- કમલમ ફળ (ડ્રેગન ફ્રૂટ)ની ખેતી માટે ખેડૂતોને સહાય આપવાનો પ્રારંભ
- વડોદરા જિલ્લાના કરજણ, ડભોઈ, વાઘોડિયા અને પાદરા તાલુકાઓના ખેડૂતોએ યોજનાનો લાભ લેવા અરજીઓ કરી
- ડ્રેગન ફ્રૂટની ખેતીની શરૂઆત છેક કચ્છથી લઈને મધ્ય ગુજરાતમાં ખેત સાહસ રૂપે કરાઈ
વડોદરા: Body:અત્યાર સુધી બાગાયત ખાતાની સહાય યોજનાઓમાં આ નવા પાકનો સમાવેશ થતો ન હતો એવી જાણકારી આપતાં વડોદરા ખાતેની નાયબ બાગાયત નિયામક કચેરીના બાગાયત અધિકારી યોગેશભાઈ પટેલે જણાવ્યું કે, હાલમાં આ ફળપાક માટે વાવેતર કરનારા ખેડૂતોને સહાય આપવાના ધારાધોરણો ઘડવામાં આવ્યાં છે. તે પ્રમાણે ડ્રેગન ફ્રૂટની મહત્તમ બે હેક્ટરની ખેતી માટે સહાય મળવા પાત્ર છે.
આ પણ વાંચો: ડાંગ જિલ્લાનાં સરવર ગામે ડ્રેગન ફ્રૂટની સફળ ખેતી, વાંચો વિશેષ અહેવાલ
ડ્રેગન ફ્રૂટ પકવતા 10 જેટલા ખેડૂતોએ સહાય મેળવવા અરજી કરી
પ્રતિ હેક્ટર 2.5 લાખ નિર્ધારિત ખર્ચ એકમના 50 ટકા પ્રમાણે આ ફળની ખેતી માટે સહાય મળી શકે છે. એટલે કે, મહત્તમ એક હેક્ટરમાં વાવેતર હોય તો 1.25 લાખની સહાય યોજના હેઠળ મળી શકે અને મહત્તમ બે હેક્ટરમાં વાવેતર માટે આ સહાય મળી શકે. આ ફળપાકની ખેતી માટે સહાયની યોજના શરૂ કર્યાનુ આ પહેલું વર્ષ છે. જિલ્લાનાકરજણ, ડભોઇ, વાઘોડિયા અને પાદરા તાલુકાઓના ડ્રેગન ફ્રૂટ પકવતા 10 જેટલા ખેડૂતોએ સહાય મેળવવા અરજી કરી છે.
![ડ્રેગન ફ્રૂટની ખેતી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-vdr-rural-05-vadodara-dragan-frut-ni-khati-mate-aarthik-sahay-photostory-gjc1004_04072021211923_0407f_1625413763_660.jpeg)
ડભોઈના ખેડૂતને મળી સફળતા
બાગાયત કચેરી દ્વારા ખેડૂતોને તેની જાણકારી આપવામાં આવી રહી છે. ડભોઇ તાલુકાના નાના હબીપુરા ગામના હરમાનભાઇ પટેલે એક સાહસ તરીકે ડ્રેગન ફ્રૂટની ખેતી શરૂ કરી અને નોંધપાત્ર સફળતા મેળવી છે. આસપાસના વિસ્તારના લોકો તેમના ખેતરેથી આ ફળ ખરીદી જાય છે. તેઓ સહાય યોજના શરૂ કરવા માટે રાજ્ય સરકાર અને બાગાયત ખાતાને અભિનંદન આપે છે.
મોટા ખેડૂતો કરી શકે છે ડ્રેગન ફ્રૂટની ખેતીની શરૂઆત
આ ફળની ખેતી કરવા માટે સિમેન્ટના થાંભલાનું માળખું બનાવવું પડે છે. એટલે શરૂઆતનો ખર્ચ મોટો અને વાવેતરના લગભગ ત્રણ વર્ષે પાક મળતો થાય, તેથી માત્ર મોટા ખેડૂતોને જ આ ખેતી પોસાય. પરંતુ સહાય ની યોજના ને લીધે આર્થિક ભારણ માં મદદ મળતાં નાના અને મધ્યમ ખેડૂતો આ ખેતી કરી શકશે.તેઓ કહે છે કે,યોજનાઓ શક્ય તેટલી સરળ રાખવા થી ખેડૂતો સારી રીતે લાભ લઈ શકે છે.
પોર્ટલ દ્વારા વિગતવાર જાણકારી મેળવી શકાશે
નાયબ વન સંરક્ષક કાર્તિક મહારાજાએ જણાવ્યું કે, સામાજિક વનીકરણ વિભાગ દ્વારા આ ફળની ખેતી માટે વાવેતર સહાય આપવામાં આવે છે. રસ ધરાવતા ખેડૂતો વિગતવાર જાણકારી મેળવવા રાવપુરામાં આવેલી બાગાયત ખાતાની અને તેની પાસે જ વન ભવનમાં આવેલી સામાજિક વનીકરણ વિભાગની કચેરીનો સંપર્ક કરી શકે છે.
હાલમાં https://ikhedut.gujarat.gov.in પોર્ટલ પર 31મી જુલાઇ સુધી અરજીઓ કરી શકાશે.
![ડ્રેગન ફ્રૂટ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-vdr-rural-05-vadodara-dragan-frut-ni-khati-mate-aarthik-sahay-photostory-gjc1004_04072021211923_0407f_1625413763_485.jpeg)
રોપાની સંખ્યા પ્રમાણે સહાય આપવામાં આવશે
સામાજિક વનીકરણ વિભાગ ડ્રેગન ફ્રૂટની ખેતી કરતા ખેડૂતોને બે યોજનાઓ હેઠળ રોપાની સંખ્યા પ્રમાણે સહાય આપે છે. ગુજરાતે જેને કમલમ ફળનું આગવું નામ આપ્યું છે એવા ડ્રેગન ફ્રૂટની ખેતી શરૂ કરનારા સાહસિક ખેડૂતોને સામાજિક વનીકરણ વિભાગ દ્વારા રોપા માટે સહાય આપવામાં આવે છે. વન વિસ્તારની બહારના કે વન વિભાગ અંદરના ખેડૂતો અમારી વૃક્ષ ખેતી અને એગ્રો ફોરેસ્ટ્રી યોજનાઓ હેઠળ ડ્રેગન ફ્રૂટની ખેતી માટે સહાય અને માર્ગદર્શન મેળવી શકે છે.
![ડ્રેગન ફ્રૂટ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-vdr-rural-05-vadodara-dragan-frut-ni-khati-mate-aarthik-sahay-photostory-gjc1004_04072021211923_0407f_1625413763_878.jpeg)
આ પણ વાંચો: બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં પ્રથમવાર ડ્રેગન ફ્રૂટની સફળ ખેતી કરાઈ
ખેડૂતો મેળવી શકે છે જાણકારી
ઉપરોક્ત યોજનાઓના નિર્ધારિત માપદંડોને અનુસરીને ખેડૂતે વાવેલા રોપાઓની સંખ્યા પ્રમાણે નિર્ધારિત માપદંડો અનુસરીને સહાય આપવામાં આવે છે. વડોદરામાં રાવપુરા બાગાયત ખાતાની અને તેની પાછળ વન ભવનમાં સામાજિક વનીકરણ વિભાગની કચેરી આવેલી છે. રસ ધરાવતા ખેડૂતો જાણકારી મેળવી શકે છે.