છે. ત્યારે વડોદરા જિલ્લાના શિનોર તાલુકામાં આવેલા મોટા ફોફળિયા ગામમાં સરકાર અને શક્તિ કૃપા ચેરિટેબલ ટ્રસ્ટના પીઠબળથી સંસ્થાની હોસ્ટેલમાં કાર્યરત 100 પથારીના કોવિડ કેર સેન્ટરમાં શક્તિ,સવિતા અને શારદા સખીમંડળની 54 મહિલાઓ કોરોનાકાળમાં રોજના રૂ.400થી 500ની રોજ કમાણી કરી રહી છે. શક્તિ કૃપા ચેરિટેબલ ટ્રસ્ટના સંચાલક અશોકભાઈ પટેલે જણાવ્યું હતું કે કોરોનાની સ્થિતિમાં સંસ્થાની શાળાની હોસ્ટેલ બંધ છે. સખીમંડળની મહિલાઓ હોસ્ટેલમાં કામ કરતી હતી. હોસ્ટેલ બંધ થતાં તેમની રોજગારી છીનવાઈ ગઈ હતી. ટ્રસ્ટના અમેરિકા સ્થિત દાતા કિરણભાઈ પટેલ અને ટ્રસ્ટી જીતુભાઈ પટેલે આ મહિલાઓની ચિંતા કરી ગામ તથા આસપાસના ગામોના લોકોને કોરોનાની સારવાર મળી રહે તે માટે ગામમાં કાર્યરત 100 બેડના કોવિડ કેર સેન્ટરમાં મહિલાઓને રોજગારી આપવાનો પ્રેરક અને પ્રોત્સાહક વિચાર મૂક્યો અને ટ્રસ્ટે તેનો અમલ કર્યો છે.

મોટા ફોફળિયા ગામનું કોવિડ કેર સેન્ટર મહિલાઓને રોજગારી આપવાનું કેન્દ્ર બન્યું

આ પણ વાંચોઃ સખીમંડળના બહેનો આત્મનિર્ભર બને તે માટે વિના વ્યાજે 28 લાખનું ધીરાણ અપાયું

હોસ્ટેલ બંધ થતાં અટકી હતી રોજગારી, સંસ્થાના નિર્ણયથી થઇ રાહત

કેર સેન્ટરમાં આસપાસના ગામોના કોવિડ-19ના સામાન્ય લક્ષણો ધરાવતા દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે. મિશન મંગલમ યોજના હેઠળ ગામની સખીમંડળની મહિલાઓની રોજગારીની ચિંતા કરી તેમને રોજગારી પૂરી પાડવા કોવિડ-19 નિર્ધારિત પ્રોટોકોલ મુજબ આ મહિલાઓને કામગીરી સોંપવામાં આવી છે. આ મહિલાઓ રોજબરોજની કમાણીમાંથી જે બચત કરે તેની સામે સંસ્થા દ્વારા તેટલા જ નાણાં બેંકમાં જમા કરવામાં આવે છે. મહિલાઓ દર્દીઓ માટે હાઇજીનની કાળજી રાખી ભોજન બનાવવાની કામગીરી સાથે નિર્ધારિત પ્રોટોકોલને અનુસરીને પેકિંગ કરેલું ભોજન પહોચાડે છે. કોરોનાના ચેપથી આ મહિલાઓ સંક્રમિત ન બને તે માટે ડિસ્પોઝેબલ પેકિંગમાં ભોજન દર્દીની રૂમની બહાર ટેબલ સુધી પહોચાડવામાં આવે છે. આ માટે મહિલાઓને સંસ્થા દ્વારા પેકિંગની તાલીમ પણ આપવામાં આવી છે. મહિલાઓ પીપીઇ કીટ પહેરીને કામગીરી કરી રહી છે જેથી તેઓ સુરક્ષિત રહી શકે. સખીમંડળના રશ્મિબેન પટેલ કહે છે કે 'અમારા ગામમાં ત્રણ સખીમંડળમાં 54 બહેનો જોડાયેલી છે. કોરોનાના કારણે સંસ્થાની શાળા બંધ થતાં અમારી રોજગારી અટકી હતી, પરંતુ સંસ્થા દ્વારા હોસ્ટેલમાં કોવિડ કેર સેન્ટર શરૂ થતાં અમારી રોજગારી ફરીથી શરૂ થઈ છે. સખીમંડળની બહેનો રસોડા, કોવિડ કેર સેન્ટર ઉપરાંત બાગબગીચામાં કામગીરી કરી રહી છે. અમને રોજના રૂ.400થી 500 જેટલી રકમ મળી રહે છે. જેથી કોરોનાના કપરા કાળમાં પણ અમારા પરિવારનું ગુજરાન સારી રીતે ચાલે છે. કોરોનાની કપરી સ્થિતિમાં શક્તિ કૃપા ચેરિટેબલ ટ્રસ્ટે સ્થાનિક મહિલાઓને રોજગારી પૂરી પાડી સમગ્ર રાજ્યમાં પ્રેરક પહેલ કરી છે જે ખરેખર સરાહનીય છે.'

સખીમંડળની 54 મહિલાઓ કોરોનાકાળમાં રોજના રૂ.400થી 500ની રોજ કમાણી કરી રહી છે

આ પણ વાંચોઃ વડોદરાની સરકારી અને ખાનગી કોવિડ હોસ્પિટલના હેલ્પલાઇન નંબરનું ETV Bharat દ્વારા કરાયું રિયાલિટીચેક

Last Updated : May 13, 2021, 8:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.