રાજ્યમાં બુધવારે સુશાસન દિવસની ઉજવણી અંતર્ગત મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વડોદરામાં વિવિધ વિકાસના કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત સાથે ખેડૂતોને સહાય પેકેજનું વિતરણ કર્યું હતું. આ સાથે એમ.એસ.યુનિવર્સીટી ખાતે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ભારત રત્ન અટલ બિહારી બાજપેયી ઈન્સ્ટિટ્યૂટ ઓફ પોલીસી રિસર્ચ એન્ડ ઈન્ટરનેશનલ સ્ટડીઝના નામાભીકરણ અને લોકાર્પણ કર્યું હતું.
આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી,રાજયકક્ષાના પ્રધાન યોગેશ પટેલ, સાંસદ, મેયર, રાજમાતા અને યુનિવર્સીટીના ચાન્સેલર સુભાંગીની રાજે ગાયકવાડ, વાઈસ ચાન્સેલર, સહિત સિન્ડિકેટ સભ્યો અધ્યાપકો અને વિવિધ મહાનુભાવો હાજર રહ્યા હતા. કેન્દ્ર સરકારે પાસ કરેલા નાગરિકતા સુધારા કાયદા સંદર્ભે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સંબોધતા જણાવ્યું હતું કે, પાકિસ્તાન ,બાંગલાદેશના શરણાર્થીઓને આ કાયદાથી ઉપાય મળશે.
જોકે, તેઓએ કોંગ્રેસ પર કાયદાનો વિરોધ કરી ભાગલા પાડી રહી હોવાના આક્ષેપ કર્યા હતાં. કોંગ્રેસ પાછા દેશમાં આવેલા હિન્દુ શરણાર્થીઓની સામે વિઘ્ન ઉભું કરી રહી હોવાના ગંભીર આક્ષેપ પણ વિપક્ષ પર કર્યા હતાં. ગુજરાતમાં સરકારે ભ્રષ્ટાચાર માટેના તમામ દરવાજા બંધ કર્યા હોવાનું જણાવી એસીબીના અધિકારી પણ જો ભ્રષ્ટાચાર કરતા હશે તો તેને પણ સરકાર છોડવામાં નહી આવે તેવું કહી સરકાની કટિબદ્ધતા દર્શાવી હતી. cm rupani