ETV Bharat / city

વડોદરા મહાનગરપાલિકાની વિવિધ સમિતિમાંથી કોંગ્રેસના કોર્પોરેટરોએ આપ્યા રાજીનામા - કોર્પોરેટરોએ આપ્યા રાજીનામા

વડોદરા મહાનગરપાલિકાની વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી હતી. જેમાં કોંગ્રેસના કોર્પોરેટરોએ રાજીનામા ધરી દીધા હતા. ત્યારબાદ મેયરે કોંગ્રેસની ઓફિસ ખાલી કરવા અંગેના શબ્દનું ઉચ્ચારણ કરતાં ભારે વિવાદ સર્જાયો છે.

ઓફિસ ખાલી કરવાના શબ્દોનું ઉચ્ચારણ કરતા ભારે વિવાદ સર્જાયો

author img

By

Published : May 4, 2021, 8:51 AM IST

Updated : May 4, 2021, 10:26 AM IST

  • વિકાસના કામો હેતુ અલગ-અલગ નવ સમિતિમાં હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી હતી
  • ઓફિસ ખાલી કરવાના શબ્દોનું ઉચ્ચારણ કરતા ભારે વિવાદ સર્જાયો
  • રાજીનામાં આપવા પાછળનું મૂળ કારણ સભાસદોનું અપમાન છે

વડોદરા: મહાનગરપાલિકામાં વિકાસના કામો હેતુ અલગ-અલગ નવ સમિતિમાં હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી હતી. જેમાં કોંગ્રેસ તરફના 6 કોર્પોરેટરોનો પણ સમાવેશ કરાયો હતો. પબ્લિક વર્કસ કમિટી, વોટર વર્કસ સમિતિ, ડ્રેનેજ અને સુએઝ સમિતિ, આરોગ્ય સમિતિ, એસ્ટેટ મેનેજમેન્ટ સમિતિ ,રિકરીએશનલ અને કલ્ચર સમિતિ, વિદ્યુત સમિતિ, અને લીગલ સમિતિમાં નિમણૂક કરવામાં આવી હતી. આજે સોમવાર સાંજે કોંગ્રેસના કોર્પોરેટરોએ સમિતિના હોદ્દા પરથી રાજીનામાં ધરી દીધા હતા. કોંગ્રેસના પુષ્પાબેન વાઘેલા, ઝાહ ભરવાડ ,અમી રાવત, બાળાસાહેબ ગણપતરાવ સુર્વે, અલકાબેન પટેલ, હરિશ પટેલ સહિત છ લોકોની નિમણૂક કરી છે.

વિકાસના કામો હેતુ અલગ-અલગ નવ સમિતિમાં હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી હતી

આ પણ વાંચો: વડોદરા મહાનગરપાલિકાના ઇતિહાસમાં પ્રથમવાર વિપક્ષને સ્થાન નહીં મળે

કોંગ્રેસના કોર્પોરેટરોએ સતાપક્ષ પર કર્યા આક્ષેપ

કોંગ્રેસના કોર્પોરેટ સતા પક્ષ પર આક્ષેપ કર્યો હતો કે, સતાના જોડે કાયદા વિરુદ્ધની વિપક્ષની સુવિધા દંડકને ફાળવી છે. કાયદા વિરુદ્ધની મૂર્ખામી ભરેલી દરખાસ્ત લાવી નિયમ વગરની દરખાસ્ત બહુમતીના જોરે મંજૂર કરી છે. જી.પી.એમ.સી એક્ટ પ્રમાણે કમિટી નીમવાની જગ્યાએ માત્ર ચા-નાસ્તા માટે હોય તેવી કમિટીની રચના કરવામાં આવી છે. મેયર તથા મ્યુનિસિપલ કમિશનરને રિક્વેસ્ટ કરીએ છીએ કે, દેખાવા પૂરતી સમિતિ બનાવવાની જરૂર નથી તેમજ પક્ષના દંડક ને કેવી રીતે ગાડી મળે ? પ્રણાલિકા અનુસાર ગાડી પાછી લેવી જોઈએ.

શબ્દોનું ઉચ્ચારણ કરતા ભારે વિવાદ સર્જાયો

પૂર્વ વિભાગના નીતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, 1997 દરમિયાન ભાજપના માત્ર બે કોર્પોરેટર હતા. ત્યારે કોંગ્રેસ ડેમોક્રેસી માનતી હોય તેમને તમામ સુવિધા આપી માન જાળવ્યું હતું. મેયરે મનમાની કરી કોંગ્રેસના કોર્પોરેટરને જાણ કર્યા વગર સમિતિમાં વરણી કરી છે. જેથી કોંગ્રેસ પ્રદેશ પ્રમુખના આદેશ અનુસાર રાજીનામા આપ્યા છે. રાજીનામાં આપવા પાછળનું મૂળ કારણ સભાસદોનું અપમાન છે. અમને હોદ્દાની જરૂર નથી તેની વગર પણ અમે પ્રજાની સેવા માટે તત્પર છીએ. જયારે કોંગ્રેસના નગરસેવકોને ઓફિસ ખાલી કરવાના શબ્દોનું ઉચ્ચારણ કરતા ભારે વિવાદ સર્જાયો હતો.

આ પણ વાંચો: વડોદરાઃ લાલબાગમાં પાણીની ટાંકીની હાલત બિસ્માર, તંત્રની ઉંઘ યથાવત્

મેયરે રાજીનામાનો સ્વીકાર કર્યો હતો

સમિતિમાં વરણમાં મેયર કેયુર રોકડિયાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસની માત્ર 7 બેઠક આવતા નિયમ અનુસાર 10 ટકાથી ઓછી હોય તો વિપક્ષના પદ માટે દાવેદાર નથી. જેનો નિર્ણય મતદાન બાદ બહુમતીના જોરે લેવાયો છે. સમિતિમાં લોકશાહીના મૂલ્યોનું જતન કરી કોંગ્રેસના સભ્યોનો સમાવેશ કર્યો હતો. વધુમાં મેયર કેયૂર રોકડિયાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસને સન્માનની ચિંતા હોય તો પાલિકાની કચેરીમાં આવેલી વિપક્ષની ઓફિસ પણ ખાલી કરી દેવી જોઈએ.

Last Updated : May 4, 2021, 10:26 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.