ETV Bharat / city

વડોદરામાં Congress રાષ્ટ્રીય પ્રવક્તા Pavan Khera, BJP સરકારને આડે હાથ લઇ કર્યાં આક્ષેપો - અમિત ચાવડા

અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પ્રવક્તા પવન ખેરા (Congress national spokesperson Pavan Khera) આજે વડોદરાના મહેમાન બન્યાં હતા. સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં તેઓની સાથે Congress પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહિત પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. પવન ખેરાએ જણાવ્યું હતું કે, રાફેલ મુદ્દે નાણાં ગુમાવનાર ભારત દેશના બદલે નાણાં મેળવનાર ફ્રાન્સ તપાસ ચલાવી રહ્યું છે. છેલ્લા એક વર્ષમાં દેશમાં 14 કરોડ વેપારધંધા ખોરવાયા છે તેમજ કોરોનામાં મૃતકાંક સહિતના આંકડા સરકાર પાસે નથી.

વડોદરામાં Congress રાષ્ટ્રીય પ્રવક્તા Pavan Khera, BJP સરકારને આડે હાથ લઇ કર્યાં આક્ષેપો

author img

By

Published : Oct 5, 2021, 3:16 PM IST

  • કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા પવન ખેરાનું નિવેદન
  • કોરોના મહામારી દરમિયાન દેશમાં 14 કરોડ લોકો બેરોજગાર થયા
  • એમેઝોન કંપનીએ ભારતમાં 8546 કરોડની લાંચ આપી, કંપનીના કર્મચારીએ જ લગાવ્યો આરોપ
  • ભારતમાં કોણે લાંચ આપી તેની ન્યાયિક તપાસ થવી જોઈએ

વડોદરાઃ Congress પ્રવક્તા પવન ખેરાએ પોતાના સંબોધનમાં BJP પર આક્ષેપ કરતાં જણાવ્યું કે કોરોનાકાળમાં ભારતીય જનતા પાર્ટી નિષ્ફળ નિવડી છે. તેમણે બેરોજગારી, રાફેલ સહિતના મુદ્દે કેન્દ્ર સરકાર સામે સવાલો ઉભા કર્યા હતાં . જ્યારે ગુજરાત રાજ્યમાં પોલીસ અને પ્રશાસનની એકતરફી કામગીરી અંગે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ નારાજગી દર્શાવી છે.

ભાજપ સરકારને આડે હાથ લેતાં ખેરા

કોંગ્રેસની ન્યાય યાત્રા દરમિયાન કોરોના મૃત્યુઆંકમાં ચોંકાવનારા આંકડાઓ સામે આવ્યાં છે. ભાગેડુ માલેતુજાર પોલીસના હાથે આવતા નથી મુદ્રાપોર્ટ ખાતેથી ડ્રગ્સનું નેટવર્ક વિસ્તર્યું છે . ભારતમાં વેચાતા ડ્રગ્સના નાણાં ભારત સામેની લડાઇ માટે આંતકીઓ ઉપયોગ કરે છે. ભાજપના કેન્દ્રીયપ્રધાનનો પુત્ર ખેડૂતોને કચડે છે અને કિસાનને દેશવિરોધી તથા ખાલી કહેવામાં આવે છે કેન્દ્ર સરકાર સંવાદ પર વિશ્વાસ નહીં કરી વિવાદ ઉત્પન્ન કરે છે.

વડોદરામાં Congress રાષ્ટ્રીય પ્રવક્તા Pavan Khera

સરકારને ફક્ત ગણતરીના આગેવાન અને ઉદ્યોગપતિની ચિંતા છેઃ અમિત ચાવડા

તો બીજી તરફ પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે લખીમપુર ખીરીમાં મૃતકોના પરિવારજનોને સાંત્વના આપવા જતાં પ્રિયંકા ગાંધીની પોલીસે અટકાયત કરી છે. દસ મહિનાથી વધુ સમયથી ખેડૂતો શાંતિપૂર્ણ આંદોલન ચલાવી રહ્યાં છે પોલીસ તથા પ્રશાસન ભાજપ તરફી કામગીરી કરતું હોય તેમ લાગી રહ્યું છે. સરકારને ફક્ત ગણતરીના આગેવાન અને ઉદ્યોગપતિની ચિંતા છે. જો સમાજની અલગ અલગ માગણીઓ અને લાગણીઓ નજર અંદાજ કરશે તો ગુજરાતમાં નવનિર્માણ નક્કી છે.

આ પણ વાંચોઃ Lakhimpur Kheri : કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા પોલીસ કસ્ટડીમાં, કેન્દ્રિય પ્રધાનના પુત્ર સામે FIR, પોલીસે અનેક નેતાઓને રોક્યા

આ પણ વાંચોઃ પ્રિયંકા ગાંધીને કસ્ટડીમાં 24 કલાકથી વધુ સમય થયો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.