ETV Bharat / city

વડોદરામાં કોમ્પલેક્સની બાલ્કનીઓ તૂટી, જૂઓ શા માટે તૂટી અને રેસ્ક્યૂ કામગીરી વિશે

વડોદરામાં કોમ્પલેક્સની બાલ્કનીઓ તૂટી પડવાનો (Complex balcony collapsed in Vadodara) બનાવ બન્યો હતો. શહેરમાં આજવા રોડ વિસ્તારમાં 25 વર્ષ જૂનું શેષનારાયણ કોમ્પલેક્સ (Vadodara Sheshnarayan Complex ) બિલ્ડિંગ આવેલું છે અને રહીશો દ્વારા સમારકામની તૈયારીઓ થઇ રહી હતી. બે ફ્લોરની બાલ્કનીઓ તૂટી પડતાં આશરે 60 રહીશોની રેસ્ક્યૂ કામગીરી કરવામાં આવી છે.

વડોદરામાં કોમ્પલેક્સની બાલ્કનીઓ તૂટી, જૂઓ શા માટે તૂટી અને રેસ્ક્યૂ કામગીરી વિશે
વડોદરામાં કોમ્પલેક્સની બાલ્કનીઓ તૂટી, જૂઓ શા માટે તૂટી અને રેસ્ક્યૂ કામગીરી વિશે
author img

By

Published : Jul 12, 2022, 6:25 PM IST

વડોદરાના આજવા રોડ વિસ્તારમાં આવેલા કોમ્પ્લેક્સના બે ફ્લોરની બાલ્કની ધડાકા સાથે તૂટી પડતા ફસાયેલા 60 જેટલા રહીશોનું રેસ્ક્યૂ (Rescue operation)કરવામાં આવ્યું હતું. સરદાર એસ્ટેટ નજીક આવેલા 25 વર્ષ જૂના શેષનારાયણ કોમ્પ્લેક્સમાં (Vadodara Sheshnarayan Complex ) યુ આકારનું બાંધકામ કરવામાં આવ્યું છે જેમાં ગ્રાઉન્ડ ફ્લોર પર દુકાનો તેમજ ઉપરના ત્રણ ફ્લોર પર 45 ફ્લેટ આવેલાં છે. વડોદરામાં કોમ્પલેક્સની બાલ્કનીઓ તૂટી જતાં શહેરમાં ચર્ચાનો (Complex balcony collapsed in Vadodara) વિષય બન્યો હતો.

બે ફ્લોરની બાલ્કનીઓ તૂટી પડતાં આશરે 60 રહીશોની રેસ્ક્યૂ કામગીરી કરવામાં આવી

રીપેરિંંગકામની તૈયારીઓ હતી - છેલ્લા કેટલાક સમયથી કોમ્પ્લેક્સની (Vadodara Sheshnarayan Complex )બાલ્કનીના ભાગે તિરાડો દેખાતી હતી તેમજ પોપડા પણ ખરતાં હતાં. જેથી કોમ્પ્લેક્સના રહીશોએ રીપેરીંગ કામ કરવા માટે નિર્ણય પણ લીધો હતો. પરંતુ આ અંગે સહમતિ સાધવા માટે ચર્ચા ચાલતી હતી તેને કારણે રીપેરીંગમાં વિલંબ થયો હતો. આજે કોમ્પ્લેક્સના ફ્લેટમાં લોકો પોતપોતાનું ઘરકામ કરી રહ્યા હતાં તેમજ કામધંધાવાળા લોકો ગેરહાજર હતાં તે દરમિયાન એકાએક ધડાકો થયો હતો. લોકોએ જોયું તો કોમ્પ્લેક્સના વચ્ચેના ભાગના પહેલા અને બીજા માળની બાલ્કની તૂટીને (Complex balcony collapsed in Vadodara)નીચે પડી હતી.

આ પણ વાંચોઃ વરસાદના કારણે શાળાનો જર્જરીત ભાગ ધરાશાયી, વિદ્યાર્થીઓના જીવ પડીકે બંધાયા

બાળકીઓનો ચમત્કારિક બચાવ -સ્થાનિક મહિલાએ આ વિશે જણાવ્યું હતું કે મારી દીકરી સ્કૂલેથી આવી હતી અને સ્કૂલબેગ મૂકે ત્યાં જ ધડાકો સંભળાયો હતો જેથી તેનો ચમત્કારિક બચાવ થયો હતો. અન્ય એક મહિલાએ કહ્યું હતું કે, હું જમવા બેઠી હતી ત્યારે મારી દીકરીની દીકરી ગેલેરીમાં જઈ રહી હતી ત્યારે મેં તેને અંદર બોલાવી હતી. આ સાથે જ મોટો ધડાકો (Complex balcony collapsed in Vadodara)સંભળાયો હતો. જેથી તેનો બચાવ થયો હતો.

આ પણ વાંચોઃ શું નગરપાલિકા હજી બીજી જગ્યાએ પણ અકસ્માતની રાહ જોઈ રહી છે કે શું...

પાણીગેટ ફાયર બ્રિગેડની મદદ લેવાઈ -શેષનારાયણ કોમ્પલેક્સમાં (Vadodara Sheshnarayan Complex )બે ફ્લોરની બાલ્કની ધરાશાયી થતા અનેક લોકો બહાર નીકળી શકે તેમ ન હતાં. જેથી પાણીગેટ ફાયર બ્રિગેડની (Panigate Fire Brigade ) મદદ લેવાઈ હતી. સ્ટેશન ઓફિસર અમિત ચૌધરીએ બહુમાળી બિલ્ડીંગ માટે ઉપયોગમાં લેવાતી સ્નોરકેલનો ઉપયોગ (Use of snorkel) કરી 60 જેટલા લોકોને બહાર કાઢ્યા(Rescue operation) હતાં. આ બનાવમાં (Complex balcony collapsed in Vadodara)કોઈ જાનહાનિ થઈ ન હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.